
૬૦ જેટલા ફોરવ્હીલ વાહનો પાર્કીંગ થાય તેવી ડિઝાઈન ગૌરવપથના વિકાસ માટે સ્થળ નિરિક્ષણ કરાયુ

વિસનગરમાં ગૌરવ પથનું કામ દિવાળી બાદ તુર્તજ શરૂ થવાનું હતુ. પરંતુ આઈ.ટી.આઈ. બ્રીજના કારણે વાહનો ડાયવર્ઝનના જાહેરનામાથી શહેરમાં ટ્રાફીક વધતા ગૌરવ પથનું વિકાસ કામ અટક્યુ હતુ. ટ્રાફીકને લગતા ફેરફારના કારણે શહેરમાં મહદઅંશે ટ્રાફીક ઓછો થતા હવે ગૌરવ પથનો વિકાસ હાથ ધરાયો છે. પાલિકા પ્રમુખ અને ચિફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટરને સાથે રાખી ગૌરવ પથની મુલાકાત લઈને સમિક્ષા કરાઈ હતી. ગૌરવ પથ ઉપર ૬૦ જેટલા ફોર વ્હીલ વાહનો પાર્ક થાય તેવી ડીઝાઈન બનાવવામાં આવી છે. આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમા ચિફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદી અમદાવાદના સી.જી.રોડ જેવો ગૌરવપથ બને તે માટે પ્રયત્નો કરી રહ્યા છે.
કોમર્સ કોલેજ, તિરૂપતી માર્કેટ, ડોસાભાઈ બાગ તેમજ ગોલ્ડ કોઈન માર્કેટના આગળના ભાગે ફોર વ્હીલ વાહનો પાર્કિંગની વ્યવસ્થા કરાશે
વિસનગર પાલિકાએ ગૌરવ પથના વિકાસનું રૂા.૨.૮૩ કરોડનું ટેન્ડરીંગ કરતા ૪૫.૫૪ ટકા એબોવનું ટેન્ડરીંગ મંજુર કરવામાં આવ્યુ હતુ. રૂા.૪.૫૦ કરોડના ખર્ચે ગૌરવ પથના વિકાસ માટે એવલ ઈન્ફ્રા પ્રોજેક્ટ એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આઈ.ટી.આઈ. ફાટક ઓવરબ્રીજનુ નિર્માણ શરૂ થતા વાહનોના પ્રવેશબંધીનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવતા શહેરમા અચાનક ટ્રાફીક વધતા ગૌરવ પથ વિકાસની કામગીરી અટકાવી હતી. પાલિકા અને પોલીસ તંત્રના પ્રયત્નોથી શહેરમાં મહદઅંશે ટ્રાફીક હળવો થતા હવે ગૌરવ પથ વિકાસ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાલિકાના નવા બનતા ભવન નિર્માણની મુલાકાત દરમ્યાન ચિફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદી અને પ્રમુખ ઉત્તમભાઈ પટેલે કોન્ટ્રાક્ટર સાથે ખાટલા પરિષદ કરી ગૌરવ પથના નકશા ઉપર ચર્ચા કરી હતી. ત્યારબાદ સાચી પરિસ્થિતિ જાણવા અને સમજવા માટે ગૌરવપથ રોડની મુલાકાત લઈ