Select Page

બુથ પ્રમુખોનો એકજ જવાબ-પાર્ટી તથા મંત્રીશ્રીનો નિર્ણય શિરોમાન્ય

બુથ પ્રમુખોનો એકજ જવાબ-પાર્ટી તથા મંત્રીશ્રીનો નિર્ણય શિરોમાન્ય

વિસનગર શહેર અને તાલુકા ભાજપ પ્રમુખ માટે સેન્સ લેવાઈ

  • તાલુકાના ૪ અને શહેરના બે પ્રમુખના દાવેદારના ફોર્મ રદ થયા

વિસનગર શહેર અને તાલુકા ભાજપ પ્રમુખ કોણ બનશે તેની છેલ્લા એક મહિનાથી ચર્ચાઓ ચાલી રહી છે. સંગઠનની રચના માટેની પ્રક્રિયામા પ્રમુખ માટે સેન્સ લેવાતા શહેર અને તાલુકાના બુથ પ્રમુખોનો એકજ અવાજ હતો કે પાર્ટી અને મંત્રીશ્રી ઋષિભાઈ પટેલ જે નિર્ણય લેશે તે શિરોમાન્ય રહેશે. ચુંટણી નિરિક્ષકોએ ફોર્મ ચકાસણી કરતા પ્રમુખના દાવેદારોમાથી તાલુકાના ૪ અને શહેરના બે ફોર્મ રદ થયા હતા. સંગઠનની રચનામાં અત્યારે ગુજરાતના ઘણા શહેરોમાં કાર્યકરોમા વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે કાર્યકરોને સાથે રાખીને કામ કરવાની મંત્રીશ્રી ઋષિભાઈ પટેલની નિતિથી વિસનગરમાં કોઈ વિવાદ વગર નવા સંગઠનની પ્રક્રિયા ચાલી રહી છે.
વિસનગર શહેર અને તાલુકા ભાજપ પ્રમુખની દાવેદારીના મહેસાણા કમલમ ફોર્મ રજુ કરાયા બાદ જીલ્લા ચુંટણી નિરિક્ષક વડોદરાના પુર્વ મેયર ભરત ડાંગર તથા સહ નિરિક્ષક શૈલેષભાઈ પટેલની ઉપસ્થિતિમા તા.૧૭-૧૨-૨૦૨૪ના રોજ પંચશીલમા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સવારના સેશનમાં શહેરના તમામ બુથ પ્રમુખોની સેન્સ લેવામાં આવી હતી. જોકે મિટીંગ પહેલાજ પંચશીલમા ઉપસ્થિત બુથ પ્રમુખોને શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયાએ પોતે ઉમેદવારીમા નથી અને મારી કોઈએ સેન્સ રાખવી નહી તેવુ સ્પષ્ટ જણાવી દીધુ હતુ. ઉપરોક્ત કોઈપણ પ્રકારના વિવાદમા પડ્યા વગર પાર્ટી અને મંત્રીશ્રી ઋષિભાઈ પટેલ નિર્ણય લે તે પાર્ટી સર્વ સંમતીથી સ્વિકારવા પણ શહેર ભાજપ પ્રમુખે સુચન કર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. સેન્સ પ્રક્રિયામા સંગઠનના પ્રમુખ, મહામંત્રી તથા ઉમેદવારો અપેક્ષીત નહી હોવાથી આ તમામ કાર્યકરો મિટીંગ હોલની બહાર હતા. ચુંટણી નિરિક્ષકોએ બુથ પ્રમુખોને પ્રમુખના દાવેદારોનુ નામ સુચવવાનુ જણાવતા તમામનો એકજ જવાબ રહ્યો હતો કે, પાર્ટી તથા મંત્રીશ્રી ઋષિભાઈ પટેલ જે નિર્ણય કરશે તે સર્વ સંમતીથી સ્વિકાર્ય રહેશે. ઉંમર મર્યાદાના કારણે મનિષભાઈ ગળીયા તથા બે વખત સક્રીય સભ્ય નહી હોવાથી મોતીસિંહ પુરોહિતનુ ફોર્મ રદ થયુ હતુ. જ્યારે રાજેન્દ્રભાઈ ગાંધી, મહામંત્રી ખુશાલ પટેલ, પાર્થ પટેલ, કિન્નલ વ્યાસ, આશિષ પટેલ, હાર્દિક વસંતા તથા જય બ્રહ્મભટ્ટ હવે પ્રમુખની હોડમાં છે.
તાલુકા પ્રમુખની દાવેદારીમા મહેન્દ્રભાઈ ચૌધરી, રવિ પટેલ, મુકેશભાઈ પટેલ તથા કનુભા ઝાલાના ફોર્મ રદ થયા હતા. જ્યારે કિન્નલ પટેલ ગણેશપુરા, જતિન પટેલ કંસારાકુઈ, ગણેશ પટેલ સુંશી, ગીરીશભાઈ ચૌધરી ભાન્ડુ લક્ષ્મીપુરા, મિતેષ પટેલ ભાન્ડુ, નરેન્દ્ર ઠાકોર કમાણા, મેહુલ પટેલ ઉદલપુર, વિજય પટેલ કાંસા તથા અન્ય ત્રણ પ્રમુખની દાવેદારીની હોડમાં છે.
વિસનગર શહેર અને તાલુકા ભાજપ સંગઠનની પ્રક્રિયામા અગાઉ કેટલાય વિવાદો જોવા મળ્યા છે. ગુજરાતના અન્ય શહેરોમાં પણ સંગઠનની રચનાના વિવાદો થઈ રહ્યા છે. પરંતુ મંત્રીશ્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમા પ્રમુખ મનિષભાઈ ગળીયા, મહામંત્રી ખુશાલભાઈ પટેલ, રણછોડભાઈ તથા તાલુકા પ્રમુખ સતિષભાઈ પટેલ, મહામંત્રી મહેશભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ ચૌધરી બુથ પ્રમુખો અને કાર્યકરોને સાથે લઈને ચાલતા કોઈપણ વિવાદ વગર સંગઠનની પ્રક્રિયા શાંતિપુર્વક ચાલી રહી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts