Select Page

સવાલા દરવાજામા બસ પાર્કિંગની વ્યવસ્થા શક્ય

સવાલા દરવાજામા બસ પાર્કિંગની વ્યવસ્થા શક્ય

બીન ઉપયોગી પીકઅપ સ્ટેન્ડ દૂર કરાય અને હોડીગ્સ સાઈડમાં કરાય તો

વિસનગરમા ટ્રાકીક સમસ્યાને લગતા પ્રચાર સાપ્તાહિકના અહેવાલો વાંચી હવે વાંચકો પણ આવકારદાયી સુચનો કરી રહ્યા છે. એક વાચકે દોરેલ ધ્યાન મુજબ સવાળા દરવાજા બસ સ્ટેન્ડની બાજુમા બીન ઉપયોગી પીકઅપ સ્ટેન્ડ દૂર કરવામા આવે અને હોડીંગ્સ સ્ટેન્ડ સાઈડ કરવામાઆવે તો સાઈડમા બસ ઉભી રહે તેટલી જગ્યા મળી શકે તેમ છે. બસ ઉભી હોય છે ત્યારે રેલીંગના કારણે સાઈડમાથી વાહન ઓવરટેક કરી શકતુ નથી. જેના કારણે ઘણી વખત જમાઈપરા નાળા સુધી અને ગોવિંદચકલા પટેલવાડી સુધી ટ્રાફીક જામ થાય છે.
વિસનગરમા આઈ.ટી.આઈ. બ્રીજનુ કામ બેથી અઢી વર્ષ સુધી ચાલવાનુ હોવાથી શહેરીજનો સહિત બાયપાસ થતા વાહનચાલકોને મુશ્કેલી પડે નહી તે માટે તંત્ર દ્વારા ઘણા નિર્ણયો લેવામા આવ્યા છે. નિર્ણય પ્રમાણે કામ કરતા હજુ બે માસ જેટલો સમય લાગે તેમ છે. સવાળા દરવાજા બસ સ્ટેન્ડ વિસ્તારમાં રોડ વચ્ચે રેલીંગ લગાવવાના કારણે કોઈ મોટુ વાહન જો ઉભુ રહે તો સાઈડમાંથી નાના વાહનો પસાર થઈ શકતા નથી. વિસનગર ડેપોમાંથી બહાર જતી તમામ બસ સવાળા દરવાજા પીકઅપ સ્ટેન્ડ આગળ ઉભી રહે છે. પેસેન્જરોની ભીડ હોય તો કેટલીક વખત બેથી ત્રણ મિનિટ બસ ઉભી રહી છે. આટલા સમયમાં તો જમાઈપરા ઠાકોરવાસ નાળા સુધી અને ગોવિંદચકલા પટેલવાડી સુધી વાહનોની કતારો લાગી જાય છે.જો સામટી બે-ત્રણ બસ હોય તો ટ્રાફીક જામ થઈ જાય છે. ટ્રાફીક જામના કારણે હરિહર સેવા મંડળ તરફથી આવતુ વાહન પટેલવાડી તરફના રોડ ઉપર ટર્ન લઈ નહી શકતા ફોર વ્હીલ વાહન ઉભુ રહે છે અને જેનો કારણે આ રોડ ઉપર પણ ટ્રાફીક જામ થઈ જાય છે.ગત રવિવારની સાંજે સવાળા દરવાજા બસ સ્ટેન્ડ આગળના ટ્રાફિકથી એમ.એન.કોલેજ રોડ ઉપર નવદુર્ગા ભાજીપાંઉ સુધી વાહનોની કતાર લાગી હતી.
શહેરની ટ્રાફીક સમસ્યાના અહેવાલો વાચી હવે પ્રચાર સાપ્તાહિકના વાંચકો પણ સુચન કરી રહ્યા છે. સવાળા દરવાજા બસસ્ટેન્ડ આગળ બસ ઉભી રહેવાના કારણે વારંવાર સર્જાતી ટ્રાફીક સમસ્યાનો નિવેડો આવે તેવુ એક વાચક દ્વારા સુચન કરવામા આવ્યુ છે. સવાળા દરવાજા બસ સ્ટેન્ડની બાજુમા મારવાડી શોરૂમની પાસે નાળાને અડીને લોખંડનુ એક પીકઅપ સ્ટેન્ડ છે. જે બીન ઉપયોગી છે. આ સ્ટેન્ડ દૂર કરવામા આવે અને હોડીગ્સ માટેનુ જે સ્ટેન્ડ ક્રોસમા લગાવવામા આવ્યુ છે. તે સ્ટેન્ડ નાળાને અડીને સીધુ ઉભુ કરવામા આવે તો એક નહી પણ બે બસ ઉભી રહે તેટલી જગ્યા મળે તેમ છે. બસ સ્ટેન્ડની આગળ અત્યારે બસ ઉભી રહેતી હોવાથી પાછળ બીજા વાહન ચાલકોને રાહ જોઈને ઉભુ રહેવુ પડે છે. લોખંડની રેલીંગના કારણે બસ નિકળે નહી ત્યાં સુધી પાછળ ઉભેલા વાહન ચાલકો આગળ જઈ શકતા નથી. બીન ઉપયોગી કાટ ખવાઈ ગયેલુ લોખંડનુ પીકઅપ સ્ટેન્ડ કાઢી નાખવામા આવે અને હોડીંગ્સનુ સ્ટેન્ડ પાછળ નાળાની બાજુ સીધુ લગાવવામા આવે તો બસને ઉભી રાખવા મોટી જગ્યા મળી રહે તેમ છે. સવાળા દરવાજા બસ સ્ટેન્ડ આગળ બસ ઉભી રહેવાથી ખુબ જ ટ્રાફીક થાય છે. ત્યારે તંત્રએ આ બાબતે વિચાર કરવો ખુબ જ જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts