કેબિનેટમંત્રીની અધ્યક્ષતામાં વિશાળ તિરંગાયાત્રા યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીના “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત વિસનગર ધારાસભ્ય તેમજ ગુજરાતના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની અધ્યક્ષતામાં શહેરની જી.ડી.હાઈસ્કુલથી ત્રણ દરવાજા ટાવર સુધી એક કી.મી.ની વિશાળ તિરંગા યાત્રા નિકળી હતી. જેમાં શહેર-તાલુકાના નાગરિકો, વિદ્યાર્થીઓ અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રા દરમિયાન “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્” ના નારા સાથે દેશભક્તિના ગીતોના સુરોથી શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો.
રાષ્ટ્રીય એકતા, ગૌરવ અને દેશપ્રેમના વિચાર સાથે વિસનગર ધારાસભ્ય તેમજ ગુજરાતના પ્રજાભિમુખ કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની અધ્યક્ષતામાં મંગળવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે જી.ડી. હાઈસ્કુલથી ત્રણ દરવાજા ટાવર સુધી એક કી.મી.ની વિશાળ તિરંગાયાત્રા નિકળી હતી. આ તિરંગા યાત્રા દરમિયાન મંત્રી ઋષિભાઈ પટેલે દેશની આઝાદી માટે પોતાના બલીદાન આપનાર મહાનુભાવો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને ફુલહાર પહેરાવી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તિરંગા યાત્રામાં “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્”ના ગગનચુંબી નારા અને દેશભક્તિના સુરોથી સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. આ પ્રસંગે પ્રાન્ત અધિકારી વિકાસ રાતડા, મામલતદાર એફ.ડી.ચૌધરી, ચિફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદી, ટી.ડી.ઓ.ભૌમિકભાઈ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર, તાલુકા પ્રમુખ મેહુલભાઈ પટેલ, ભાજપ અગ્રણી રણછોડભાઈ રબારી, અરવિંદભાઈ પટેલ (ઘાઘરેટ), પાલિકા પુર્વ પ્રમુખ વર્ષાબેન પટેલ, શહેર ભાજપ પુર્વ પ્રમુખ મનિષભાઈ પટેલ (ગળીયા), સામાજીક કાર્યકર જે.કે.ચૌધરી, તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ સુમિત્રાબેન પટેલ, મહિલા મોરચાના તાલુકા ઉપપ્રમુખ તરૂણાબેન દરજી, તાલુકા ડેલીગેટ સરોજબેન પ્રજાપતિ, અરૂણાબેન ભોજક, રાજુભાઈ પરમાર (કાંસા એન.એ.), જયેશસિંહ રાઠોડ (રાઠોડીપુરા), યુવા મોરચાના રવિ પટેલ, રોનક સંઘવી, શહેર-તાલુકાના કાર્યકરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.