
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની તમામ પ્રકારની મદદની ખાત્રી

માર્કેટયાર્ડમા યોજાયેલી તાલુકાના ખેડુતોની શિબિરમાં
- ખેરાલુ એ.પી.એમ.સી.ના પૂર્વ ચેરમેન ભીખાલાલ ચાચરીયાનુ ખેડુત આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું
- ખેરાલુ નાગરિક બેંકના ચેરમેન મુકેશભાઈ દેસાઈની વેપારીઓને જોઈતી લોન આપવાની ખાત્રી
ખેરાલુ માર્કેટયાર્ડંમા ખેડુત શિબિરનુ આયોજન ચેરમેન રામજીભાઈ ચૌધરી દ્વારા કરવામા આવ્યુ હતુ. જેનો મુખ્ય હેતુ ખેડુતો ખેરાલુ માર્કેટયાર્ડમા પોતાનો માલ ભરાવે ખેરાલુના ખેડુતોના નાણા ખેરાલુમાંથી જ મળે અને ખેરાલુ મા જ ખર્ચાય તો તાલુકો સમૃધ્ધ થાય તેવા ઉમદા હેતુથી તાલુકાના તમામ ગામોના ખેડુત અગ્રણીઓને બોલાવ્યા હતા.
ખેરાલુ ગંજ બજારથી દૂર ભાગતા ખેડુતોને આકર્ષવા માટે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે મારી જયાં પણ જરૂર પડે ત્યાં બોલાવજો હું તમને મદદ કરીશ. સમગ્ર ગુજરાતમા સૌથી ઓછી શેષ માત્ર ૪૦ પૈસા ખેરાલુ માર્કેટયાર્ડમા વસુલવામા આવે છે. જેથી ખેડુતોને સિંધો ફાયદો થાય છે. ખેરાલુ શહેર અને વિધાનસભા માટે કરેલા વિકાસ કામો અને સિંચાઈના પાણી માટે મંજુર થયેલા કામોની ચર્ચા કરી હતી. નાગરિક સહકારી બેંકના ચેરમેન મુકેશભાઈ દેસાઈએ ગંજબજારના વહેપારીઓને લોનો આપવા ખાત્રી આપી હતી. ચેરમેન રામજીભાઈ ચૌધરીએ જણાવ્યુ ખેડુતોને એ.પી. એમ.સી.માં માલ લાવવા વિનંતી કરી છે. ખેડુતો ખુબજ ઓછા આવતા હતા. માર્કેટની પ્રગતી માટે ખેડુતોને બોલાવ્યા હતા. જેમા ખેડૂતો માર્કેટયાર્ડ જોઈ હરાજીની પધ્ધતિઓની ખાત્રી કરશે તો ખેડુતોનો વિશ્વાસ સંપાદન થશે. પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરે એ.પી.એમ.સી. ના નવા ચેરમેન રામજીભાઈ ચૌધરીને શાકભાજી વેચાણ કેન્દ્ર શરૂ કરવા ટકોર કરી હતી. જેમા ચેરમેન રામજીભાઈ ચૌધરીએ માર્કેટયાર્ડની એન્ટ્રીમા દુકાનો શાકભાજી કેન્દ્રો માટે ફાળવવા જણાવ્યુ છે.
ખેરાલુ એ.પી.એમ.સી.ના પૂર્વ ચેરમેન ભીખાલાલ ચાચરીયાએ પોતાની કરોડોની જમીન દાનમા આપી રાજ્યનુ સૌથી અદ્યતન માર્કેટયાર્ડ બનાવ્યુ તે બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સહકાર મંત્રીએ જે એવોર્ડ આપ્યો હતો તે એવોર્ડને ફરીથી ખેડુત અગ્રણીઓએ ધારાસભ્ય અને ચેરમેનની હાજરીમા ભીખાલાલ ચાચરીયાને આપી ભવ્ય સન્માન કર્યુ હતુ. માર્કેટયાર્ડની ખેડુત શિબિરમા સરકારની વિવિધ ખેડૂત લક્ષી યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા. ખેરાલુ શહેરના અને તાલુકામા બિન રાજકીય ખેડૂત લક્ષી સંમેલન કરવાનો શ્રેય માર્કેટયાર્ડ ના ચેરમેન રામજીભાઈ ચૌધરીને જાય છે. ચેરમેન રામજીભાઈ ચૌધરી દરરોજ તાલુકાના એક ગામની મુલાકાત લઈ ખેડુતોને પોતાનો માલ ખેરાલુ માર્કેટયાર્ડમા લાવવા સમજાવી રહ્યા છે. આ પ્રયત્નો જોતા એવુ લાગે છે કે આગામી ગણત્રીના મહિનાઓમા માર્કેટયાર્ડ ધમધમતુ થશે. માાર્કેટયાર્ડમાં નવા વેપારીઓને લાવવા પણ ચેરમેન દ્વારા પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. ખેરાલુ માર્કટયાર્ડ માટે જમીન આપનાર કરીમખાં બહેલીમ સહિત આગેવાનોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.