Select Page

અંબિકા, આશીષ અને ગાયત્રીનગર સોસાયટીની મહિલાઓએ વિસનગર પાલિકામાં પાણી અને સ્વચ્છતા મુદ્દે હોબાળો મચાવ્યો

અંબિકા, આશીષ અને ગાયત્રીનગર સોસાયટીની મહિલાઓએ વિસનગર પાલિકામાં પાણી અને સ્વચ્છતા મુદ્દે હોબાળો મચાવ્યો

પાણી અને સ્વચ્છતાની સમસ્યા વિસનગર માટે કાયમી બની ગઈ છે. સાત દિવસથી પીવાનુ પાણી નહી મળતા અને છ મહિનાથી નિયમિત સફાઈ નહી થતા મહેસાણા રોડની ત્રણ સોસાયટીના મહિલાઓએ પાલિકા ગજવી હતી. પાલિકા હાય હાયના છાજીયા લઈ કથળેલી વ્યવસ્થા સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સમસ્યાઓનો નિકાલ કરવામા નહી આવે તો મંત્રીશ્રી ઋષિભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરવા મહિલાઓએ ચીમકી આપી હતી.
વિસનગરમા તા.૧પથી ર૧ ડીસેમ્બર સુધીના સાત દિવસમા પાંચ દિવસ પાણી કાપ રહેતા શહેરમા હાહાકાર મચી ગયો હતો. તા.રર-૧રના દિવસે પાણી શરૂ ત્યારે કૃષ્ણનગર સંપની લાઈનમાં ગટરનુ પાણી મીક્ષ થવાથી લાઈન બંધ કરવામા આવતા અંબિકા, આશીષ અને ગાયત્રીનગર સોસાયટીમા સતત સાત દિવસ સુધી પીવાનુ પાણી નહી મળતા ધીરજ ગુમાવનાર મહિલાઓ પાલિકામા આવી ભારે હોબાળો કર્યો હતો. મહિલાઓનો રોષ હતો કે અઠવાડીયાથી પાણી મળ્યુ નથી ત્યારે ત્રણ સોસાયટી વચ્ચે એક દિવસ ફક્ત બે ટેન્કર પાણી આપવામા આવ્યુ હતુ. ત્રણ સોસાયટીઓ વચ્ચે બે ટેન્કર પાણી કયાથી ચાલે. રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા હાય હાયના છાજીયા લીધા હતા. છ મહિનાથી સ્વચ્છતાની સેવા કથળી હોવાની પણ મહિલાઓની રજુઆત હતી. મહિનામા બે થી ત્રણ દિવસ જ સફાઈ કામદાર આવે છે અને સફાઈ કામદારો ઉધ્ધત જવાબો આપતા હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો. ચુંટણી સમયે મત આપીએ છીએ અને સમયસર વેરા ભરીએ છીએ. છતા પાલિકાની રોજીંદી સેવાઓ મળતી નહી હોવાથી નારાજગી હતી. ત્રણ સોસાયટીની મહિલાઓ આવી હોવા છતા પ્રમુખ હાજર નહી રહેતા તેનો પણ રોષ વ્યક્ત કર્યો હતો. શહેરીજનોની સમસ્યા સાંભળવા માટે કોઈ હાજર નહી રહેતા કે સમસ્યાનો નિકાલ કરવાની કોઈ દરકાર નહી કરતા મહિલાઓએ મંત્રીશ્રી ઋષિભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરવા જણાવ્યુ હતુ.
મહિલાઓની રજૂઆત સાંભળવા માટે એક માત્ર સ્વચ્છતા ચેરમેન જગદીશભાઈ પટેલ પાલિકામા દોડી આવ્યા હતા. જેમણે કૃષ્ણનગરથી બામણચાયડા પાઈપ લાઈન જોઈન્ટ બાદ બીજા દિવસે પુરતા પ્રમાણમાં પાણીઆપવા આશ્વાસન આપ્યુ હતુ. જ્યારે નિયમિત સફાઈ કામદારની વ્યવસ્થા કરવા ચેરમેને જણાવ્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts