Select Page

૬૦ બુથે એક મંડલના નિયમ પ્રમાણે કુલ ૪ મંડલ બને તેવી શક્યતા ભાજપ પ્રમુખના શહેરમાંથી ૯/તાલુકામાંથી ૧૪ ફોર્મ ભરાયા

૬૦ બુથે એક મંડલના નિયમ પ્રમાણે કુલ ૪ મંડલ બને તેવી શક્યતા ભાજપ પ્રમુખના શહેરમાંથી ૯/તાલુકામાંથી ૧૪ ફોર્મ ભરાયા

ભાજપ લોકસભા અને વિધાનસભાની ચુંટણીમાં કોઈ નવા નિયમો બનાવતુ નથી. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની રચનામાં ૪૦ વર્ષની મર્યાદાના નિયમો બનાવતા શિસ્તના નામે બોલી નહી શકતા કાર્યકરોમાં ગણગણાટ છેકે વિધાનસભા અને લોકસભાની ચુંટણીમાં પણ નો રીપીટ તથા ૪૦ વર્ષની મર્યાદાના નિયમોનો અમલ કરો. ભાજપમાં દરેક કાર્યકરને સમકક્ષ જોવામાં આવે છે તો નિયમો પણ સમકક્ષ હોવા જોઈએ. ૪૦ વર્ષની મર્યાદાનો ભારે હોબાળો થતા સંગઠનની રચના હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. વિસનગર શહેર અને તાલુકા પ્રમુખ માટે શહેરમાંથી ૯ અને તાલુકામાંથી ૧૪ ફોર્મ ભરાયા છે. જેમાં શહેરના બે અને તાલુકાના છ ફોર્મ રીજેક્ટ થયા હોવાનુ જાણવા મળ્યુ છે.
ગુજરાત ભાજપમાં શહેર, વોર્ડ તથા તાલુકા ભાજપ પ્રમુખની વરણીમાં ૪૦ વર્ષથી વધુ ઉંમરના ફોર્મ ભરી શકશે નહી તેવા મોવડી મંડળના ગતકડાથી ભાજપમાં ભડકો થયો છે. શહેર અને તાલુકા પ્રમુખોની પસંદગી માટે તા.૭ અને ૮ ડિસેમ્બરે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પરંતુ કેટલીક જગ્યાએ ૪૦ વર્ષની ઉંમરના નિયમમા અનુભવી પ્રમુખો નહી મળતા પોતાનાજ બનાવેલ નિયમોમા ભાજપ બરોબરનુ ભીંસમા આવ્યુ છે. પચ્ચીસેક વર્ષની ઉંમરે યુવાન સમજણો થાય ત્યારે પાર્ટીમાં જોડાય, ૧૦-૧૫ વર્ષ મહેનત કરી ૪૦ વર્ષની ઉંમરનો થાય ત્યારે પાર્ટીમાં સિનિયોરીટીની કક્ષામાં આવે છે. ત્યારે ૪૦ વર્ષની ઉંમરના નિયમથી પાર્ટી માટે ભોગ આપતા કાર્યકરોમાં નિરિસતા જોવા મળી રહી છે. યુવા કાર્યકરોમાં રોષ છેકે કોઈ લોભ લાલચ વગર પાર્ટીમાં તન, મન અને ધનથી મહેનત કરીએ છીએ. પણ જો સમય આપવા છતા હોદ્દા મળવાના ન હોય તો પાર્ટી પાછળ સમય બગાડવાનો કોઈ મતલબ નથી. વય મર્યાદાના નિયમની ભાજપમાં આંતરિક રોષ ભભૂકતા વયમર્યાદા સહિતની માર્ગદર્શિકામાં ફેરફાર કરવો પડે તેવી સ્થિતિ ઉદ્‌ભવી છે.
શિસ્તના નામે કાર્યકરો જાહેરમાં બોલી શકતા નથી, પણ ગર્ભિત ગણગણાટ
વિધાનસભા અને લોકસભાની ચુંટણીમાં પણ ૪૦ વર્ષનો નિયમ કરો
પ્રમુખની પસંદગીની પ્રક્રિયામાં ફોર્મ ભરવાની સુચના મળતાજ વિસનગર શહેરમાંથી મનિષભાઈ ગળીયા, રાજેન્દ્રભાઈ ગાંધી, ખુશાલભાઈ પટેલ, મોતિસિંહ પુરોહિત, પાર્થ પટેલ, કિન્નલ વ્યાસ, આશિષભાઈ પટેલ, પટેલ હાર્દિક વસંતા તથા જય બ્રહ્મભટ્ટ એમ કુલ ૯ ફોર્મ ભરાયા હતા. જ્યારે તાલુકા પ્રમુખ માટે મહેન્દ્રભાઈ ચૌધરી ગુંજાળા, જતિનભાઈ પટેલ, રવિ પટેલ યુવા મોરચો, વર્ષાબેન પટેલ હસનપુર, કિનલ પટેલ યુવા મોરચો ગણેશપુરા, મિતેશભાઈ પટેલ ભાન્ડુ, ગીરીશભાઈ ચૌધરી લક્ષ્મીપુરા ભાન્ડુ, મેહુલભાઈ પટેલ ભાન્ડુ સહિત ૧૪ ફોર્મ ભરાયા છે. જેમાં તાલુકામાંથી ૬ અને શહેરમાંથી બે ફોર્મ રદ થયા હોવાનુ જાણવા મળ્યુ છે. નોધપાત્ર બાબત છેકે હોદ્દો છોડવો કોઈને ગમતો નથી. છતા શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયાએ પાર્ટીની માર્ગદર્શિકામા આવતા હોય તેવા તમામ બુથ પ્રમુખોને ફોર્મ ભરવા સૂચન કરી ખેલદીલી દર્શાવી હતી. જોકે આ વખતે ૬૦ બુથે એક મંડલના નિયમ મુજબ શહેર અને તાલુકામાં થઈને કુલ ચાર મંડલ બને તેવી શક્યતા છે. વિસનગર શહેરમાં ૫૧ બુથ હોવાથી એકજ મંડલ બનશે જ્યારે તાલુકામાં ૧૮૩ બુથ હોવાથી ત્રણ મંડલ બનશે. એક મંડલમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહિતના ૧૬ હોદ્દેદારોની નિમણુંક થતી હોવાથી શહેર અને તાલુકામાં ચાર પ્રમુખ અને ૮ મહામંત્રીની નિમણુંક કરવામાં આવશે. તાલુકામાં ત્રણ મંડલ બને તેવી શક્યતાથી કુલ ૧૪ ફોર્મ ભરાયા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts