Select Page

ખેરાલુમાં રામનવમીએ શ્રી રામ રથયાત્રાનુ અભૂતપૂર્વ આયોજન

ખેરાલુમાં રામનવમીએ શ્રી રામ રથયાત્રાનુ અભૂતપૂર્વ આયોજન

ખેરાલુ શહેરમા દર વર્ષે પરંપરા ગત રીતે યોજાતી શ્રી રામ રથયાત્રામા આ વખતે ભગવાન શ્રી રામનો અયોધ્યામા બિરાજમાન છે તેવા ભવ્ય સ્વરૂપ સાથે યોજાશેે. ભગવાન શ્રી રામનો દિવ્ય રથ લાકડાનો બનાવવામા આવ્યો છે. હાલ શ્રી રામ રથને પોલીસીંગનુ કામ ચાલી રહ્યુ છે. ખેરાલુ શહેરમાં તમામ હિંદુ સમાજના લોકો રામનવમી તા. ૬-૪-ર૦રપને રવિવારે એક સાથે જોવા મળશે. શ્રી રામ સેવા સમિતિ દ્વારા નગર શ્રેષ્ઠીઓની મુલાકાત લેવાનુ શરૂ કર્યુ છે. જેમાં અભૂતપૂર્વ પ્રતીસાદ મળી રહ્યો છે.
તા.૬-૪-ર૦રપ ના રોજ રવિવારે પરંપરાગત રૂટ ઉપર શ્રી રામ રથયાત્રાનુ સ્વાગત કરવા લોકો ઉમટી પડશે. શ્રી રામનો લાકડાનો રથ ખેંચીને લઈ જવા માટે અત્યારથી સ્વયંમ સેવકો પોતાના નામ નોંધાવી રહ્યા છે. શ્રી રામના રથના સંચાલન માટે પાલિકા સભ્ય વિમલકુમાર મહેશભાઈ સથવારા ખેરાલુ શહેર યુવા ભાજપ પ્રમુખ શુભમ પટેલ અને ઉમંગભાઈ દરજીનો સંપર્ક કરવો તેવુ શ્રીરામ સેવા સમિતિના અધ્યક્ષ હેમન્તભાઈ શુકલએ જણાવ્યુ છે.
-ખેરાલુ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા રથયાત્રામા બુંદી પ્રસાદનુ આયોજન
-શ્રી રામનો આકર્ષક નવો રથ શહેરમા પરિક્રમા કરશે
ખેરાલુ શહેરમા શ્રી રામ રથયાત્રાના સફળ સંચાલન માટે ૭૦ ઉપરાંત યુવકો અને આગેવાનો દ્વારા દિવસ-રાત એક કરી રહ્યા છે. શ્રી રામ રથયાત્રામા તમામ હિન્દુ સમાજના આગેવાનો આર્થિક, શારીરીક અને માનસિક રીતે મદદરૂપ થઈ રહ્યા છે. ખેરાલુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા બજરંગદળ અને વિશ્વહિંદુ પરિષદ દ્વારા ગામેગામથી લોકો ઉમટી પડે તે માટે પ્રસાર પ્રચાર કરી રહ્યા છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેરાલુ તાલુકા દ્વારા શ્રી રામ યાત્રા માટે ગત વર્ષ ની જેમ બુંદી પ્રસાદનુ આયોજન થઈ રહ્યુ છે. બુંદી પ્રસાદના વિતરણ માટે પણ કાર્યકરોની ફોજ તૈયાર થઈ ગઈ છે. શ્રી રામ યાત્રા માટે જાહેર મિટીંગો કરવાને બદલે યુવકો દ્વારા એરીયા વાઈઝ તથા ગામે ગામ મિટીંગો થઈ રહી છે. ખેરાલુમા શ્રી રામયાત્રાના સ્વાગત માટે કેમ્પોનુ આયોજન પણ થઈ ગયું છે. શ્રી રામ યાત્રાના રામસેવકો માટે મહાપ્રસાદનુ આયોજન થઈ રહ્યુ છે.શ્રી રામ યાત્રામા સાધુ સંતો તથા ભજન મંડળીઓ જોડાશે. શ્રી રામના રથના પ્રસ્થાન તથા આરતી માટે પહેલીથી રામ સેવકોએ નામ નોધાવવુ પડશે.શ્રી રામનો રથ બનાવતા હતા ત્યારે ખેરાલુના ભામાશા રમેશભાઈ શાન્તીલાલ મોદી તથા ભરતભાઈ શાન્તીલાલ મોદી પરિવાર દ્વારા રૂા.૧૦૦,૦૦૦/- નુ દાન જાહેર કરાયુ હતુ. તેમજ કચ્છી પટેલ સમાજ દ્વારા સાગના લાકડા પેટે રૂા. પ૧૦૦૦/- નુ દાન જાહેર કરાયુ છે. રૂા.૫૦,૦૦૦/- ઠાકોર સાહેબશ્રી સૂર્યભાણસિંહ શૈલેન્દ્રસિંહ(હડોલ સ્ટેટ), શ્રી રામ રથ માટે લાકડા ઉપર જરૂરી તમામ પી.યુ.પોલીશ માટે દેવગિરીભાઈ ગોસ્વામી શિવશક્તિ ટ્રેડીંગવાળા તરફથી આશરે રૂા. ર૦ થી રર હજારનો સહયોગ પ્રાપ્ત થયો છે. શ્રી રામ રથ માટે પોલીશની મજુરીનો આશરે રૂા.૨૦ થી ૨૫ હજારનો સહયોગ બાલુભાઈ સોની(ખેરાલુ) તથા વિસનગર સ્કવૅર ડીઝાઈન સ્ટુડીઓવાળા તેમજ ખેરાલુના ભાનુભાઈ મેવાડા તરફથી પ્રાપ્ત થયેલ છે. શ્રી રામ રથયાત્રા માટે હાલ ખેરાલુ શહેરની ચારે દિશામા રામ સેવકો કામે લાગ્યા છે. આ વખતે ભગવાન શ્રી રામ રથમાં બિરાજી નગર ચર્યા કરવા નીકળશે. જેનો દર્શનનો લાહ્વો લેવા લોકો થનગની રહ્યા છે.આ પ્રસંગે એક્તાના પણ દર્શન થશે.