
ગોવિંદ ચકલા પાટીદાર સમાજ સંકુલનું ભવ્ય ઉદ્ઘાટન કરાયુ

બહેન દિકરીઓ તથા દાતાઓનું સન્માન, નવચંડી યજ્ઞ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે
- રૂા.૧૭,૫૫,૦૦૧ માતબર દાન આપી જશવંતભાઈ ઈશ્વરલાલ પટેલ હસ્તે લાલભાઈ પટેલ જ્વેલર્સ સમારંભના મુખ્ય યજમાનનો લાભ લીધો
વિસનગર શહેરના તથા શહેરની તમામ સંસ્થાઓના વિકાસમા ગોવિંદ ચકલા પાટીદાર સમાજનુ ખુબજ મોટુ યોગદાન છે. આ સમાજના અનેક આગેવાનોએ વિવિધ ક્ષેત્રે સફળ સુકાન સંભાળ્યુ છે. વિકાસની વાત હોય ત્યારે સમાજ હંમેશા એક થઈને આગળ આવ્યો છે. ગોવિંદ ચકલા પાટીદાર સમાજની એક્તાથી એમ.એન.કોલેજ રોડ ઉપર બ્લડ બેંકની સામે આવેલ ઉકરડાવાળી જગ્યા હવે શ્રી ગોવિંદ ચકલા પાટીદાર સમાજ સંકુલના નામથી ઓળખાશે. ગોવિંદ ચકલા સમાજના પ્રમુખ બાબુભાઈ વાસણવાળાના નેતૃત્વમાં સમાજના અગ્રણીઓના માર્ગદર્શનમા તેમજ સમાજની યુવા ટીમની ભારે જહેમતથી સંકુલના ઉદ્ઘાટનનો બે દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
વિસનગર ગોવિંદચકલા પાટીદાર સમાજ સંકુલની તા.૨૫/૧ શનિવાર તથા ૨૬/૧ રવિવાર એમ બે દિવસનો ભવ્ય ઉદ્ઘાટન મહોત્સવ યોજાયો હતો. જેમાં તા.૨૫/૧ના રોજ બપોરે સમારંભના મુખ્ય યજમાન પટેલ જ્વેલર્સવાળા લાલાભાઈ જશુભાઈ ઈશ્વરદાસના નિવાસ્થાનેથી શોભાયાત્રા સાથે મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સમાજની બહેન- દિકરીઓને પણ આમંત્રીત કરી તેડાવી હોવાથી આ કુવાસીઓ સાથે સમાજના લોકો જોડાતા મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં શોભાયાત્રા ધરોઈ કોલોની રોડ, ગોવિંદ ચકલા, પટેલ નગર, ઉમિયાનગર, ગાયત્રી, અંબિકા, આશિષ સોસાયટીમાંથી આદર્શ વિદ્યાલય કાળકા માતાનુ મંદિર, સવાલા દરવાજા, ફરીને સંકુલમાં આવી હતી. બહેનો માથે બેડા, જવેરા લઈ ડી.જેના તાલે નિકળેલી શોભાયાત્રા સંકુલમાં નવદુર્ગા ભાજીપાઉં સામેના ગેટથી સંકુલમાં નવચંડી હવનની યજ્ઞશાળામાં પ્રવેશી હતી. શોભાયાત્રા બાદ સાંજે ૫-૦૦ કલાકે દાતાઓનું સન્માન અને રાત્રે ભવ્ય રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. તા.૨૫/૧ના સ્વાગત કાર્યક્રમમાં નૂતન કેળવણી મંડળના પ્રમુખ પ્રકાશભાઈ પટેલના વરદ હસ્તે દાતાશ્રીઓનું સન્માન કરેલ, પ્રકાશભાઈએ પોતાના પ્રવચનમાં છ પોળો અને તેની એક્તા અને સમાજની શિક્ષણ થકી વિકાસની વાતો કરેલ. સ્વાગત પ્રવચન નાથાભાઈ પટેલે કરેલ અને દાતાશ્રીઓનું સન્માન પૂર્વ ટ્રસ્ટ પ્રમુખ ચંદ્રકાન્તભાઈ વકીલના હસ્તે કરવામાં આવેલ. આભાર દર્શન રમેશભાઈ સાયકલવાળાએ કરેલ.
સંકુલમાં બે દિવસના ઉદ્ઘાટન પ્રસંગે બીજા દિવસે ૪૧ કુંડી નવચંડી મહાયજ્ઞમાં સમાજના ૧૦૮ પરિવારો યજ્ઞના આચાર્ય ભાર્ગવભાઈ ભટ્ટના મંત્રોચ્ચાર સાથે પુજા વિધિ કરી હતી. સાંજે ૫-૦૦ કલાકે બહેન દિકરીઓનું સ્વાગત તથા દાતાઓના સન્માન કાર્યક્રમમાં સમારંભના પ્રમુખ આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ, મુખ્ય મહેમાન ધારાસભ્ય તેમજ ઉંઝા સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મનિષભાઈ ગળીયા, તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ, વિસનગર તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર વિગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની સાકરતુલા કરી ભારોભાર સન્માન કરવામાં આવ્યુ હતુ. ગોવિંદ ચકલા પાટીદાર સમાજ સંકુલના પ્રમુખ બાબુભાઈ વાસણવાળાએ સ્વાગત પ્રવચન કરી આ જગ્યા માટે સંઘર્ષ કરતા વડીલો દશરથભાઈ હરગોવનદાસ પટેલની ટીમને બીરદાવી હતી. જગ્યાના સંપાદન સુધીની કાર્યવાહીમા આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ સાથે સતત સંપર્કમાં રહી સિંહ ફાળો આપનાર કમલેશભાઈ જીવાભાઈ પટલેની નિઃસ્વાર્થ સેવાઓને બિરદાવી હતી. મોર પીંછાથી રળીયામણો લાગે તેમ સંસ્થાના પ્રમુખ તેમના હાથ નીચેની કારોબારીની મહેનતથીજ સફળ થાય.સમાજના પ્રમુખ બાબુભાઈ વાસણવાળાએ તેમના પ્રવચનમાં ખડેપગે ઉભી રહી ૬૦ દિવસમાં ટાર્ગેટ પ્રમાણે બાંધકામ પુર્ણ કરનાર ભાવેશભાઈ પટેલ શ્રીજી બુલીયન અને તેમની ટીમ હિરેનભાઈ (કાલુ) પટેલ (ચોક્સી), શિવાભાઈ પટેલની કામગીરી બિરદાવી હતી. બે દિવસના કાર્યક્રમને ચાર ચાંદ લગાવનાર મંડળ કમિટિ, ભોજન કમિટિ, યજ્ઞ કમિટિ, પ્રચાર પ્રસાર કમિટિ, સ્ટેજ કમિટિ, સાંસ્કૃતિક કાર્યક્રમ કમિટિ, બાંધકામ કમિટિ, નવદુર્ગા ભાજીપાઉંની ટીમ, સમાજની પીરસનાર બહેનો અને ખાસ કરીને ભરતભાઈ આરતીએ કરેલ કામગીરી વિગેરે સમાજના અને કાર્યક્રમના સેવકોને નામ જોગ યાદ કરીને બિરદાવ્યા હતા. આ ઉપરાંત પાલિકા સભ્ય જગદીશભાઈ પટેલ, આર.ડી.પટેલ, રૂપલભાઈ પટેલ,પુર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, પુર્વ સભ્ય જશુભાઈ પટેલ, પાલિકા પુર્વ પ્રમખ સ્વ. ગીરીશભાઈ પટેલ, દિલીપભાઈ ટનાટન, ભરતભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ સુરતી, ભગુભાઈ પટેલ (યુ.એસ.એ.), જયંતિભાઈ પટેલ (યુ.એસ.એ.), રાકેશ પટેલ, સત્યમ પટેલ, નિલેષ પટેલ વિગેરે કાર્યકરોની સેવાઓ બિરદાવી હતી. સમારંભના મુખ્ય યજમાન જશવંતભાઈ ઈશ્વરભાઈ પટેલ હસ્તે. લાલભાઈ પટેલ જ્વેલર્સ, રાજુભાઈ પટેલ આર.કે., ભોજન દાતા જીવાભાઈ જોરદાસ પટેલ અનેે અનિલભાઈ પટેલ હેપ્પી, ગુરૂશ્રી રણછોડદાસ મહારાજ ગોવિંદચકલા અંબાજી પગપાળા સંઘ, સ્વ. કિષ્ણાબેન ભગવાનભાઈ અંબારામદાસ પટેલ હસ્તે. ભાવેશભાઈ શ્રીજી બુલીયન, શ્રીમતી ભીખીબેન ઈશ્વરભાઈ બીરલા (યુ.એસ.એ.), નટુભાઈ પરષોત્તમભાઈ પટેલ બેન્કર, હસ્તે હિરેનભાઈ ભગવાનભાઈ શંકરદાસ પટેલ નવરંગ(યુ.એસ.એ.), સ્વ. જયંતિભાઈ કેશવલાલ અંબારામદાસ પટેલ વિગેરે દાતાઓની સમાજ પ્રત્યેની ઉદાર સખાવતને બિરદાવી હતી. સમાજના પ્રમુખે સંકુલમાં શિક્ષણ, સામાજીક અને મહિલા વિકાસના કાર્યો થશે તેમ જણાવ્યુ હતુ. સમાજને આ જગ્યા સંપાદન કરવામાં મદદરૂપ કરવા બદલ આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલનો આભાર માનવામાં આવ્યો હતા.
બે દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રેરક પ્રવચન કર્યા હતા. જેમાં સાંસદ હરિભાઈ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ચેરમેને આગળ છટામા સમાજ સેવા અને તેનુ મહત્વ કેવી રીતે જાળવવું જોઈએ તે માટે ક્રિકેટ પ્રીમીયલીગ ટીમો થકી દુબઈ સુધી રમાનાર ક્રીકેટ મેચને યાદ કરી સમાજના યુવાનોને જોડવા સમજ આપી હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કેવી કામગીરી સમાજ માટે કરે છે. અને હવે કરવાની છે તેની વિગતો આપેલ ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ તથા ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ એ પણ સમાજને ઉંઝા ઉમિયા માતાજી કુળદેવી ક.પા. સમાજના નેજા નીચે એક થઈ નેક થઈ ભક્તિ થકી સમાજને જોડવાની વાત કરેલ. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના પ્રેરક પ્રવચનમા જણાવેલ કે આ સંઘર્ષમા ધારાસભ્ય હતો ત્યારથી જોડાયેલો હતો. અને મંત્રી થતા આ કામગીરી પૂર્ણ થઈ શકી. કમલેશભાઈ પટેલ જેટલીવાર મળે તેટલીવાર ગોવિંદ ચકલાનો આ પ્રશ્ને અતિ જાગૃતતા દાખવી સતત યાદ કરાવતા હતા. જગ્યા સમાજને મળે માટે સતત સંપર્કમા રહેતા હતા.સમાજના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ વકીલની કામગીરીને બિરદાવી તેમનુ વિશિષ્ઠ સન્માન કરવામા આવેલ. ભરતભાઈ આરતી અને રમેશભાઈ સાયકલ વાળાના માર્ગદર્શનમા રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમા જે કૃતિઓ રજૂ થયેલ તે કાર્યક્રમ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગોવિંદચકલાના ભાઈઓ બહેનો યુવાન-યુવતીઓએ ટેલેન્ટ બહાર લાવી કાર્યક્રમને ચાર ચાંદ લગાવેલ. અંતે મંડપ, સાઉન્ડ, રસોઈઓ, લાઈટીંગ, ફોટોગ્રાફરો, પત્રકારોનો આભારમાની કાર્યક્રમની મોડી રાત્રે પૂર્ણાહુતિ થયેલ.