ર૦૧રમા ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભીએ ગ્રામ્ય વિસ્તારના પરા નિમ કરવા પત્ર લખ્યો સરકારે પત્રનુ અવળુ અર્થઘટન કરી પરાના દબાણો દૂર કરવા હુકમ કર્યો
ગુજરાત સરકાર દ્વારા ખેરાલુ વિધાનસભાને કાયમ અન્યાય કરાયો છે. અગાઉ વરસંગ તળાવ ભરવા ૨૦૧૪ મા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૪૦ કરોડ મંજૂર કર્યા હતા. તે પછી છેક ર૦૧૯ પછી વરસંગ તળાવની પાઈપલાઈન પુરી થઈ, ત્યારબાદ રાજ્યમા સત્તા પરિવર્તન થતા જુની માંગણીઓનો હાલ ધીરે ધીરે અમલ થઈ રહ્યો છે. જે અંતર્ગત ર૦૧રમા ભરતસિંહ ડાભી ધારાસભ્ય હતા ત્યારે ખેરાલુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પરા નિમ કરવા પત્ર લખ્યો હતો. ર૦ર૪ મા ખેરાલુ મામલતદાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના સેંકડો પરિવાર રહે છે. તેવા પરા અનઅધિકૃત દબાણ જાહેર કરતા સમગ્ર પંથકમા ચર્ચાનો વિષય બન્યો છે. ખેરાલુ તાલુકાના નાનીવાડા- કાદરપુર- ચાડાનુ અમરપુરા, મંડાલી અને ભરતસિંહના વતન ડભોડામા સરકારી પડતર જમીનમા વસેલા પરા દૂર કરવા હુકમ કર્યો છે. તત્કાલીન ધારાસભ્ય અને પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા ર૦૧ર મા સરકારને ગ્રામ્ય વિસ્તારના પરા નિમ કરવા પત્ર લખ્યો જેનો હુકમ ર૦ર૪ મા થયો જે બાર વર્ષે પત્રનો અમલ સરકારે કર્યો છે. જેમા જુની કહેવત પ્રમાણે ૧ર વર્ષે બાવો બોલ્યો જા તારુ નખ્ખોદ જશે તે હાલ સાચી ઠરે છે. ગ્રામ્ય વિસ્તારના પરા પડતર જમીનોમા છે. સરકારે પડતર જમીનોની માલિક કહેવાય. આ જમીનો સરકાર ઈચ્છે તો તાલુકા વિકાસ અધિકારીને હુકમ કરી ગામઠાણમા ફેરવી શકે તેમ છે. છતા ગરીબ અને મધ્યમ વર્ગના બક્ષીપંચ સમાજના લોકોનુ હિત વિચાર્યા વગર પાકા મકાનો તોડી નાંખવા હુકમ કરતા સરકારી તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
ર૦૧રમાં વિધાનસભાનો પ્રશ્ન ક્રમાંક ર૩૯૯૦થી તત્કાલીન ધારાસભ્ય ભરતસિંહ ડાભી દ્વારા ખેરાલુ તાલુકામા બીન ખેતી પરવાનગી વગરના પરાઓ નિમ કરવા પત્ર લખ્યો હતો. જે પત્રનો નિકાલ પ્રાંત અધિકારી દ્વારા કરાયો હતો. તેમણે ખેરાલુ મામલતદારને ર-૪-ર૦ર૪ ના રોજ પત્ર લખી પરાના દબાણો દૂર કરવા જણાવ્યુ હતુ. મામલતદાર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને હુકમનો અમલ કરાવવા પત્ર લખ્યો હતો.
ખેરાલુના પરા વિસ્તાર માટે ર૦૧રમા માંગણી સામે ર૦ર૪મા હુકમ
બાર વર્ષે બાવો બોલ્યો જા તારુ નખ્ખોદ જશે
સરકારી તંત્રની આડોડાઈ સામે પાટણ- સાંસદ ભરતસિંહે ગામપરા તોડવાનો હુકમ રદ કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી
જેમા નાનીવાડા ગામે સોનપરા જે ગૌચરના સ.ને.૯૪/૧ મા છે તેમજ ખેરપુરા સ.નં. ૧પ૯/૧ ની ગૌચર જમીનમા બનેલ છે. તેમજ નાનીવાડા-કાદરપુરમાં તલાપુરા પેટા પરુ સ.નં. ર૭૮ની સરકારી પડતર જમીનમા બનેલ છે. ચાડાનુ અમરપુરા ગામ હરસિંધ્ધપુરા પેટા પરુ આવેલ છે. જે.સં.નં. ૯૪ની સરકારી પડતર જમીનમા બનેલ છે. જે જમીનની નોંધનં. ૩ર તથા ૭ર થી ગૌચર સદરે નીમ થયેલ છે. મંડાલી ગામે રામપુરા પેટાપરામા અમુક ભાગ સ.નં.૧૩ર૧ ની શ્રી સરકાર હસ્તકની પડતર જમીનમા બનેલ છેે. ડભોડા ગામના પેટા પરા તારંગા સ્ટેશન સ.નં.૬૯૯ ની સરકારી પડતર જમીનમાં બનેલ છે. ડભોડાના જુના સર્વે નં. ૬૯૯ વાળી જમીનમા નોંધ ને. ૧ર૮૭ ની વિગતે આણંદજી કલ્યાણજીની પેઢીના મેનેજર દ્વારા શાળાના મકાન બાંધવા સારુ ડભોડા જુથ ગ્રામ પંચાયતને બક્ષિસ આપેલ છે. આ જમીન સરકારી પડતર સદર નિમ હોવાથી કાર્યવાહી કરવી. આ પત્રકમા કોઈ બિન પરવાનગી પરુ દર્શાવેલ નથી માત્ર પ્રા.શાળાનુ મકાન દર્શાવેલુ છે. આમ પેટા પરાઓનુ રેકર્ડ સ્થળ સ્થિતિની ખાત્રી કરી દબાણ હોય તો દૂર કરવા હુકમ કર્યો છે.
ઉપરોક્ત હુકમ બાબતે પાટણ-સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ર૬-૯-ર૦ર૪ ના રોજ પત્ર લખી હુકમ રદ કરવા ભલામણ કરી છે. ભરતસિંહ ડાભીએ ૩૧-૧-ર૦૧રના રોજ વિધાનસભામા પુછેલા પ્રશ્ન શુ હતો તેજોઈએ તો ખેરાલુ તાલુકામા ગામ પરા બિન ખેતી પરવાનગી વગર બનાવ્યા છે. તે હકીકત સાચી છે જો હા હોય તો ૩૧-૧-ર૦૧ર ની સ્થિતિએ કેટલા છે. જેને નિયમિત કરવા સરકારે શુ પગલા લીધા.
આ પ્રશ્ન સંદર્ભે વિધાનસભાની ખાતરી સમિતિએ સુચના આપી હતી જે પ્રશ્નનો હાર્દ સમજ્યા વગર ખેરાલુ તાલુકાના પેટા પરા તોડી નાંખવા હુકમ કર્યો છે. ખરેખર પ્રશ્ન ગામપરા નિયમિત કરવા પ્રશ્ન હતો. ગામ પરાઓને સત્વરે નિયમિત કરવા ખાસ ભલામણ પાટણ- સાંસદ ભરતસિંહ ડાભીએ કરી છે. તેમજ ગામપરા તોડવાનો હુકમ થયેલ છે. જે સત્વરે રદ કરવા ખાસ વિનંતી કરી છે. ગુજરાત સરકાર ખેરાલુ વિધાનસભાના પ્રશ્નોમા કેટલી ઉદાસીનતા છે તેઆ બનાવ ઉપરથી જોઈ શકાય છે. બાર વર્ષ પહેલા પુછેલા પ્રશ્નના અર્થનો અનર્થ કરતા સરકારી અધિકારીઓ વિરૂધ્ધ પગલા ભરવા જોઈએ. ૧ર વર્ષનો સમય પ્રશ્નનો ઉકેલ માટે લેવાતા ખરેખર નરેન્દ્રભાઈ મોદી ગયા પછી અધિકારીઓ કોઈને ગાંઠતા નથી તેનો ઉત્તમ દાખલો કહેવાશે.