Select Page

ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચુંટણીમાં કપ-રકાબી સામે ભાજપનો ઉગતો સૂર્ય

ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચુંટણીમાં કપ-રકાબી સામે ભાજપનો ઉગતો સૂર્ય
  • ભાજપના ગોવિંદભાઈ પ્રજાપતિ ચેરમેન બનવાની ચર્ચા
  • ગોવિંદભાઈ પ્રજાપતિએ પોતાની પેનલ ભાજપ સામે ઉતારી
  • ભાજપ સમર્થિત પેનલ લંગડી બની

ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચુંટણીમા ભાજપના આગેવાનો ઉંઘતા ઝડપાયા હતા. ભાજપે જે લોકોને ફોર્મ ભરવાની સુચના આપી હતી. તેવા ઉમેદવારો ગોવિંદભાઈ પ્રજાપતિ સાથે ભળી જતા ભાજપની પેનલ લંગડી બની ગઈ છે. જનરલ કેટેગરીમા ગોવિંદભાઈ પ્રજાપતિ અને મુકેશભાઈ દેસાઈની કપ રકાબીના સિમ્બોલમા ૯ ઉમેદવારો છે જ્યારે જેમા કોંગ્રેસના સમર્થકો પણ છે જ્યારે ભાજપ સમર્થિત પેનલના છ ઉમેદવારોના ફોર્મ ચાલુ રહ્યા છે. મહિલા અનામતમા કોંગ્રેસ અગ્રણી તથા બેંકના પૂર્વ ચેરમેન મુકેશભાઈ દેસાઈની પત્ની ચુંટણી લડી રહ્યા છે. શાખા ઉમેદવારમા સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણે ઉમેદવારી કરી છે. ગોવિંદભાઈ પ્રજાપતિ અને મુકેશભાઈ દેસાઈની પેનલના ત્રણ ઉમેદવારોની જીત નિશ્વિતત બની છે.
ખેરાલુ નાગરિક સહકારી બેંકની રસાકસી ભરી ચુંટણીમા બજારના વેપારીઓના મત નિર્ણાયક બનશે. આ વખતની ચુંટણીમા જ્ઞાતિ સમિકરણ પ્રમાણે જીત થાય તેવુ લાગતુ નથી. ખેરાલુ નાગરિક સહકારી બેંકના તમામ મતદારો શિક્ષીત તેમજ વિચક્ષણ બુધ્ધિ શક્તિ ધરાવતા હોવાથી જેને મત આપશે તે ઉમેદવાર જીતશે. ખેરાલુ ભાજપના અગ્રણી તથા પાલિકા સભ્ય આશાબેન પ્રજાપતિના પૂર્વે કોર્પોરેટર પતિ ગોવિંદભાઈ પ્રજાપતિ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મુકેશભાઈ દેસાઈએ પેનલ ઉતારતા બજારમા ચર્ચા શરુ થઈ છે કે ખેરાલુ નાગરિક સહકારી બેન્કના આગામી ચેરમેન ગોવિંદભાઈ પ્રજાપતિ બનશે.
ખેરાલુ નાગરિક બેંકમા એસ.સી.એસ.ટી. ઉમેદવારોના ફોર્મ રદ થતા તેની ચુંટણી ફરીથી થશે. ૧ર ડિરેક્ટરો માટે ર૧ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમા જનરલ કેટેગરીમા (૧) ગોવિંદભાઈ કાંતિલાલ સથવારા (ર) ગોવિંદભાઈ કરશનભાઈ પ્રજાપતિ (૩) ગોવિંદભાઈ ભીખાભાઈ સથવારા (૪) જસવંતભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ (પ)જીગરભાઈ હસમુખભાઈ સોની (૬) જયેશકુમાર રામાભાઈ દેવનાણી (૭) ધવલકુમાર હર્ષદભાઈ શાહ (૮) નંદલાલ બાબુલાલ ભાવસાર (૯) નારાયણભાઈ ગોવિંદભાઈ ઠક્કર (૧૦) પ્રેમજીભાઈ મુળજીભાઈ દેસાઈ (૧૧) રાજેન્દ્રકુમાર શંકરલાલ મોદી (૧ર) વિનોદકુમાર દલજીભાઈ દેસાઈ ઉર્ફે વી.ડી.દેસાઈ (૧૩) સંજયકુમાર જેઠાલાલ બારોટ (૧૪) હેમન્તકુમાર મહેન્દ્રભાઈ શુકલ (૧પ) અજયકુમાર હર્ષદભાઈ બારોટની ઉમેદવારી માન્ય રહી છે. મહિલા અનામતમા (૧) કુંદનબેન ધર્મેન્દ્રકુમાર બ્રહ્મભટ્ટ (ર) જ્યોત્સનાબેન જીતેન્દ્રકુમાર બારોટ (૩) રમીલાબેન મુકેશકુમાર દેસાઈ (૪) આશાબેન ચંદુલાલ મોદીના ઉમેદવારી ફોર્મ માન્ય રહ્યા છે. શાખા ઉમેદવારમા (૧) વિરેન્દ્રસિંહ લાલસિંહ ચૌહાણ (ર) હસમુખભાઈ ત્રિભોવનદાસ પટેલના ઉમેદવારી ફોર્મ માન્ય રહ્યા છે.
ગોવિંદભાઈ પ્રજાપતિ અને મુકેશભાઈ દેસાઈની પેનલમાં ક્રમાંક નંબર ૧,ર,૩,૪,પ,૭,૮,૯ અને ૧૦ ની પેનલ કપ રકાબીના સિમ્બોલથી ચુંટણી લડી રહી છે. ભાજપ સમર્થિત પેનલમા ક્રમાંક નંબર ૬,૧૧,૧ર,૧૩,૧૪,૧પની પેનલ ઉગતા સૂર્યના સિમ્બોલથી ચુંટણી લડી રહ્યા છે. મહિલા અનામતમા ક્રમાંકને ર અને ૩ કપ રકાબી તથા ૧,૪ ઉગતા સૂર્યના સિમ્બોલથી ચુંટણી લડી રહ્યા છે. શાખા ઉમેદવારમા ક્રમાંક ૧ ઉગતો સૂર્ય અને ક્રમાંક બે કપ રકાબીમા ચુંટણી લડી રહ્યા છે.