Select Page

અનેક લોકોએ વિનામુલ્યે આયુર્વેદિક સારવાર લીધી મર્ચન્ટ આયુર્વેદિક હોસ્પિટલ દર્દિઓ માટે આશીર્વાદરૂપ

અનેક લોકોએ વિનામુલ્યે આયુર્વેદિક સારવાર લીધી મર્ચન્ટ આયુર્વેદિક હોસ્પિટલ દર્દિઓ માટે આશીર્વાદરૂપ

જ્યારે એલોપેથીક દવાઓથી રાહત મળતી ન હોય ત્યારે આયુર્વેદિક દવાઓનો ઉપચાર ફાયદાકારક રહે છે. વિસનગર તાલુકાના બાસણા ગામ પાસે આવેલ મર્ચન્ટ આયુર્વેદિક હોસ્પિટલ વિનામુલ્યે સારવાર મેળવી અનેક દર્દિઓએ હઠીલા રોગથી છુટકારો મેળવ્યો છે. અનુભવી ડાક્ટરોની નિગરાનીમાં મળતી આયુર્વેદિક સારવારથી તાલુકાના મોટા ભાગના લોકો અજાણ છે. ત્યારે મર્ચન્ટ આયુર્વેદિક કોલેજમાં આયુર્વેદિક સારવાર માટે રોજની ૯૦ ઉપરાંત ઓ.પી.ડી. થાય છે.
શિક્ષણ થકી સાચી સમાજ સેવા કરવી તેવો પટેલ રાજુભાઈ દાળીયાનો એક સંકલ્પ છે. જેમણે બાસણા મર્ચન્ટ કોલેજ કેમ્પસમાં પેરામેડીકલ કોલેજો શરૂ કરતા તે સમાજ માટે ખુબજ ઉપયોગી રહી છે. અત્યારે મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસમાં ચાલતી મર્ચન્ટ આયુર્વેદિક હોસ્પિટલ હઠીલા રોગથી થાકેલા, હારેલા અને કંટાળેલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે. મહત્વની બાબતતો એ છે કે, મર્ચન્ટ આયુર્વેદિક હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર વિનામુલ્યે કરવામાં આવે છે. અનુભવી આયુર્વેદના જાણકાર અને અનુભવી ડાક્ટર દ્વારા સારવાર આપવામાં આવે છે. ખેરાલુના ૪૭ વર્ષના મહેશભાઈ ગોસાઈ, આણંદના કોકીલાબેન ગોસ્વામી ઉ.વ.૪૬, ખેરાલુના અલ્કેશભાઈ ચૌધરી ઉ.વ.૨૯, વાલમના અલ્પેશભાઈ સુથાર ઉ.વ.૩૫, મહેસાણાના મહેશભાઈ પટેલ ઉ.વ.૩૦, પ્રવિણભાઈ ચૌૈધરી ઉ.વ.૪૮, મગરોડાના કાશીબેન પરમાર ઉ.વ.૩૫, મહેસાણાના પારૂલબેન એચ.સાંગતેકર ઉ.વ.૪૧, વિસનગરના સાવનભાઈ પ્રજાપતિ ઉ.વ.૨૨, મહેસાણાના સવિતાબેન મકવાણા ઉ.વ.૫૮, વિગેરે દર્દીઓ ગરદનમા દુઃખાવો, જકડાહટ, વારંવાર મળ પ્રવૃત્તિ, મળમા લોહી પડવુ, શરીર વધવુ, થાક લાગવો, શરીરમાં દુઃખાવો, વજન ઘટવુ, શરીરમા ખંજવાળ, શુષ્ક ત્વચા, સોરીયાસીસની તકલીફ, માથાનો દુઃખાવો, ઉઠવા બેસવામાં તકલીફ, એવાસ્કુલર મેક્રોસીની તકલીફ, છાતીના ભાગે શ્વેત વિવર્ણતાની તકલીફ, જાંગ તથા વેક્ષણ પ્રદેશમાં ખંજવાળ, ધાધરની તકલીફ, મળ માર્ગમાં દુઃખાવો તેમજ બળતરા, ડાબા ગાલ ઉપર ગાંઠ, કાનની બુટ પહોળી થવી, ગેસ અને એસીડીટીની તકલીફ, ઘુંટણમા દુઃખાવાની તકલીફ વિગેરે રોગથી પીડાતા હતા ત્યારે આ રોગ ધરાવતા દર્દીઓને ગ્રીવા બસ્તીની તથા આયુર્વેદિક દવાની સારવાર, પંચકર્મ, વિરેયનકર્મ, બસ્તી કર્મ, શિરોધારા વિગેરે સારવાર કરવામાં આવી હતી. આવાતો અનેક દર્દીઓએ મર્ચન્ટ આયુર્વેદિક હોસ્પિટલમા કોઈપણ પ્રકારના છુપા ચાર્જ વગર વિનામુલ્યે સારવાર મેળવી હઠીલા રોગથી મુક્ત થયા છે. મર્ચન્ટ ફિઝિયોથેરાપી કોલેજમાં પણ અદ્યતન સાધનોથી દર્દીઓ ફિઝીયોથેરાપીની સારવાર મેળવી રહ્યા છે.
ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી આયુર્વેદ સારવારનુ ખુબજ મહત્વ છે. આયુર્વેદનુ હવે પશ્ચીમી દેશો પણ અનુકરણ કરી રહ્યા છે. ત્યારે વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા, વિજાપુર અને મહેસાણાની જનતાને મર્ચન્ટ આયુર્વેદિક હોસ્પિટલમા વિનામુલ્યે સારવારનો લાભ લેવા સંસ્થાના ચેરમેન પટેલ રાજુભાઈ દાળીયા દ્વારા જણાવવામાં આવ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us