સત્તાધિશોની છત્ર છાયામાં ચુંટણી અધિકારીની કિન્નાખોરી-દશરથભાઈ પરમાર
ખેરાલુ ના.બેન્કની ચુંટણીમાં અનુસુચિત જાતિના તમામ ફોર્મ રદ
- ૧૦ વર્ષ સત્તા ભોગવી તેવા ડીરેક્ટરોના ફોર્મ રદ કરવા તથા રદ કરેલા ઉમેદવારી ફોર્મ ચાલુ રાખવા બોર્ડ ઓફ નોમિનીઝમાં અપીલ
ખેરાલુ નાગરિક સહકારી બેન્કની ચુંટણીમાં ચુંટણી અધિકારી દ્વારા અનુસુચિત જાતિ સમાજમાંથી ભરાયેલા તમામ ઉમેદવારી ફોર્મ રદ કરી દીધા છે. ખેરાલુ શહેર ભાજપ મંત્રી દશરથભાઈ રામજીભાઈ પરમારે બોર્ડ ઓફ નોમિનીઝ મહેસાણા કોર્ટમાં ખોટી રીતે ઉમેદવારી ફોર્મ રદ કર્યા છે. જેથી ચુંટણીની ઉમેદવારી ચાલુ રાખવા દાદ માંગી છે. ખેરાલુ નાગરિક બેન્ક દ્વારા બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં કેવિયેટ દાખલ કરતા તા.૨૯-૧૨-૦૨૫ની મુદ્દત પડી છે. મુદ્તના દિવસે ખબર પડશે કે દશરથભાઈ પરમારનુ ફોર્મ ચાલુ રહે છે કે રદ થાય છે.
ખેરાલુ નાગરિક સહકારી બેન્કની ચુંટણીમાં જે રીતે ઉમેદવારી ફોર્મ બનાવ્યુ છે તે ઉમેદવારો માટે ભુલ ભુલૈયા જેવુ છે. તમામ ઉમેદવારોએ પોતાના મતદાર ક્રમાંક સાચો લખ્યો છે. તે પછી ફરીથી ઉમેદવારનો મતદાર ક્રમાંક લખવા માટે કોઈ સ્પષ્ટતા નથી છતાં ઉમેદવારી ફોર્મ સત્તાધિશોની છત્ર છાયામાં ચુંટણી અધિકારીએ કિન્નાખોરી કરી ઉમેદવારી ફોર્મ રદ કરી દિધા છે તેવુ દશરથભાઈ પરમાર જણાવે છે.
ખેરાલુ નાગરિક સહકારી બેન્કની ચુંટણીમાં ઉમેદવારી ફોર્મ અનુસુચિત જાતિના ખોટી રીતે રદ કર્યા છે. તેમજ જે ડીરેક્ટરોએ ૧૦ વર્ષ સત્તા ભોગવી હોય તેમના ફોર્મ રદ કરવાને બદલે ચાલુ રાખતા દશરથભાઈ રામજીભાઈ પરમાર દ્વારા બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટ મહેસાણા ખાતે બે જુદી જુદી અપિલો દાખલ કરાઈ છે. જેમાં ચુંટણી અધિકારી દ્વારા ખોટી રીતે અનુસુચિત જાતિના તમામ ઉમેદવારી ફોર્મ રદ કરતા ઉમેદવારી ફોર્મ ચાલુ રાખવા અપીલ કરી છે. જે બાબતે દશરથભાઈ પરમારે જણાવ્યુ હતુ કે, ખેરાલુ નગરપાલિકાની ચુંટણી વખતે ચુંટણી અધિકારી પ્રાંત ઓફિસરે તલાટીઓને ફોર્મ ચકાસવા બેસાડ્યા હતા. જેથી કોઈપણ ઉમેદવારનું ફોર્મ રદ ન થાય. ત્યારે ખેરાલુ નાગરિક બેન્કના ચુંટણી અધિકારીએ જે ઉમેદવારોએ રૂા.૫૦૦/- ડીપોઝીટ આપી તેમને પાવતીઓ આપી ન હોતી. ત્યારે એક ઉમેદવારનું તો રૂા. ૫૦૦/- ડીપોઝીટ ભરી નથી તેમ જણાવી ઉમેદવારી ફોર્મ રદ કર્યુ છે. તેમજ અનુસુચિત જાતિના તમામ ઉમેદવારોના ફોર્મ કિન્નાખોરી કરી રદ કરી દીધા છે. ખેરાલુ નાગરિક બેન્કના ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે ઈરાદાપુર્વક કોઈ ચકાસણી કરતુ ન હોતુ. દશરથભાઈ પરમાર જણાવે છે ખેરાલુ નાગરિક બેન્કમાં ગોવિંદભાઈ કાન્તિલાલ સથવારા તેમજ ગોવિંદભાઈ ભીખાભાઈ સથવારાને ૧૦ વર્ષની બે ટર્મ પુરી થવા છતાં બેન્ને ઉમેદવારોને ગેરમાર્ગે દોરી સથવારા સમાજના મત લેવા માટે ઉમેદવારી ફોર્મ ભરાવી ચાલુ રાખ્યા છે. દશરથભાઈ પરમારે જણાવ્યુ છે કે, બંન્ને સથવારા સમાજના ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ રદ કરવા બોર્ડ ઓફ નોમિનીઝમાં અપીલ કરાઈ છે. તા.૨૯-૧૨-ર૦૨૫ના રોજ મુદ્ત છે. ખેરાલુ નાગરિક સહકારી બેન્ક દ્વારા બોર્ડ ઓફ નોમિનિઝમાં કેવીયટ દાખલ કરી હોવાથી તા.૨૬-૧૨-૦૨૫ના દિવસે કોર્ટ નોટીસ મળી ગઈ છે. તેવુ દશરથભાઈ પરમાર જણાવે છે. જોઈએ હવે શું થાય છે. ઉમેદવારી ફોર્મ અનુસુચિત જાતિ સમાજના ચાલુ રહે કે રદ થાય ફાયદો ભાજપને થવાનો છે. તેવુ લાગે છે. જો ૧૦ વર્ષની મુદ્ત પુર્ણ કરનાર બે ડીરેક્ટરોના ઉમેદવારી ફોર્મ રદ થાય તો ભાજપની જેમ કોંગ્રેસની પેનલ લંગડી થશે.
કોંગ્રેસના ઉમેદવારો તમામ ભેગા થઈને ચુંટણી પ્રચારમાં ગામડે જતા નથી તેવી બિન સત્તાવાર માહિતી મળી છે જો વાત સાચી હોય તો પરિણામ?