Select Page

ખેતી અને પશુપાલન કરનાર પગભર બને તે માટે સતત ચિંતિત જશુભાઈ પટેલના પ્રયત્નોથી વધુ એક ખેડૂતલક્ષી સંસ્થાનો ઉદય

ખેતી અને પશુપાલન કરનાર પગભર બને તે માટે સતત ચિંતિત જશુભાઈ પટેલના પ્રયત્નોથી વધુ એક ખેડૂતલક્ષી સંસ્થાનો ઉદય

ગ્રામિણ જીવનને ધબકતુ રાખવુ હોય તો ખેતી અને પશુપાલનને પ્રોત્સાહન આપવુજ રહ્યુ. વિસનગર ભાજપના આગેવાન કાંસાના જશુભાઈ પટેલ ખેતી અને પશુપાલન કરનાર લોકોને પુરતી સુવિધા મળે તેમજ આર્થિક સક્ષમ બને તે માટે સતત ચિંતિત તથા પ્રયત્નશીલ રહે છે. જેમના પ્રયત્નોથી કાંસામાં વધુ એક ખેડૂતલક્ષી સંસ્થા શ્રી કાંસા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી લી. સંસ્થાનો ઉદય થયો છે. આ સંસ્થામાં જોડાયેલા ખેડૂતો પોતાના ઉત્પાદનનુ શોર્ટીંગ, પેકેજીંગ, લેબલીંગ કરીને બજારમાં ઉંચો ભાવ મેળવી પગભર બનશે.
ભારત સરકારનો સહકાર વિભાગ ખેડૂતો આત્મનિર્ભર બને તથા આવક બમણી કરે તેવા હેતુથી નેશનલ કો.ઓપ.ડેવલોપમેન્ટ કોર્પોરેશન NCDC ન્યુ દિલ્હી તથા નાબાર્ડ ન્યુ દિલ્હીના સહયોગથી ભારત ભરના ગ્રામીણ વિસ્તારોમાં FPO બનાવવામાં આવી રહ્યા છે. વિસનગર ભાજપના અગ્રણી સહકારી શ્રેષ્ઠી કાંસાના જશુભાઈ પટેલ ખેડૂતો અને પશુપાલકોના હિત માટે હંમેશા જાગૃત, ચિંતિત તથા તત્પર રહેતા હોવાથી, કાંસાના ખેડૂતો પણ દેશના અન્ય ખેડૂતોની હરોળમાં ઉભા રહી શકે તથા પગભર બની શક તે માટે સરકારની આ યોજનામા શ્રી કાંસા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી લી.ની સ્થાપના કરતા તા.૮-૧-૨૦૨૫ ને બુધવારના રોજ કાંસા અંબાજી મંદિરમાં શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખેડૂતોની આ સંસ્થાનો ઉદ્‌ઘાટન કાર્યક્રમ ઇફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ખાસ કરીને ખેડૂતોના હિત માટે સ્થાપના કરવામાં આવેલ આ સંસ્થા કાર્યરત થતાં ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં વિષ્ણુભાઈ પટેલ મેનેજર ડિસ્ટ્રીકટ બેંક, અશોકભાઈ ચૌેધરી ચેરમેન દૂધ સાગર ડેરી, બ્લડ બેંકના ચેરમેન અને અંતિમ વિસામો ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પટેલ આર કે., કાન્તિભાઈ પટેલ ઉપપ્રમુખ, સહકાર ભારતી રાહુલ પાટીલ ડી.ડી.એમ. નાબાર્ડ, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન વણકર, દૂધ સાગર ડેરીના ડિરેક્ટર એલ.કે.પટેલ, એપીએમસીના ડિરેક્ટર નટુભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય અંકિતભાઈ પટેલ વિગેરે અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાંસામાં શરૂ થયેલ આ નવીન સંસ્થાના શુભારંભ પ્રસંગે શ્રી કાંસા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી લી.કાંસાના પ્રમુખ જશુભાઇ પટેલે મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કર્યું હતું.અને પોતાના પ્રવચનમાં ખેડૂતો માટે આ સંસ્થા કેવા પ્રકારની કામગીરી કરશે જેની વિગતે વાત કરી હતી. વધુ માં તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થા માં કુલ ૪૬૦ ખેડૂત જોડાયેલ છે જેમના ૯ લાખ ના ફાળા સામે સરકાર ના નાબાર્ડ વિભાગ દ્વારા ૯,૬૦,૦૦૦ ની સહાય ઉપરાંત, ફર્નિચર માટે રૂા.૧ લાખની સહાય, ત્રણ વર્ષ સુધી સંસ્થાના મકાન ભાડું તેમજ કર્મચારીઓનો પગાર પણ આપવામાં આવનાર છે.
નાબાર્ડના ડી.ડી.એમ. રાહુલ પાટીલે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ખેડૂતોના સંગઠનને એકત્ર કરી દેશમાં ૧૦,૦૦૦ જેટલા FPO બનાવવાનો સરકારનો લક્ષ્યાંક છે. જેમાં કો.ઓપરેટિવ તેમજ બીજા કંપની બેઝ હ્લર્ઁં બનાવવામાં આવનાર છે. અહી કાંસા ખાતે કંપની બેઝ હ્લર્ઁં નુ ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા આવા કર્ ને ૫ વર્ષ સુધી પૂરો સપોર્ટ આપવામાં આવશે. ખેડૂત પોતાનું ઉત્પાદન શોર્ટિંગ, પેકેજીંગ, લેબલીંગ કરી ઊંચો ભાવ મેળવી સારી આવક મેળવી શકશે. આ માટે સરકાર દ્વારા તાલીમ, વેચાણ વગેરે માટે પૂરતો સહકાર મળશે.ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ખેડૂતોને આર્થિક મદદરૂપ થવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ અમિતભાઈ શાહ દ્વારા સહકારી વિભાગ શરૂ કરવા બદલ અભિનંદન આપ્યા હતા. વધુમાં જણાવ્યુ હતું કે, સહકારી વિભાગ શરૂ કરવાથી સહકારી સંસ્થાઓ કામ કરતી બની છે અને લોકો એનો લાભ લઈ રહ્યા છે. આખા દેશમાં એક સરખો લાભ મળે એ માટે સરકારે ચિંતા કરી આ વિભાગ શરૂ કર્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us