
ખેરાલુ પાલિકામાં ભાજપે ચાર સિવાય તમામ નવા ઉમેદવારોને મેન્ડેટ આપ્યા

- ભાજપ-કોંગ્રેસના મેન્ડેટ જાહેર થયા
ખેરાલુ નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થાય તેવુ લાગે છે. ખેરાલુ પાલિકાના છ વોર્ડમાં સૌથી વધુ રસાકસી વોર્ડ નં.૧,૩ અને ૪માં રહેવાની છે. ત્રણે વોર્ડમાં ભાજપ-કોંગ્રેસના જે ઉમેદવાર જીતશે તે પાળતી બહુમતી સાથે જીતશે. ભાજપે તમામ વોર્ડના મેન્ડેટ જાહેર કર્યા. જેમાં ત્રણ સભ્યોને રિપીટ કર્યા. જ્યારે એક સભ્યની પત્નિને ટીકીટ આપી છે. ભાજપે આ વખતે પહેલીવાર ભાજપ સમર્પિત જુના કાર્યકરોને ટીકીટ આપતા ખેરાલુ શહેરમાં ભાજપી વર્તુળોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કોંગ્રેસ દ્વારા વોર્ડનં.૧,૩ અને ૪માં કાંટાની ટક્કર આપે તેવા ઉમેદવારો ઉભા કર્યા છે.
ખેરાલુમાં ભાજપે જાહેર કરેલ ઉમેદવારો :- વોર્ડ નં.૧- (૧) સવિતાબેન નવિનચંદ્ર પરમાર (૨) હીરાબેન ભગુભાઈ ચૌધરી (૩) અશોકજી કચરાજી ઠાકોર (૪) શુભમ અશોકભાઈ પટેલ વોર્ડ નં.૨ – (૧) માહિનીબેન વિશાલભાઈ પંડ્યા (૨) ગાયત્રીબેન હર્ષદભાઈ જનસારી (૩) ચેતનજી જવાનજી ઠાકોર (૪) પ્રદીપભાઈ માધુભાઈ રામનાણી વોર્ડ નં.૩- (૧) એક્તાબેન રિક્વેશભાઈ દેસાઈ (૨) ગીતાબેન વિક્રમભાઈ પટેલ (૩) સુભાષભાઈ જીવરાજભાઈ દેસાઈ (૪) હાર્દિકભાઈ મસોતભાઈ દેસાઈ વોર્ડ નં.૪- (૧) મંજુલાબેન કનુભાઈ દેસાઈ(૨) વંદનાબેન રાકેશભાઈ દેસાઈ (૩) હિતેશભાઈ માધુભાઈ ચૌધરી (૪) મંજીતભાઈ ગણપતભાઈ પ્રજાપતિ વોર્ડ નં.૫-(૧) આશાબેન ગોવિંદભાઈ પ્રજાપતિ (૨) પીન્કીબેન જીજ્ઞેશભાઈ ઠાકોર (૩) રાજેન્દ્રભાઈ ડાહ્યાભાઈ સથવારા (૪) વિમલભાઈ મહેશભાઈ સથવારા વોર્ડ નં.૬- માં આ સમાચાર લખાય છે ત્યાં સુધી ઉમેદવાર જાહેર કર્યા નથી પરંતુ ભાજપ સમર્થિત અપક્ષ પેનલ જાહેર થાય તેવી શક્યતા જોવા મળે છે.
ખેરાલુમાં કોંગ્રેસ દ્વારા જાહેર કરેલ ઉમેદવારો :- વોર્ડ નં.૧- કેશુભાઈ હેમરાજભાઈ પટેલ (૨) છગનભાઈ રામજીભાઈ ચૌધરી (૩) વસંતીબેન અશ્વીનજી ઠાકોર (૪) જશોદાબેન સુરેશભાઈ પરમાર વોર્ડ નં.૨- (૧) આકાશકુમાર અશોકભાઈ આસનાણી (૨) રાજેશકુમાર કનૈયાલાલ સથવારા (૩) લીલાબેન લક્ષ્મણભાઈ ડોડીયા (૪) ભાવનાબેન મુકેશભાઈ લીમ્બાચીયા વોર્ડ નં.૩-(૧) વિજયકુમાર ધનજીભાઈ દેસાઈ (૨) રક્ષાબેન (લીલાબેન) પ્રકાશભાઈ દેસાઈ (૩) ઉમરફારૂક પીરુભાઈ સિંધી (૪) રૂકસાનાબાનું રસુલભાઈ સમા વોર્ડ નં.૪ – (૧) મુકેશભાઈ મોંઘજીભાઈ દેસાઈ (૨) અકબરમીયાં આદમખાન બહેલીમ (૩) પાર્વતીબેન જનકભાઈ દેસાઈ (૪) ડિમ્પલબેન અશ્વિનભાઈ દેસાઈ વોર્ડ નં.૫- (૧) અશ્વિનભાઈ શિવલાલ બ્રહ્મભટ્ટ (૨) સરોજબેન ઈશ્વરભાઈ સથવારા (૩) દિનેશજી કુંવરજી ઠાકોર (૪) રિઝવાનબાનું પરવેજખાન સિન્ધી
ખેરાલુ નગરપાલિકની ચુંટણીમાં પ્રથમ ટર્મમાં સામાન્ય મહિલા પ્રમુખ હોવાથી કોણ પ્રમુખ બનશે તેવી ચર્ચાઓ શરુ થઈ છે. ધારાસભ્ય ચૌધરી સમાજના હોવાથી ખેરાલુ પાલિકાના મહિલા પ્રમુખ તરીકે ઈતર કોમના આશાબેન ગોવિંદભાઈ પ્રજાપતિનું નામ ચર્ચાઈ રહ્યુ છે.