Select Page

પૌરાણિક મસ્જીદોના પાયામાંથી તો મંદિરજ નિકળવાના છેભૂતકાળને યાદ રાખીને વર્તમાન કે ભવિષ્યને બગાડવુ કેટલુ યોગ્ય

પૌરાણિક મસ્જીદોના પાયામાંથી તો મંદિરજ નિકળવાના છેભૂતકાળને યાદ રાખીને વર્તમાન કે ભવિષ્યને બગાડવુ કેટલુ યોગ્ય

તંત્રી સ્થાનેથી…
વિશ્વમાં ભારતનો ઈતિહાસ અને સંસ્કૃતિ સૌથી જુની છે. સોને કી ચીડીયા ગણાતા સમૃધ્ધ ભારતમાં અલગ અલગ સંસ્કૃતિ પ્રમાણેના દેવ અને દેવીઓના મંદિર હતા. સમૃધ્ધ ભારતના આ મંદિરોની સમૃધ્ધિ અને ભવ્યતા હતી. વર્તમાન ભારતમાં પણ એક નહી પરંતુ અનેક ભવ્ય મંદિરો છે. પરંતુ ભૂતકાળમાં અનેક ભવ્ય મંદિરો હતા. ઈતિહાસ ગવાહ છેકે સર્વોપરિતા માટે રજવાડાઓ વચ્ચે ચાલતા સંઘર્ષનો મુઘલ શાસકોએ લાભ લીધો અને ઈ.સ.૧૫૨૬ થી ૧૮૫૭ સુધી મુઘલ બાદશાહોનુ શાસન રહ્યુ. જેમાંથી કેટલાક શાસકોએ પ્રજા વાત્સલ્ય શાસન કર્યુ. બાકીના મોટા ભાગના મોઘલ રાજાઓએ લાખ્ખો હિન્દુઓની કત્લેઆમ કરી, ધર્માતરણ કર્યુ, હિન્દુ મંદિરો તોડ્યા અને લુંટ્યા. મુસ્લીમ ધર્મના ફેલાવા માટે મંદિરો તોડી મસ્જીદો બનાવી. અત્યારે એવી ઘણી મસ્જીદો છે જેમા હિન્દુ સ્થાપત્યો જોવા મળે છે. મોઘલ શાસનથી માડીને અંગ્રેજોના શાસન સુધી ભારત દેશમાં હિન્દુ-મુસ્લીમ વિવાદ થયા. દેશ આઝાદ થયા બાદ બન્ને સમાજમાં વૈમનસ્ય ફેલાવતા વિવાદ ન થાય તે માટે ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ભારતના આઝાદી દિનથી ધર્મસ્થાનનુ જે ચરિત્ર હોય એટલે કે મંદિર, મસ્જીદ, ગુરૂદ્વારા કે ચર્ચ હોય તે યથાવત રાખવા પ્લેસીસ ઓફ વોર્સીપ એક્ટ બનાવાયો. પરંતુ આઝાદીના ૭૭ વર્ષ બાદ પણ સત્તા હાંસલ કરવાના પાપમા હિન્દુ-મુસ્લીમ વિવાદ અટકતો નથી. છેલ્લે ઉત્તરપ્રદેશના સંભલની શાહી જામા મસ્જીદના સર્વે માટે કોર્ટના હુકમ બાદ કોમી દાવાનળ સળગ્યો. ઈ.સ.૧૫૨૬ સુધીના હિન્દુ રાષ્ટ્ર બાદ અનેક મંદિરો તોડી મસ્જીદો બનાવી. એક રિપોર્ટ અનુસાર મુસ્લીમ શાસન દરમ્યાન ૬૦ હજાર મંદિરો નષ્ટ કરવામાં આવ્યા હોવાનો હિન્દુ સંગઠનો દાવો કરે છે. મંદિરો તોડી મસ્જીદો બનાવી તે વખતે મોઘલ રાજાઓનુ શાસન હતુ. અત્યારે લોક તાંત્રીક શાસન છે. ભારત દેશમાં હિન્દુઓનો જેટલો હક્ક છે તેટલોજ મુસ્લીમોનો અને દેશમાં રહેતા દરેક નાગરિકોનો હક્ક છે. દેશના રાજકારણીઓ ભલે અંગ્રેજોની જેમ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવતા હોય પરંતુ દેશમાં રહેતા હિન્દુ-મુસ્લીમ એક બીજાના પર્યાય બની ચુક્યા છે. ત્યારે ભૂતકાળના ઈતિહાસને યાદ રાખીને વર્તમાન કે ભવિષ્યને બગાડવુ કેટલુ યોગ્ય તે દેશની જનતાએ સમજવાની જરૂર છે. બાબરી મસ્જીદ ધ્વસ્ત કરી અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારબાદ મસ્જીદોમાં મંદિરના દાવા વધ્યા. વારાણસી કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં જ્ઞાનવાપી મસ્જીદનો વિવાદ ખુબ ચગ્યો. ૧૬૯૯ મા ઔરંગઝેબે આ મંદિર તોડી મસ્જીદ બનાવી હતી. મસ્જીદને લઈને પહેલી અરજી ૧૯૯૧ મા દાખલ કરાઈ. જેમાં ૨૦૧૯ મા સર્વે થયો. ભગવાન શ્રીકૃષ્ણનુ જન્મ સ્થળ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરના વિવાદમાં ઔરંગઝેબે ૧૬૬૯-૭૦ મા ભગવાન કૃષ્ણના ભવ્ય કેશવનાથ મંદિરને તોડી શાહી ઈદગાહ મસ્જીદ બનાવવામાં આવી. મધ્યપ્રદેશના ધારમા રાજા ભોજે ૧૦૩૪ મા માતા સરસ્વતીનુ ભવ્ય મંદિર બનાવ્યુ હતુ. જે ભોજશાળા તરીકે પણ ઓળખાય છે. ૧૩૦૫ મા અલ્લાઉદ્દીન ખીલજીએ અને ત્યારબાદ મહમૂદ શાહે હુમલો કરી ભોજશાળાના એક ભાગમાં મૌલાના મસ્જીદ બનાવી. દિલ્હીના પ્રથમ સુલતાન કુતબુદ્દીન ઐબકે ૧૧૯૨ મા હિન્દુ શાસકોને હરાવીને ૨૭ હિન્દુ તથા જૈન મંદિરો તોડી ૨૪૦ ફૂટ ઉંચો કુતુબ મિનાર બનાવ્યાનો દાવો છે. મધ્યપ્રદેશના વિદિશામાં આવેલી બીજ મંડળ મસ્જીદને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. પરમાર રાજાઓના શાસનમાં દેવી વિજ્યાને સમર્પિત મંદિર બનાવ્યુ હતુ, જે ચારચિકા દેવી મંદિર તરીકે ઓળખાય છે. ઔરંગઝેબના શાસનમાં આ મંદિર તોડી બીજ મંડળ મસ્જીદ બનાવી હતી. અમદાવાદ ભદ્રકાળી માતાનુ મંદિર તોડી ૧૪૨૪ મા અહેમદશાહે જામા મસ્જીદ બનાવી હતી. પશ્ચીમ બંગાળના માલદામા ૧૩૫૮-૯૦ ની વચ્ચે સિકંદરશાહ દ્વારા આદિના મસ્જીદ બનાવી હતી. જ્યા ભગવાન ભોલેનાથનુ પ્રાચિન આદિત્યનાથ મંદિર હતુ. જે તોડીને મસ્જીદ બનાવવામાં આવી હોવાનો દાવો કરાયો છે. જ્ઞાનવાપી મસ્જીદ કેશમાં મંદિર પક્ષના એડવૉકેટ કોર્ટને જણાવ્યુ હતું કે, સમગ્ર ભારતમાં વિવાદિત મસ્જીદો અને સ્મારકોની સંખ્યા ૫૦ ની આસપાસ છે. સુપ્રીમ કોર્ટે મસ્જીદો તોડવા માટેની અનેક અરજીઓ પણ દાખલ કરી હતી. જેમાં તાજેતરની અરજીઓ ૨૦ મી સદીના ભારતીય ઈતિહાસકારના તારણો ઉપરથી કરાઈ છે. દેશની જિલ્લા અદાલતો મસ્જીદો તોડવા માટેના અને સર્વે માટેની અરજીઓ સ્વિકારતા, જ્યા વડાપ્રધાન મોદીની દર વર્ષે ચાદર ચડે છે અને મુસ્લીમોજ નહી પરંતુ હિન્દુઓ માથુ ટેકાવવા જાય છે તે અજમેરની ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહમાં પણ ભગવાન શિવનુ મંદિર હોવાનો દાવો કરતી અરજી કોર્ટે સ્વિકારી છે. દેશમાં અનેક ધર્મસ્થાનોના વિવાદ ચાલી રહ્યા છે ત્યારે ભૂતકાળમાં ક્યા સુધી પાછળ જવુ તે પણ એક પ્રશ્ન છે. હિન્દુ ધર્મસ્થાનોની ઓળખ મિટાવવા માટે ભૂતકાળમાં મોઘલ કે અન્ય શાસકોએ કોઈ પ્રયત્નો બાકી રાખ્યા નહી હોય તે ચોક્કસપણે માનવુ રહ્યુ. વડાપ્રધાન મોદીએ અંગ્રેજોની ગુલામીની યાદ કરાવતા કાયદા અને નિયમોમાં ફેરફાર કર્યા તો દેશમાં હિન્દુ-મુસ્લીમ કટ્ટરતા ભુલાય અને વિશ્વમાં કોમી એકતાનો સંદેશો ફેલાય તેવા નિર્ણયો કેમ કરવામાં આવતા નથી તે પ્રશ્ન થાય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts