Select Page

સંભવિત વડનગર જિલ્લામાં સમાવવા મુદ્દે વિરોધ વિસનગર હિત રક્ષક સમિતિ લડત માટે સક્રીય

સંભવિત વડનગર જિલ્લામાં સમાવવા મુદ્દે વિરોધ વિસનગર હિત રક્ષક સમિતિ લડત માટે સક્રીય

સંભવિત વડનગર જિલ્લાની રચનામા વિસનગર તાલુકાના સમાવેશની સરકારની કાર્યવાહી ચાલી રહી છે. વડનગર જિલ્લામા સમાવેશ થાય તો વિસનગરનુ હજુ કેટલુ અહિત થશે તે ચિંતામાં હવે હિતરક્ષક સમિતિ સક્રીય બની છે. આ સમિતિમાં શહેર અને તાલુકાના તમામ સમાજના લોકોને સાથે રાખીને આગળ વધવાનુ છે. પરંતુ સરકારમા તાત્કાલીક રજૂઆત કરવી પડે તેમ હોઈ એક પ્રતિનિધિ મંડળની તાત્કાલિક મીટીંગ બોલાવવામા આવી હતી. જેમા શહેરના લબ્ધ પ્રતિષ્ઠીત લોકોએ હાજરી આપી હતી. મીટીંગમા કોઈપણ ભોગે સંભવિત જિલ્લામા સમાવવા માટેની તૈયારી નથી અને એ માટે ગાંધી ચિન્ધ્યા માર્ગે લડત આપવા સુધીની મીટીંગમા ચર્ચા થઈ હતી.
અમે મહેસાણા જિલ્લામાં બરોબર છીએ, સંભવિત વડનગર જિલ્લામા સમાવવા કોઈ ભોગે તૈયાર નથી- હિત રક્ષક સમિતિ
સરકાર દ્વારા ત્રણ નવા જિલ્લાના સિમાંકનની કાર્યવાહીમા સંભવિત વડનગર જિલ્લામા વિસનગર તાલુકાનો સમાવેશ કરવાની હિલચાલથી શહેર અને તાલુકાની જનતામા વિરોધનો ભારે સૂર ઉઠ્યો છે. આ માટે બાબુભાઈ વાસણવાળાના પ્રયત્નોથી તેમના નિવાસસ્થાને તા.૬-૧૦-ર૦ર૪ના રોજ વિસનગર હિત રક્ષક સમિતિના નેજા તળે તાત્કાલિક એક મીટીંગનુ આયજન કરવામા આવ્યુ હતુ. જેમા બાબુભાઈ વાસણવાળા મનુભાઈ પટેલ હોન્ડા, ડૉ.જે.એન.ઝવેરી, પ્રતાપભાઈ ચૌધરી, અલ્તાફભાઈ કાપડીયા, નાથાભાઈ પટેલ થ્રેશરવાળા, જીવણભાઈ દેસાઈ, ભરતભાઈ પટેલ એકાઉન્ટન્ટ, ઈશ્વરભાઈ નેતા, ગૌતમભાઈ સથવારા, ગોવિંદભાઈ ગાંધી પૂર્વ પ્રમુખ, કે.કે.ચૌધરી, નિતિનભાઈ પ્રધાન, હરગોવનભાઈ પટેલ ગ્રાહક સુરક્ષા, ભરતભાઈ પટેલ પૂર્વ કોર્પોરેટર વિગેરેએ હાજરી આપી હતી.
મીટીંગમા હિત રક્ષક સમિતિના સભ્યોને એક જ સૂર હતો કે વિસનગર મહેસાણા જિલ્લા સાથે રાજકીય ધંધાકીય શૈક્ષણિક, સામાજીક તમામ રીતે જોડાયેલુ છે. વિસનગર શહેર અને તાલુકાના તમામ વ્યવહાર મહેસાણા સાથે છે. મહેસાણા સાથે હજ્જારો લોકોનો વ્યવહાર અને અવર જવર છે જે તમામ રીતે સાનુકુળતા છે. મહેસાણા જિલ્લા સાથે જોડાયેલા રહેવામાં કોઈને કોઈ તકલીફ નથી કે કોઈ અગવડ કે વિરોધ નથી. જયારે વિસનગરના લોકોનો વડનગર સાથે કોઈ વ્યવહાર કે અવર જવર નથી જેથી વિસનગરના લોકો સંભવિત વડનગર જિલ્લામા જોડાવા માટે કોઈ પણ ભોગે કોઈ રીતે તૈયાર નથી. હિતરક્ષક સમિતિ બીન રાજકીય સંગઠન રીતે કાર્ય કરશે. સંગઠનના ઓઠા તળે કોઈ રાજકીય પ્રવૃત્તિ કરવામા અવાશે તો તેનો પણ વિરોધ થશે તેવો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત થયો હતો.
મીટીંગમા હિતરક્ષક સમિતિએ ઉગ્ર મિજાજ દાખવ્યો હતો કે લોકશાહીમા કોઈપણ નિર્ણય લેતા પહેલા પ્રજાની સંમતી અને વિચારો જાણવા એટલા જ જરૂરી છે. વિસનગર શહેર અને તાલુકાની પ્રજાના હિત વિરૂધ્ધ જો કોઈ નિર્ણય કરવામા આવશે તો તેનો ભારે વિરોધ કરવામા આવશે. જરૂર પડે બંધનુ એલાન અને ગાંધી ચિન્ધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પણ કરવામા આવશે. હિત રક્ષક સમિતિ શહેર અને તાલુકાના તમામ સમાજના આગેવાનો તથા પ્રજાને સાથે રાખી કામ કરશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us