વડનગર, ખેરાલુ, સતલાસણામા કમોસમી વરસાદથી પાક નુકશાનીનુ વળતર મેળવવા કોંગ્રેસનુ આવેદન
વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકામા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મુકેશભાઈ દેસાઈની આગેવાનીમા કમોસમી વરસાદથી ખેત પેદાશોને થયેલા નુકશાનીનુ વળતર તેમજ સમગ્ર વર્ષ દરમ્યાન ખેત ઉત્પાદનમા થયેલ નુકશાની માટે પાક ધિરાણ દેવા નાબુદી માટે આવેદનપત્ર અપાયુ હતુ. ખેરાલુ ખાતે શનિવારે આવેદનપત્ર અપાયુ જ્યારે વડનગર અને સતલાસણા ખાતે સોમવારે આવેદન પત્ર અપાયુ હતુ.
આવેદન પત્રની વિગત જોઈએ તો તાજેતરમા ખેરાલુ, વડનગર અને સતલાણસા તાલુકામા કમોસમી વરસાદ થવાથી ખેડૂતોના મગફળી, કપાસ, જુવાર, રાયડો, એરંડા, ઘાસચારો જેવા પાકોમા ખુબજ નુકશાન થયેલ છે. જેથી ઉપરોક્ત તાલુકાના ખેડૂતો સરકાર પાસે માંગણી કરે છે. જે પ્રમાણે નુકશાન થયુ છે. જે ખેડુતો માટે ભરપાઈ થવુ ખુબજ મુશ્કેલ છે. ખેડૂતો ઉપર જે સરકારી બેન્કો તેમજ મંડળીઓનુ દેવુ છે તે સંપૂર્ણ પણે માફ કરવામા આવે આ વર્ષે ઉનાળુ પાક, ચોમાસુ પાક અને રવિ પાકમા રાયડા એરંડા મા નુકશાન થયુ છે. આખુ વર્ષ વાવણી કરવા છતા આવકમા કોઈ ફાયદો થયો નથી. ખેતીની આખી સિઝન નિષ્ફળ ગઈ છે. ખેડુતોના દેવા નાબુદી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી મગફળી અને કપાસ જેવા પાકોનુ વળતર મળવુ જોઈએ જો ઉગ્ર માંગણી નહી સ્વીકારવામા આવે તો સાત દિવસ પછી ખેડૂતો આંદોલન શરુ કરશે તેવુ મુકેશભાઈ દેસાઈએ જણાવ્યુ છે. મુકેશભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે ટેકાના ભાવે ખરીદીમાં સરકાર ખેડૂતોના ખેતરોનુ સર્વે કરાવે છે. ત્યારે પાક નુકશાનીમા સેટેલાઈટથી સર્વે કરાવવામા સરકાર કેમ પાછી પાની કરે છે. ખેડૂત વિરોધી સરકાર છે તે આ બનાવ ઉપરથી સાબિત થાય છે.
ટેકાના ભાવે ખરીદીમા સરકાર સેટેલાઈટથી ખેડૂતોના ખેતરોનુ
સર્વે કરાવે છે તો પાક નુકશાનીમા સેટેલાઈટથી સર્વે કરવામા સરકાર કેમ પાછી પાની કરે છે ?
ખેરાલુ ખાતે આવેદન પત્ર આપવામા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મુકેશભાઈ દેસાઈ, તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, રણજીતસિંહ પરમાર, તા.કો.પ્રમુખ પરબતજી ઠાકોર, અભેરાજભાઈ ચૌધરી (વઘવાડી), નરસિંહભાઈ ચૌધરી (બળાદ), જેઠાભાઈ ચૌધરી (બળાદ), મદારજી ઠાકોર (મંડાલી), જમીયતખાન પઠાણ (લુણવા), જીતુભાઈ ચૌધરી (વિઠોડા), વિનુભાઈ પથુભાઈ ચૌધરી (પાન્છા) સુલતાનભાઈ કુરેશી (લાલાવાડા),બબાજી ઠાકોર (ચોટીયા), નટુભાઈ રાણા (ડભાડ), મધુકાન્તભાઈ પરમાર (ડભાડ), લિલાજી ઠાકોર (કુડા), લવાજી ઠાકોર (મલેકપુર), ખેરાલુમાંથી અશ્વીનભાઈ બારોટ, વિજયભાઈ દેસાઈ, ખાનાભાઈ પરમાર, નારીભાઈ સિન્ધી, નરેશભાઈ ઠાકોર, મુકેશભાઈ લિમ્બાચીયા, રમેશભાઈ દેસાઈ, હેમરાજભાઈ દેસાઈ તથા છગનભાઈ ચૌધરી (કોર્પોરેટર) હાજર રહ્યા હતા.
સતલાસણામાં તાલુકા કોગ્રેંસ પ્રમુખ પ્રવિણસિંહ પરમાર, ભીખાભાઈ ચૌધરી તા.પં.સદસ્ય, તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રોહિતભાઈ દવે, મનહરસિંહ ચૌહાણ (સરતાનપુર), વેલજીભાઈ ચૌધરી (મોટીભાલુ), સોમાભાઈ પરમાર (સરતાનપુર) વડનગરમાંથી તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયસિંહ ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ ધવલભાઈ પરમાર, અમરસિંહ ડાભી (સિપોર), જગતસિંહ ડાભી (સિપોર), હરચંદજી ઠાકોર (સુલતાનપુર), મનોરજી ઠાકોર (સુલતાનપુર), જયંતિભાઈ પરમાર તા.પં. સદસ્ય (ઊંડણી) સહીત મોટી સંખ્યામા ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા.