યુધ્ધમાં દુશ્મન દેશને મદદ કરનાર તુર્કી અને અઝરબૈજાનનો બોયકોટ કરવો આપણી જવાબદારી
પહેલગામ હુમલાનો બદલો લઈ સેનાએ દેશનુ સન્માન વધારતુ શૌર્ય દાખવ્યુ
તંત્રી સ્થાનેથી…
જમ્મુ કાશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમા આતંકવાદી હુમલા બાદ આતંકવાદીઓ અને આતંકને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનને જવાબ આપવા સમગ્ર દેશના નાગરિકોનો આક્રોશ હતો. પાકિસ્તાન વિરૂધ્ધ દેશના નાગરિકોના રોષ પ્રમાણે સરકાર અને સેનાએ ગણતરીના દિવસોમાં જ આતંકીસ્તાનને એવો શબક શીખવ્યો છે કે જેની વિશ્વએ પણ કલ્પના કરી નહી હોય. એક તરફ સૈન્યની એર ડિફેન્સ સીસ્ટમે દેશ ઉપર મિસાઈલ, ડ્રોન અને ફાઈટર જેટના હુમલા રોકીને, તો બીજી તરફ દુશ્મન દેશ પાકિસ્તાનની અંદર ઘુસીને સૈન્ય હેડક્વાટર, એરબેઝ અને આતંકવાદીઓના અડ્ડા ઉપર હુમલા કરીને જવાબ આપ્યો છે. પાકિસ્તાને બોર્ડર ઉપર રહેતા ભારતના નાગરિકોને ટાર્ગેટ કર્યા, જ્યારે ભારતે પાકિસ્તાનના સૈન્ય સ્થળ અને આતંકવાદી કેમ્પ ઉપર હુમલો કરી માનવતાવાદનો સમગ્ર વિશ્વને સંદેશો આપ્યો. યુધ્ધથી વિશ્વની મોટી સત્તાઓ થાકી ગઈ છે અને તેની ખરાબ અસરોના સામનો કરી રહી છે. ભારત દેશ વિશ્વમા હરણફાળ વિકાસ કરતો દેશ છે. જો યુધ્ધ લાબુ ચાલે તો દેશ અને દેશની જનતાને ઘણુ સહન કરવુ પડે તેનો દુરોગામી વિચાર કરી વડાપ્રધાન મોદીએ ગણતરીના દિવસોમા પાકિસ્તાનને જવાબ આપીને યુધ્ધ વિરામની નીતિ અપનાવી છે. પાકિસ્તાન સામેના યુધ્ધથી ભારતના કોણ મિત્ર છે અને કોણ દુશ્મન છે તેની ઓળખ થવાનો સરકારને તથા દેશની જનતાને મોકો મળ્યો છે. યુધ્ધ થતા ચાઈનાએ પાકિસ્તાનને મોટી લોન અને શસ્ત્રો આપ્યા હોવાથી સીધા નહી પણ આડકતરી રીતે ભારત વિરોધી કાર્ય કર્યુ છે. આમેય ચાઈના પહેલેથી જ ભારત દેશના દુશ્મનની ભૂમિકામા રહ્યુ છે. પરંતુ ભારત દેશ ચાઈના ઉત્પાદનોનુ મોટુ માર્કેટ હોવાથી ગલવાન ઘાટીના ઘર્ષણ બાદ દેશના નાગરિકોએ બોયકોટ ચાઈનાનો સંદેશો આપતા તેને વગર યુધ્ધે શબક મળી ગયો છે. જુન-ર૦ર૦ મા પૂર્વ લદ્દાખમા સીમા પર બનેલી સહમતીનુ ચાઈનાના સૈનિકોએ ઉલ્લઘંન કર્યુ. પેન્ગોગ લેકમા ચાઈનાના સૈનિકોના ઉશ્કેરણીજનક પગલા રોકવાના સંઘર્ષમા ભારત દેશના ર૦ જવાન શહીદ થયા. જેમા ચાઈનાના પણ ૩પ કરતા વધારે સૈનિકોનુ મૃત્યુ થયુ ૧૯૬ર બાદ ૪પ વર્ષે થયેલા સંઘર્ષમા બોર્ડર ઉપર અટકચાળા કરતા ચાઈનાને પ્રથમ વખત ભારત દેશના બદલાયેલા નેતૃત્વનો અનુભવ થયો. વડાપ્રધાન મોદીના નેતૃત્વમા દેશના નાગરિકોમા રાષ્ટ્રભાવના જાગૃત થઈ છેે અને રાષ્ટ્ર સન્માન માટે એક અદમ્ય ભાવના ઉદ્ભવી છે. વડાપ્રધાન મોદીએ જાન્યુઆરી ર૦ર૪ મા લક્ષદ્રીપ ટાપુ દેશ અને દુનિયામા સૌથી સુંદર નયનરમ્ય ટાપુઓ હોવાની પહેચાન આપવા ત્યા રાત્રી રોકાણ કર્યુ હતુ. જેના વિરોધમા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ વાંધાજનક ટીપ્પણી કરતા ત્યારબાદ બોયકોટ માલદીવ ટ્રેન્ડ ભારત દેશમા થયો હતો. માલદીવ ભારતીય પ્રવાસીઓના રેવન્યુ ઉપર નભતો દેશ હોવાથી રાષ્ટ્રપતિ મુઈજ્જુની વાંધાજનક ટીપ્પણી ભારે પડી હતી. ભારતના નાગરિકોએ પ્રવાસન બુકીંગ કેન્સલ કરાવતા માલદીવને કરોડોનુ નુકશાન થયુ હતુ. ભારતીયોના બહિષ્કારના કારણે માલદીવની સત્તાએ સ્વિકાર્યુ હતુ કે તેના પર્યટન ઉદ્યોગ ઉપર ખરાબ અસર પડી છે અને ૪૪૦૦૦ પરિવાર મુશ્કેલીમા મુકાયા છે. ર૦ર૩- સુધીમા જે માલદીવમા ભારતીય પર્યટકોનો સૌથી વધારે ઘસારો હતો ત્યા બોયકોટ માલદીવથી ભારતીય પર્યટકોની સંખ્યા ઘટતા છેવટે માલદીવના રાષ્ટ્રપતિએ વાંધાજનક ટીપ્પણીની ભુલ સુધારી માફી માગવી પડી હતી. ભારત દેશ અને દેશના સૈનિકોના સન્માન માટે દેશની જનતાએ બોયકોટનો રોષ તેમજ જુસ્સો હવે તુર્કી તથા અઝરબૈજાન સામે બતાવવાનો છે. ભારતે પાકિસ્તાન સામે જે યુધ્ધ કર્યુ તે આતંકવાદનો જવાબ આવા માટે હતુ. વિશ્વની ચાઈના સીવાયની તમામ મહાસત્તાએ આતંકવાદ વિરોધની ભારતની સૈન્ય કાર્યવાહી યોગ્ય ગણાવી હતી. આ મહાસત્તાઓએ પાકિસ્તાનને માગેલી મદદ પણ અવગણી હતી. જયારે તુર્કી અને અઝરબેજાન બે દેશ એવા હતા કે જે યુધ્ધમા પાકિસ્તાનની મદદે આવ્યુ હતુ. યુધ્ધમા પાકિસ્તાનને જે ડ્રોન હુમલા કર્યા તે તુર્કીની બનાવટના હતા. યુધ્ધમાં તુર્કીએ પોતાનુ વોરશીપ પાકિસ્તાનની મદદે મોકલી આપ્યુ હતુ. મુસ્લીમ દેશો ઉપર સાઉદી અરેબીયાનું પ્રભુત્વ છે. તેમ છતા આતંકીસ્તાન સામે ભારતની સૈન્ય કાર્યવાહી ઉપર સાઉદી અરેબીયા ચુપ રહ્યુ હતુ. જ્યારે તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોગનને મુસ્લીમ દેશના મસિહા બનવાના ઓરતા જાગતા પાકિસ્તાનની તરફેણમા ઉતર્યુ હતું. ફેબ્રુઆરી ર૩ મા તુર્કીમા ભુકંપ આવતા વડાપ્રધાન મોદીએ એનડીઆરએફ ટીમ સાથે તબીબી સહાય અને રાહત સામગ્રી મોકલી હતી. તેમ છતા યુધ્ધમા તુર્કીએ ભારત વિરૂધ્ધ નમકહરામી કરી. તુર્કી તથા અઝરબૈજાન પર્યટક સ્થળો છે. ભારત દેશની અનેક કંપનીઓ તેમના ડીલરને સ્કીમમા આ બન્ને દેશના ટુર પેકેજ આપે છે. આમેય ભારતીયો વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા છે. વર્ષ ર૦ર૪મા ૩.૩ લાખ ભારતીય તુર્કી તથા ર.૪ લાખ ભારતીય અઝરબૈજાન ફરવા ગયા હતા. યુધ્ધમા આ બન્ને દેશોએ પાકિસ્તાનને મદદ કરતા ભારતની ટ્રાવેલ કંપનીઓ તેમજ દેશના નાગરિકોએ આ બન્ને દેશને પ્રવાસન સ્થળમાંથી બ્લેક લીસ્ટ કર્યા છે. ઓપરેશન સિંદુર દ્વારા સરકાર અને સેનાએ આતંકીસ્તાનને તેની ઔકાત બતાવી દેશનુ સન્માન વધારતુ શૌર્ય દાખવ્યુ છે. હવે ભારત દેશના નાગરિકોએ તુર્કી અને અઝરબૈજાનને પસંદગીના પર્યટક સ્થળમાંથી બોયકોટ કરી તેની ઓકાત બતાવવાની છે.