Select Page

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વડનગરમાં મ્યુઝિયમનું ઉદ્‌ઘાટન કરાયુ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વડનગરમાં મ્યુઝિયમનું ઉદ્‌ઘાટન કરાયુ
  • રૂા.૨૯૮ કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ ત્રણ માળનું મ્યુઝિયમ લગભગ ૧૨,૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે

મહેસાણા,
ભારતના ગૌરવશાળી ઇતિહાસને નજીકથી જોવા અને અનુભવવા માટે એક નવી દિશા ખુલી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વડનગરમાં ભારતનું પ્રથમ ‘આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી જ્યારે ગુંજા હેલીપેડ ઉપર ઉતર્યા ત્યારે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતુ.
આ મ્યુઝિયમ વડનગરની ૨૫૦૦ વર્ષથી વધુ જૂની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસને પ્રદર્શિત કરે છે. અહીં ખોદકામ દરમિયાન મળેલા હજારો વર્ષ જૂના અવશેષો, કલાકૃતિઓ અને સાધનોને અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મ્યુઝિયમમાં પ્રવેશતાની સાથે જ દર્શકો વડનગરના ઇતિહાસ સમયની યાત્રા કરતાં હોય એવો અનુભવ કરશે.
આ મ્યુઝિયમની વિશેષતા એ છે કે અહીં દર્શકો માત્ર જોઈ શકતા નથી પરંતુ સ્પર્શ કરીને પણ ઇતિહાસને અનુભવી શકશે. મ્યુઝિયમમાં ઓડિયો-વિઝ્યુઅલ પ્રદર્શનો, ઇન્ટરેક્ટિવ ગેમ્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે દર્શકો માટે ઇતિહાસને સમજવું અને માણવું વધુ સરળ બન્યું છે.
આ મ્યુઝિયમના નિર્માણથી વડનગર માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક મહત્વનું પ્રવાસન સ્થળ બનશે. આ મ્યુઝિયમ દ્વારા આપણા ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસને નવી પેઢી સમક્ષ રજૂ કરવામાં આવશે. આ મ્યુઝિયમ વડનગરના ઇતિહાસને દુનિયા સમક્ષ રજૂ કરશે અને આપણા દેશની સમૃદ્ધ સંસ્કૃતિને નવી પેઢી સમક્ષ પહોંચાડશે.
આ મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની કલાઓ, શિલ્પો અને ભાષાને પ્રદર્શિત કરતી ૯ થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે. એકવીસમી સદીના આરંભે વડનગરમાં થયેલા ખોદકામમાં આઇઆઇટી ખડગપુર, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા અને અન્ય સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ માનવ વસાહતના પુરાવા શોધ્યા છે, જે હવે મ્યુઝિયમના મુખ્ય આકર્ષણ તરીકે પ્રસ્તુત થશે.
આ ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનો ઉદ્દેશ્ય અહીં ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા પુરાતત્વીય પદાર્થો મારફતે વડનગરના બહુસ્તરીય સાંસ્કૃતિક ઇતિહાસને ઉજાગર કરવાનો અને ૨૫૦૦ વર્ષોથી પણ વધુ સમયથી આ શહેરમાં થતી રહેલી માનવ ઉત્ક્રાંતિને પ્રદર્શિત કરવાનો છે. આ મ્યુઝિયમને પુલ મારફતે ખોદકામની લાઇવ સાઇટ સાથે જોડવામાં આવ્યું છે. રૂા.૨૯૮ કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ ગ્રાઉન્ડ ફ્લોર સાથે ત્રણ માળનું મ્યુઝિયમ લગભગ ૧૨,૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.
આ મ્યુઝિયમના મકાનમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી ૫૦૦૦થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જે વડનગરના ૨૫૦૦ વર્ષના ઇતિહાસ અને તેના પ્રાચીન જ્ઞાનના ભંડારને ઉજાગર કરે છે. ઑડિયો-વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો સાથે, આ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઇતિહાસ અને સંસ્કૃતિના શોખીનો માટે એક ખાસ ભેટ છે.
પ્રવાસીઓને વડનગરના પુરાતત્વીય ખોદકામમાંથી મળેલા અવશેષોનો અનુભવ પૂરો પાડવા માટે એક કાયમી શેડ બનાવવામાં આવ્યો છે તેમજ અન્ય પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની, કલાઓ, શિલ્પો અને આ વિસ્તારની ભાષાને પ્રદર્શિત કરતી ૯ થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે આ મ્યુઝિયમ વડનગરના ઇતિહાસને દુનિયા સમક્ષ રજૂ કરશે અને આપણા દેશની સમૃદ્ધ સંસ્કૃતિને નવી પેઢી સમક્ષ પહોંચાડશે. તેમણે આ મ્યુઝિયમના નિર્માણ માટે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us