Select Page

યુઝર્સ તથા તેના પરિવારની તસ્વીરોનો દુર ઉપયોગ થવાની શક્યતા

યુઝર્સ તથા તેના પરિવારની તસ્વીરોનો દુર ઉપયોગ થવાની શક્યતા

Ghibli ના ઉપયોગમાં સાયબર એક્ષપર્ટની ચેતવણી

તંત્રી સ્થાનેથી…

આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ એટલે કે AI ટેકનોલોજી જ્યારથી આવી છે ત્યારથી તેના લાભ ગેરલાભની ચર્ચાઓ થઈ રહી છે. દુનિયામાં ટેકનોલોજીનો કોઈ અંત નથી એ તમારા માટે રોજ નવી વાત લઈને આવે છે. અત્યારે એઆઈ આધારીત જીબલી સ્ટાઈલ ફિચરે ઈન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના જીબલી પેન્સ બનાવીને વાયરલ કરતાજ ભારતના યુઝર્સોને આ ફિચરે ઘેલુ લગાડ્યુ છે. ઓપન એઆઈના પ્લેટફોર્મ ChatGPT-40 પર લોન્ચ થયેલો આ જાપાનીઝ એનીમેશન ફિલ્મ સ્ટુડીયો ૧૯૮૫ થી અસ્તિત્વમા છે. સામાન્ય રીતે લોકોએ ChatGPT-40 નો જેટલો ઉપયોગ કર્યો નથી એના કરતા છેલ્લા એક અઠવાડીયામાં વધુમા વધુ ઉપયોગ થયો છે. જાપાનના એનીમેશન નિષ્ણાંતો હેયાઓ મીયાઝાકી, ઈશાઓ તાકાહાટા અને તોશીઓ સુઝુકીએ સાથે મળીને આ પ્લેટફોર્મ તૈયાર કર્યુ હતુ. તેમાં પેઈન્ટીંગની મદદથી હાઈ ક્વૉલીટી એનીમેશન ફિલ્મ બનાવવા તેની મદદ લેવામાં આવી. આ ફિચર્સ ChatGPT-40 ઉપર પહેલા ફક્ત પેઈડ યુઝર્સ માટેજ ઉપલબ્ધ હતુ. જેને લોકપ્રીય બનાવવા માટે માઈક્રોસોફ્ટ અને ઓપન એઆઈએ તેને ફ્રી કરી દીધુ છે. આ ફિચર્સ યુઝર્સની તસ્વીરોને જીબલી સ્ટાઈલમાં ફેરવી આપે છે. આ ફિચર્સ ફ્રી થતા છેલ્લા એક સપ્તાહથી સોશિયલ મીડિયા ઉપર તેનો ધુમ ઉપયોગ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેનો ઉપયોગ કર્યો છે. જીબલી સ્ટાઈલનો ઉપયોગ કરવામાં પણ કેટલીક મર્યાદા છે. યુઝર્સ દિવસમાં ત્રણ ઈમેજ જનરેટ કરી શકે છે. અત્યારના યુગમાં સોશિયલ મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ થઈ રહ્યો છે. જેના સદ્‌ ઉપયોગની જગ્યાએ દુર ઉપયોગના અત્યાર સુધી ઘણા અભ્યાસ થઈ ચુક્યા છે. ChatGPT-40 જીબલી સ્ટાઈલનો જે રીતે ટુંક સમયમાં યુઝર્સ ઉપયોગ કરી રહ્યા છે તે અગાઉ ક્યારેય જોવા મળ્યુ નથી. માઈક્રોસોફ્ટના ChatGPT-40x ને વડાપ્રધાન મોદીનો મિડાસ ટચ લાગતાજ જીબલી સ્ટાઈલ રાતોરાત લોકપ્રીય બની. ભારતમાં અત્યાર સુધી ડાઉનલોડ નહોતુ કર્યુ તેટલુ ChatGPT-40x ડાઉનલોડ થઈ ગયુ. જેમાં યુઝર્સ પોતાની તથા પરિવાર સાથેની તસ્વીરને જીબલી સ્ટાઈલમાં ફેરવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની જાણે સ્પર્ધા લાગી છે. જીબલી સ્ટાઈલ ફિચર્સ માટે ChatGPT-40 ટેક્સ ટુ ઈમેજ અને ઈમેજ ટુ ઈમેજ કમાન્ડ સપોર્ટ કરે છે. ટેક્સ ટુ ઈમેજમાં જેવી ઈમેજ જોઈએ તેવી ડીટેલ લખીને આપો તો તે પ્રમાણે ઈમેજ બની જશે. જેમ કે તમે એક માયાવી દુનિયા જેવા જંગલમાં એક નાનકડી પરી ભુલી પડી ગઈ છે તેવી ડીટેલ લખવાથી જીબલી સ્ટાઈલ તેને તુર્તજ ઈમેજમાં ફેરવીને રજુ કરી દેશે. સોશિયલ મીડિયાના આવા અનુકરણમાં પણ લોકો જાણે ભાન ભુલી ગયા હોય તેમ જણાય છે. સામાન્ય રીતે કોઈના મુખ ઉપર કુદરતી ખોડ ખાંપણ હોય અને થોડા અલગ દેખાતા હોય તો લોકો તેને પાછળથી કાર્ટૂન કહીને ઓળખતા હોય છેકે બોલાવતા હોય છે. જીબલી સ્ટાઈલમાં ફોટા અપલોડ કરતા ઈમેજ એનીમેશન કાર્ટૂનમા ફેરવી દે છે જેને યુઝર્સ હરખથી પાછા અપલોડ કરે છે. કુદરતે જે ચહેરો બનાવ્યો છે અને ઓળખ આપી છે તેને કાર્ટૂન સ્ટાઈલમાં ફેરવાતી આતો કેવી સ્પર્ધા તેવા પણ બુધ્ધીજીવીઓમાં પ્રશ્ન થઈ રહ્યા છે. જોકે સોશિયલ મીડિયા જેટલુ ઉપયોગી છે તેટલુજ ખતરનાક પણ છે. જીબલી સ્ટાઈલની જે રીતે યુઝર્સને ઘેલછા લાગી છે તેની સામે સાયબર એક્ષપર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સાયબર એક્ષપર્ટના મંતવ્યો પ્રમાણે યુઝર્સ જીબલી ઈમેજ બનાવી પોતાની પર્સનલ તસ્વીરો એઆઈને ભેટ ધરી રહ્યા છે. આ ટ્રેન્ડમા રહેવાની લ્હાય ભારે પડી શકે તેમ છે. નવી ફ્રેશ તસ્વીરોનો ગમે ત્યારે દુર ઉપયોગ થવાનુ પૂરેપુરુ જોખમ રહેલુ છે. તેમજ પ્રાઈર્વસીને લગતી ગંભીર સમસ્યાઓ ઉભી થઈ શકે તેમ છે. જીબલી ઈમેજના કારણે લાખ્ખો તસ્વીરો એઆઈને મળી રહી છે. યુઝર્સ તથા તેમના પરિવારની તસ્વીરોનો પરમિશન વગર ઉપયોગ ગઈ શકે છે. એઆઈની ટ્રેનીંગમા તસ્વીરોનો ઉપયોગ કરવામાં આવી શકે છે. એઆઈનુ ચલણ વધ્યુ છે ત્યારે ડેટા બ્રોકર ટાર્ગેટેડ એડસ્‌ માટે તસ્વીરોનો સોદો કરી શકે છે. અત્યારે ઘણી બધી એડવર્ટાઈઝ આવતી હોય છે તેમા એઆઈનો ઉપયોગ થતો હોવાથી આ તસ્વીરોનો એડવર્ટાઈઝમાં ઉપયોગ થઈ શકે તેમ છે. કોઈપણ એપ્લીકેશન ઈન્સ્ટોલ કરવામાં આવે ત્યારે આ એપ્લીકેશન યુઝર્સની ગેલેરી ઉપર તરાપ મારે છે. એપ્લીકેશન ગેલેરીના એક્સેસ માગી લે ત્યારે બીજી પર્સનલ તસ્વીરોનો ડેટા પણ લીક થવાની પુરેપુરી શક્યતા છે. યુઝર્સ તેમની તસ્વીરો અનસ્ટાન્ડર્ડ પ્લેટફોર્મ ઉપર અપલોડ કરતા હોવાથી તમારા ઉપર ફેક પ્રોફાઈલ અને ડીપ ફેક વિડિયો પણ બની શકે છે. આ તસ્વીરોનો ઉપયોગ કરી ભવિષ્યમાં બીજા સાયબર એટેકનુ પણ પ્રમાણ વધી જાય છે. એ.આઈએ તેમની પોલીસીમા મેન્શન કર્યુ છેકે ડેટા ટ્રેનીંગ પરપઝ યુઝ કરી શકે છે. જીબલી ઈમેજ માટે તસવીરો અપલોડ કરતા પહેલા સતર્ક રહી સાવધાની રાખવા સાયબર એક્ષપર્ટની એડવાઈઝ આપતા વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us