Select Page

મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે ૩૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે ૩૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

વિસનગર તાલુકાના ગામોમાં વિકાસનો પવન ફૂંકાયો

વિસનગર ધારાસભ્ય ઋષિભાઇ પટેલ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી બનતા જ તેમને કરોડો રૂપિયાના ખર્ચે શહેર અને તાલુકાના મહત્વના વિકાસકામો કર્યા છે.મંત્રીશ્રીએ તેમના કાર્યકાળમાં વિસનગર તાલુકામાં દરેક ક્ષત્રે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે.તાજેતરમાં મંત્રી ઋષિભાઈ પટેલે વિસનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તા.૧૭ અને૧૮ જાન્યુઆરી એમ બે દિવસ પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેમણે તાલુકાના વિવિધ ગામોમાં કુલ ૩૦ કરોડથી વધુના ખર્ચે થનાર વિકાસલક્ષી પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને ગ્રામીણ વિકાસને નવી ગતિ આપી છે.આ પ્રવાસમાં મંત્રીએ તાલુકાના કાંસા, વાલમ, ભાલક, દેણપ, ઉમતા અને ચિત્રોડા સહિત કુલ ૧૧ ગામોની મુલાકાત લીધી હતી.જ્યાં તેમને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ સાંભળી હતી. મંત્રીએ ખાતરી આપતા જણાવ્યું હતુ કે છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ જેવી કે પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય અને શિક્ષણ પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા છે. ગ્રામ પંચાયતોમાં વહીવટી સુધારાના ભાગરૂપે ગ્રામ પંચાયતોનો વહીવટ વધુ આધુનિક બને તે હેતુથી મંત્રીએ વિવિધ ગામોમાં મંજૂર કરાયેલા નવીન ગ્રામ પંચાયત ભવનો વિશે માહિતી આપતા કહ્યુ કે આ સુવિધાથી સરપંચો અને તલાટી કમ મંત્રીઓને કામ કરવા માટે યોગ્ય વાતાવરણ મળશે અને ગ્રામજનોને સરકારી સેવાઓ વધુ ઝડપથી પ્રાપ્ત થશે.રાજ્ય સરકારે ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપી છે. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી નુકસાન ભોગવનાર ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા વળતરની રકમ સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવી છે.વધુ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “ગામડું મજબૂત હશે તો તાલુકો સમૃદ્ધ થશે”ના સૂત્ર સાથે સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં સર્વાંગી વિકાસ કરવા સતત કાર્યરત છે.
આ પ્રસંગે ભાજપ સંગઠનના હોદ્દેદારો, ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની વિકાસલક્ષી કામગીરીને બિરદાવી હતી. ગુજરાત સરકારે વિસનગર ધારાસભ્ય ઋષિભાઇ પટેલને રાજ્યના કેબિનેટ મંત્રી બનાવતા તેઓએ મતોનું રાજકારણ રમ્યા વગર દરેક ગામોમાં વિકાસ કર્યો છે.જેના કારણે આજે સમગ્ર તાલુકામાં મંત્રી ઋષિભાઈ પટેલની ભારે લોકચાહના મેળવી છે.મંત્રીશ્રીએ શહેર અને તાલુકાના ગામોમાં કરેલા વિકાસ કામોના ફળ સ્વરૂપે દરેક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતઓની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને પ્રજાના મતોનો ભરપૂર ફાયદો થયો છે.