Select Page

ભારતે મહાસત્તા બનવાના સંકલ્પમાં વિશ્વના હિન્દુઓની રક્ષાનો પ્રયત્ન પણ એટલોજ જરૂરી

ભારતે મહાસત્તા બનવાના સંકલ્પમાં વિશ્વના હિન્દુઓની રક્ષાનો પ્રયત્ન પણ એટલોજ જરૂરી

અદાણી રૂશ્વતખોરીમાં વિપક્ષોએ સંસદ ગજવ્યુ પણ બાંગ્લાદેશના હિન્દુઓ માટે મૌન

તંત્રી સ્થાનેથી…

દેશમાં વૈજ્ઞાનિક ક્ષમતા, સૈન્ય ક્ષમતા, સાર્વત્રીક સર્વાંગી વિકાસની સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એન.ડી.એની સરકારમાં ભારતને મહાસત્તા અને વિશ્વગુરૂ બનાવવાનો સંકલ્પ કરાયો છે. કેન્દ્રના સિનિયર મંત્રી રાજનાથસિંહ જેવા અદના નેતા ભારતને છેડશે તેને છોડશે નહી તેવા સ્ટેટમેન્ટ આપવામાં આવે છે. ત્યારે વિશ્વમાં રહેતા હિન્દુઓની સુરક્ષાનો પ્રયત્ન કરી મહાસત્તા જેવા ગુણ બતાવવાનો સમય પાકી ગયો છે. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો કરનાર અલકાયદાનો ચીફ ઓસામા બીન લાદેન પાકિસ્તાનમાં છુપાયો હતો. તેમ છતા અમેરિકા પાકિસ્તાનમાં ઘુસીને તેને માર્યો. ઈઝરાયેલ ઉપર હુમલો થતા આ નાનકડા દેશે એક સાથે ચાર થી પાંચ મોરચે યુધ્ધ કરી દુશ્મન દેશોને હંફાવ્યા. જ્યારે મહાસત્તાની વાતો વચ્ચે મુંબઈ તાજ હોટલ અને સંસદ ઉપર હુમલો કરનાર પાકિસ્તાનમાં શરણ લેતા આતંકવાદીઓને કંઈ કરી શક્યા નથી. મહાસત્તા અને વિશ્વગુરૂ બનવાની વાતો કરીએ છીએ પણ દેશ વિરુધ્ધ તેમજ હિન્દુ વિરુધ્ધ કૃત્ય કરનારને કંઈ કરી શકતા નથી તે પણ એક હકિકત છે. મહાસત્તા બનવાની વાતો કરવામાં આવે છે તે એટલા માટે યાદ કરવુ જરૂરી છેકે, અત્યારે પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર અને જુલ્મ થઈ રહ્યા છે તે બાબતે વિશ્વગુરૂ બનવાની બડાસો મારતા સરકારના નેતાઓ ખાલી સ્ટેટમેન્ટ આપી બેસી રહ્યા છે. અનામત આંદોલનના કારણે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનુ પતન થયુ. અનામત આંદોલન પાછળ કટ્ટરતાવાદીઓ સક્રીય બનતા બાંગ્લાદેશમાં રહેતા લઘુમતિ હિન્દુઓ ઉપર અત્યાચાર શરૂ થયા. વિશ્વના દેશોએ જેની નોધ લેતા વચગાળાની સરકારનુ સુકાન સંભાળનાર મોહમ્મદ યુનુસ દબાણમાં આવતા થોડો સમય હિન્દુઓ ઉપરના હુમલા અટક્યા. પરંતુ આજુબાજુ મુસ્લીમ રાષ્ટ્ર ધરાવતા કટ્ટરતાવાદીઓ યહુદીઓની વસતી ધરાવતા ઈઝરાયલ જેવા નાનકડા દેશને સાંખી શકતા નથી તો બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ કંઈ રીતે સહન થાય? થોડા સમય બાદ ફરી બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર હુમલા શરૂ થયા છે. મંદિરો તોડવામાં આવ્યા, હિન્દુઓના મકાનમાં લુંટફાટ, આગચંપીના તેમજ બહેન દિકરીઓના અપહરણની સાથે બળાત્કારના બનાવો બની રહ્યા છે. કુદરતી આપત્તીમાં જેમને જમવાની અને સરસામાન સુધીની મદદ કરી તેવા ઈસ્કોન મંદિરને પણ બાકાત રાખવામાં આવ્યુ નથી. હિન્દુઓ ઉપર હુમલાના વિરોધમાં અહિંસક દેખાવો થતા તેમાં ઈસ્કોન મંદિરના મહંત ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની ધરપકડ કરવામાં આવી અને રાજદ્રોહના આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યા. ઈસ્કોન મંદિરના આ મહંતના વકીલની પણ હત્યા કરવામાં આવી. ૧૯૭૧ મા ૨૨ ટકા વસતી ધરાવતા બાંગ્લાદેશમાં અત્યારે ૧૭ કરોડની વસતીમાં ૮ ટકાજ હિન્દુઓ છે. તેમ છતા લઘુમતિ સમાજ સહન નહી થતા ફક્ત મુસ્લીમોજ રહેવા જોઈએ, મુસ્લીમ રાષ્ટ્ર બનાવવાના કટ્ટરતાવાદમાં ૫૦ થી વધુ જિલ્લામાં ૨૦૦ જેટલા હુમલા થયા. બાબરી મસ્જીદની જગ્યામાં રામ મંદિર બનાવતા વિશ્વના કટ્ટરતાવાદી મુસ્લીમોની આંખમાં હિન્દુઓ આંખના કણાની જેમ ખુચી રહ્યા છે. તેથી વિશ્વમાં રહેતા હિન્દુઓની રક્ષા માટે પણ સરકારે એટલોજ ખ્યાલ રાખી જવાબદારી સ્વિકારવી પડશે. બાંગ્લાદેશમાં હવે પરિસ્થિતિ ત્યા સુધી વણસી છેકે હિન્દુઓને ઓળખ છુપાવવા ભગવો નહી પહેરવા કે તિલક નહી કરવા ઈસ્કોન દ્વારા સૂચનો કરાયા છે. ભારત દેશની મદદથી બાંગ્લાદેશ મજબુત બન્યુ છે તો પ્રશ્ન એ થાય છેકે હિન્દુઓ ઉપર હુમલામાં સરકાર કેમ ચુપ બેસી રહી છે. ખાલી ટીકા કરવાથી પરિસ્થિતિ સુધરવાની નથી. વિદેશ નીતિની દરકાર કર્યા વગર બાંગ્લાદ્‌શ સામે કડક વલણ અપાતી હિન્દુઓની સુરક્ષાની રણનીતિ બનાવવી પડશે. મોદી સરકારેજ બાંગ્લાદેશમાં હિન્દુઓની રક્ષા માટે કડક વલણ અપનાવવુ પડશે. બાકી ઈન્ડીયા ગઠબંધન પાસે હિન્દુઓના હિતની આશા રાખવી ખોટી છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને ભારત દેશમાં રહેતા હિન્દુઓ માટે ફક્ત ચુંટણીમાં મત મેળવવા પૂરતો સ્વાર્થ છે. મતના રાજકારણ સીવાય તૃષ્ટીકરણની રાજનીતિમાં હિન્દુ સમાજની કંઈ પડી નથી. અમેરિકાએ અદાણી વિરુધ્ધ રૂશ્વતખોરીનો કેસ કરતા સંસદનુ શિયાળુ સત્ર પાંચ દિવસથી ઠપ્પ કરનાર વિપક્ષોને બાંગ્લાદેશમાં હિન્દુઓની કોઈ ચિંતા નથી કે દેશના લઘુમતિ સમાજના મતના ડરથી ચર્ચા પણ કરી શકતા નથી. ઉત્તરપ્રદેશ સંભલ મસ્જીદ વિવાદમાં કોમી અશાંતિ સર્જાતા સપાના નેતા અખિલેશ યાદવ તથા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અસરગ્રસ્તોની મુલાકાત લેવાની રાજનીતિ કરે છે. પણ બાંગ્લાદેશના હુમલાઓ વખોડતી હિન્દુ રાજનીતિ કરી શકતા નથી. સુપર પાવર, મહાશક્તિ, વિશ્વગુરૂ બનવુ હશે તો હિન્દુ સમાજની રક્ષા વગર શક્ય બનશે નહી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts