Select Page

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ધ્યાન દોરતા સમગ્ર ગુજરાતના હિતમાં સરકારનો નિર્ણયપાલિકાની હદમાં સમાવેશ કરાયેલ વિસ્તારોમાં બાંધકામ મંજૂરીનો માર્ગ ખુલ્યો

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ધ્યાન દોરતા સમગ્ર ગુજરાતના હિતમાં સરકારનો નિર્ણયપાલિકાની હદમાં સમાવેશ કરાયેલ વિસ્તારોમાં બાંધકામ મંજૂરીનો માર્ગ ખુલ્યો

વિસનગર પાલિકાનો હદ વધારો કરવામાં આવતા વિકાસ નકશો ન બને ત્યાં સુધી પાલિકામાં સમાવેશ કરવામાં આવેલ વિસ્તારમાં બાંધકામ પરવાનગીની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. પાલિકામાં સમાવેશ કરાયેલ વિસ્તારના લોકો પાલિકામાં બાંધકામ મંજુરી માટે અરજી કરતા હતા. આવી લગભગ ૧૦૦ ઉપરાંત્ત અરજી હોવાથી ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીએ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને જાણ કરી હતી. ગુજરાતમાં ઘણી મહાનગર પાલિકા અને નગરપાલિકાઓનો હદ વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે વિસનગર પાલિકાના આ પ્રશ્નને ધ્યાને લઈ કેબીનેટ મંત્રીએ સરકારનુ ધ્યાન દોરતા સમગ્ર ગુજરાતના હિતમાં સરકાર દ્વારા નિર્ણય લઈ હદ વધારો કરવામાં આવેલ વિસ્તારમાં બાંધકામ મંજુરીની પરવાનગી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વિસનગર પાલિકાના હદમાં સમાવેશ કરાયો નહોતો તે સમયે કાંસા એન.એ.વિસ્તારમાં બાંધકામ માટે કાંસા એન.એ.ગ્રામ પંચાયતમાં મંજુરી મળતી હતી. જ્યારે પાલિકાની હદ બહારના આઉટ ગ્રોથ(ઓ.જી) વિસ્તારમાં બાંધકામ માટે તાલુકા પંચાયતમાંથી મંજુરી મળતી હતી. પાલિકાનો હદ વધારો કરવામાં આવતા આ તમામ વિસ્તારનો પાલિકામાં સમાવેશ થયો હતો. પાલિકાની હદમાં રહેણાંક માટેના ખાલી પ્લોટ ઓછા છે, પરંતુ પાલિકામાં સમાવેશ કરાયેલ વિસ્તારમાં એવી ઘણી સ્કીમ છે. જેમાં રહેણાંક માટેના પ્લોટ ખાલી છે. પાલિકાનો હદ વધારો કરતા રિવાઈઝડ ડેવલોપમેન્ટ પ્લાન વિકાસ નકશો ન બને ત્યા સુધી બાંધકામ પરવાનગીની કાર્યવાહી અટકાવવામાં આવી હતી. જેના કારણે પ્લાન પાસ કરાવી બાંધકામ મંજુરી લઈ લોન મેળવવામાં ઘણી તકલીફ પડતી હતી. બાંધકામ મંજુરી માટે લોકો વિસનગર પાલિકાના ધક્કા ખાતા હતા. ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીએ બાંધકામ મંજુરીમાં થતી હાલાકી બાબતે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને માહિતગાર કર્યા હતા. ત્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને માહિતગાર કર્યા હતા. ત્યારે કેબીનટે મંત્રીએ સરકારનુ ધ્યાન દોરતા અને આવી પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં હોવાનુ માલુમ પડતા તા.૨૩-૧૨-૨૦૨૫ ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બાંધકામ મંજુરી મેળવવાના રાહત આપતો પરિપત્ર કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીએ જણાવ્યું છેકે, સરકારશ્રીના તા.૩૧/૦૫/૨૦૨૫ તથા તા.૨૯/૦૭/ ૨૦૨૫ના જાહેરનામાંથી વિસનગર નગરપાલિકા ની હદમાં વધારો થયેલ છે. તેમજ સરકારશ્રીના તા.૨૯/૦૭/ ૨૦૨૫ના જાહરેનામાથી વિસનગર નગરપાલિકા ની વધેલી હદ સહિતનો રિવાઇઝડ ડેવલોપમેન્ટ પ્લાન વિકાસ નકશો બનાવવા સૂચના આપેલ છે. જે અન્વયે વિસનગર નગરપાલિકા દ્વારા વિસનગર કાંસા એન.એ સહિતની વધેલી હદમાં હાલે વિકાસ પરવાનગી કે બાંધકામ પરવાનગીની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવેલ હતી.
સમાવેશ કરાયેલ વિસ્તારોની ૧૦૦ ઉપરાંત્ત બાંધકામ મંજૂરીની અરજીઓ પેન્ડીંગ હતી
જે અન્વયે શહેરી/વિસ્તાર વિકાસ સત્તામંડળના શહેરી/વિકાસ વિસ્તાર માં ભળતા નવા વિસ્તારોમાં વિકાસ પરવાનગી આપવા સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના તા.૨૩/૧૨/૨૦૨૫ના હુકમ અન્વયે. સત્તામંડળમાં ભળતા સદરહુ નવા વિસ્તારોમાં મહાનગરપાલિકા/નગરપાલીકાની હદમાં વધારો થયા તારીખ અગાઉ નગર આયોજન અને મૂલ્યાંકન ખાતાના સંબધિત નગર નિયોજકશ્રીની કચેરીમાં જે હેતુ માટે લે-આઉટ/બિલ્ડીંગ પ્લાનના અભિપ્રાય માટે તેમની કચેરીમાં પ્રકરણ રજુ થયેલ હોય અને ચકાસણી ફી ભરપાઈ કરેલ હોય અને નિર્ણય થયેલ ના હોય, તેવા પ્રકરણોમાં તે જ હેતુ માટે અને તેટલા જ ક્ષેત્રફળ પૂરતા સી.જી.ડી.સી.આર.ની “ડી-૧૦” કેટેગરી મુજબના વિનિયમો લાગુ કરી જેતે સત્તામંડળ ઓફલાઈન પરવાનગી આપી શકશે.
સત્તામંડળમાં ભળતા સદરહુ નવા વિસ્તારોમાં નગરપાલીકાની હદમાં વધારો થયા બાદ અને સતામંડળમાં આવા વિસ્તાર ભળ્યા તારીખ અગાઉં જો નગરપાલિકા સમક્ષ પ્રકરણ રજુ થયેલ હોય અને ચકાસણી ફી ભરપાઈ કરેલ હોય અને નિર્ણય થયેલ ના હોય, તેવા પ્રકરણોમાં તે જ હેતુ માટે અને તેટલા જ ક્ષેત્રફળ પુરતા સી.જી.ડી.સી.આર.ની “ડી-૮” કેટેગરી મુજબના વિનિયમો લાગુ કરી જે તે સત્તામંડળ ઓફલાઈન પરવાનગી આપી શકશે.
સત્તામંડળમાં ભળતા સદરહુ નવા વિસ્તારો માટે ઉકત ક્રમ ૧ અને ૨ સિવાયના કિસ્સાઓમાં આવા વિસ્તારની નવી વિકાસ યોજના અને તેને સંલગ્ન વિનિયમો અધિનિયમની કલમ-૧૩ હેઠળ પ્રસિધ્ધ ના થાય ત્યા સુધી જે તે સત્તામંડળની હાલની સી.જી.ડી.સી.આર. ની કેટેગરી મુજબના વિનિયમો લાગુ કરી, ફક્ત મુળ ગામતળની ૩૦૦ મી. ની પેરીફરીમાં રહેણાંક/કોમર્શીયલના હેતુ માટે તથા તે સિવાયના વિસ્તારમાં ખેતીઝોન મુજબ સી.જી.ડી.સી.આર. ના ટેબલ નં. ૬.૨૦ મુજબ જે તે સત્તામંડળ ઓફલાઈન પરવાનગી આપી શકાશે.
સત્તામંડળમાં ભળતા સદરહુ નવા વિસ્તારોમાં વિકાસ પરવાનગી આપતી વેળાએ જે તે સત્તામંડળ ધ્વારા પોતાની આગવી સુઝબુઝથી આ વિસ્તારોમાં વિકાસની શકયતાઓ ધ્યાને લઇ સુચવવાના થતા રસ્તાઓના આયોજન તથા ઝોનીંગ અંગે વિચારણા કર્યા બાદ આવી પરવાનગીઓ આપવાની રહેશે. જેથી જયારે પણ અધિનિયમની કલમ-૧૩ હેઠળ વિકાસ યોજના પ્રસિધ્ધ કરવામાં આવે ત્યારે આયોજનામાં એકસૂત્રતા જળવાઈ રહે.
આવી પરવાનગી આપતી વેળાએ જરૂરી ફી/ચાર્જ/ પેનલ્ટી વિગેરે મંજુર અને અમલી સી.જી.ડી.સી.આર. માં દર્શાવેલ સત્તામંડળની હાલની કેટેગરી મુજબ વસુલ લેવામાં આવશે. જેની તમામ નાગરિકોએ નોંધ લેવી.