ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિ વિસનગરના પ્રમુખ અજમલજી કે.ઠાકોરની માંગતમિલનાડુ પેટર્ન પ્રમાણે ગુજરાતમાં OBC અનામત આપો
વિસનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર તેમજ ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિ વિસનગરના પ્રમુખ અજમલજી કે.ઠાકોર છેલ્લા ઘણા વર્ષથી ગુજરાતમા ઓ.બી.સી.ની વસતી પ્રમાણે અનામત ફળવાય તે માટે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. જેમણે તમિલનાડુ રાજ્યની પેટર્ન પ્રમાણે ગુજરાતમાં ઓબીસી અનામતનો અમલ કરવા માંગણી કરી છે.
અજમલજી ઠાકોરે જણાવ્યુ છે કે તમિલનાડુમા અનામત વ્યવસ્થામા તમામ જ્ઞાતિની નોંધ લેવામા આવી છે. તમિલનાડુ રાજ્યની અનામત વ્યવસ્થા જેમા ર૬.પ ટકા OBC ને ૩.પ ટકા મુસ્લિમોને એમ કુલ ૩૦ ટકા OBC અનામત આપેલ છે. અતિ પછાત OBC ને ર૦ ટકા અનામત આપેલ છે. SC અને અરૂન્થાથીયર્સને ભેગા કરી ૧પ ટકા અનામત આપેલ છે. આદિવાસી (ટ્રાઈબલ) ને ૧ ટકો અનામત આપેલ છે. જનરલ એટલે કે સવર્ણોને ૩૧ ટકા અનામત આપેલ યછે. એટલે કે OBC, SC, ST આદિવાસીને તેની વસ્તી પ્રમાણે ૬૯ ટકા અનામત આપેલ છે. જયારે જનરલ સવર્ણોને ૩૧ ટકા અનામત વસ્તીના પ્રમાણે આપેલ છે. એટલે કે અનામત OBC,SC,ST ૬૯ ટકા + ૩૧ ટકા સવર્ણો (જનરલ) અનામત એમ કુલ ૧૦૦ ટકા અનામત રાજ્યમાં ફાળવણી કરાઈ છે. હવે વાત રહી તમિલનાડુમા OBCના બે ભાગની તો આમા અપર OBCની ૩૦ ટકા અનામત છે અતિ પછાત OBCની ર૦ ટકા અનામત આપેલ છે. જે તેની વસ્તી મુજબ ફાળવેલ છે. ગુજરાતમાં OBC ની વસ્તી પ૪ ટકા છે જયારે અનામત ફક્ત ર૭ ટકા જ છે. જે ર૭ ટકા અનામત ઓછી આપેલ છે.OBCની અનામતનો ૧પ ટકા વસ્તીવાળા સવર્ણોને લાભ મળી રહ્યો છે. જે સવર્ણો OBCની ર૭ ટકા અનામતનો વર્ષોથી લાભ લઈ રહ્યા છે. તેમાંથી ર૦ ટકા જેટલી અનામત વિકાસથી વંચીત OBCને મળે તો જ તેનો વિકાસ થાય અને સાચો સામાજીક ન્યાય મળે.
ગુજરાતમા ર૭ ટકા OBC માંથી બે ભાગ કરવામા આવે તો OBCને મોટુ નુકશાન થશે. કારણ કે તેની જન સંખ્યા પ્રમાણે તેને પ્રતિનિધિત્વ નહિ મળે. સરકાર પાસે OBCની જાતિ આધારીત વસ્તી ગણત્રીના કોઈ આંકડા કે ડેટા નથી. જો હોય તો તે જાહેર કરે અને જો સરકાર જોડે આ આંકડા ડેટા ના હોય તો સૌ પ્રથમ OBCની જાતિ આધારીત વસ્તી ગણત્રી કરે. જેથી કઈ કોમને કેટલો લાભ મળે છે. અને કોણ લાભથી વંચિત રહે છે તે ખબર પડે.OBCની જાતિ આધારિત ગણત્રીના આંકડા (ડેટા) ના આધારે કોને કયા વિભાગમા મુકવા તે નક્કી થઈ શકે અન્યથા સરકાર રાજકીય મનમાની કરીને બે ભાગ કરશે તો અગાઉ જે નુકશાન થયુ છે તેવુ ફરીથી થશે.
ઠાકોર અને કોળી તથા બીજી વિકાસ થી વંચિત OBC જ્ઞાતિને જેવી રીતે ગરીબ સવર્ણોને ૧૦ ટકા અનામત આપી તેવી રીતે અતિ પછાત OBCને લાભ મળવો જોઈએ. અથવા તમિલનાડુમા જે પેટર્ન પ્રમાણે OBCની વસ્તીના પ્રમાણે અનામત આપી ને બે ભાગ કરેલ છે. તેવી રીતે ગુજરાતમા અનામત આપવી જોઈએ. તો જ OBCને સાચો સામાજીક ન્યાય મળે અને સૌનો સાથ સૌનો વિકાસ નુ સૂત્ર સાર્થક બને આવો સૌ ઠાકોર અને કોળી OBC સાથે મળી OBC ની વસ્તીના પ્રમાણમાં હક-અધિકાર માંગીએ અને જો ના આપે તો ઝુંટવીને પણ લઈએ.
અજમલજી ઠાકોરે વધુમાંએ પણ જણાવ્યુ છે કે ૧૯૯ર સુધી ર૭ ટકા ઓબીસી અનામતમા ૮ર જ્ઞાતિ હતી. જેમા બીજા ૬પ ટકા જ્ઞાતિ ઉમેરતા કુલ ૧૪૭ જ્ઞાતિમા અનામત વહેચાઈ છે. જે સમયે ગુજરાતની કુલ વસતીના પર ટકા ઓબીસીની વસતી હતી. અત્યારે જ્ઞાતિ આધારીત વસતી ગણતરી થાય તો ૬૦ ટકા ઉપરાંત ઓબીસીની વસ્તી થાય તેમ છે. જ્યારે આ ઓબીસીની વસતીને ર૭ ટકા અનામતો લાભ આપવામા આવે છે. બીજા રાજ્યોમા અનામતનો લાભ આપવા કાયદો બનાવવામા આવે છે. જ્યારે ગુજરાતમા ઠરાવ આધારે અનામત આપવામા આવતી હોવાથી કેટલાક નેતાઓ પોતાની વગ પ્રમાણે જ્ઞાતિનો ઉમેરો કરી રહ્યા છે.