Select Page

કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે વિકાસ કામોની સમિક્ષા કરી

કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે વિકાસ કામોની સમિક્ષા કરી

કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે વિકાસ કામોની સમિક્ષા કરી
વિસનગર ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે ગત રવિવારના રોજ નવિન તાલુકા પંચાયત ભવન, નગરપાલિકા ભવન, સિવિલ હોસ્પિટલ તથા એમ.એન. કોલેજની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને સરકારના કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલા વિકાસકામોનું નિરિક્ષણ કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી સુચનો કર્યા હતા. વધુમાં મંત્રીશ્રીએ તમામ કોન્ટ્રાક્ટરોને વિકાસકામો ઝડપી પુર્ણ કરવા તાકીદ પણ કરી હતી.
વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગુજરાત સરકારમાં કેબિનેટમંત્રી બન્યા પછી તેઓ રાજ્યના નાગરિકોની સાથે સાથે વિસનગરની જનતાની પણ ચિંતા કરી રહ્યા છે. જેના કારણે તેઓ સરકારની જવાબદારી વચ્ચે પણ સમય ફાળવી અવાર નવાર વિસનગરની મુલાકાત લે છે. જેમાં મંત્રી ઋષિભાઈ પટેલે ગત રવિવારના રોજ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલ તાલુકા પંચાયત ભવન, નગરપાલિકા ભવન, સિવિલ હોસ્પિટલ તથા એમ.એન.કોલેજની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને તાલુકા પંચાયત ભવન અને નગરપાલિકા ભવનમાં આધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ તથા અરજદારોની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ તથા સભાખંડ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જ્યારે સિવિલ હોસ્પિટલની મુલાકાતમાં મંત્રીશ્રીએ દર્દીઓને અપાતી તબીબી સારવાર અને સુવિધા બાબતે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડા.પારૂલબેન પટેલ સાથે ચર્ચા કરી હતી. જેમાં ખાસ કરીને તેમને જર્જરીત ધોબીઘાટ, સ્ટાફ ક્વાર્ટર તથા સુપ્રિટેન્ડેન્ટ નિવાસસ્થાનનુ નિરિક્ષણ કરી તેનુ નવનિર્માણ કરવાની કાર્યવાહી કરવા સુચન કર્યુ હતુ. આ સાથે કોન્ટ્રાક્ટરને સિવિલ હોસ્પિટલના નવિન બિલ્ડીંગનુ તા.૧-૫-૨૦૨૫ના રોજ લોકાર્પણ કરી શકાય તે પ્રમાણે કામ ઝડપી પુર્ણ કરવા તાકીદ કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ એમ.એન.કોલેજની મુલાકાત લીધી હતી. એમ.એન.કોલેજની મુલાકાત દરમ્યાન દરેક ક્લાસ ડિજિટલ બનાવવા ઉપરાંત રૂા.૨૫૦ કરોડથી પણ વધારે ખર્ચ કરી વલ્લભ વિદ્યાનગર જેવી ઉત્તર ગુજરાતની શ્રેષ્ઠ કોલેજ બને તેવી ચર્ચા કરી હતી. કોલેજમાં રાત્રે ૧૧-૦૦ કલાક સુધી શહેરના તમામ જ્ઞાતિના ૪૦૦ ઉપરાંત વિદ્યાર્થી વાંચન કરી શકે તે માટે નવી લાયબ્રેરીની પણ સમીક્ષા કરી હતી.
કેબિનેટમંત્રીની ઋષિભાઈ પટેલની આ મુલાકાત દરમિયાન પ્રાન્ત અધિકારી દેવાંગ રાઠોડ, પાલિકા ચિફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયા, તાલુકા પ્રમુખ સતિષભાઈ પટેલ, સિવિલની રોગ કલ્યાણ સમિતિના સભ્ય ઈશ્વરલાલ પટેલ (નેતા), સામાજીક કાર્યકર બાબુભાઈ વાસણવાળા, તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી (ગુંજાળા), માર્ગ મકાન વિભાગના અધિકારી ડી.આર.પટેલ સહિત જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા.

કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે વિકાસ કામોની સમિક્ષા કરી

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts