વડનગરમાં પ્લાસ્ટીક મુક્ત યાત્રાનો ભવ્ય શુભારંભ
નાયબ મુખ્યમંત્રીના શુભેચ્છા સંદેશ તથા જુગલસિંહ લોંખડવાલાના રપ લાખના દાન સાથે
વડનગરમાં પ્લાસ્ટીક મુક્ત યાત્રાનો ભવ્ય શુભારંભ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
વડનગરના સર્વોદય સેવા ટ્રસ્ટવાળા સામાજીક કાર્યકર સોમાભાઈ મોદીની પ્રેરણાથી ખેરાલુ એ.પી.એમ.સી. ચેરમેન ભીખાલાલ ચાચરીયા દ્વારા પ્લાસ્ટીક મુક્ત ભારત અભિયાન યાત્રાનો વડનગર મેડીકલ કોલેજથી પ્રારંભ કરાયો હતો. આદરણીયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે વડનગરથી તારંગા પ્લાસ્ટીક મુક્ત ભારત અભિયાન યાત્રાના પ્રારંભ સમયે સામાજીક રાજકીય કાર્યકર સોમાભાઈ મોદી, રાજ્ય સભાના સાંસદ ઠાકોર જુગલસિંહ લોખંડવાલા, વડનગર પાલિકા પ્રમુખ ઘેમરજી ઠાકોર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુનિલદત્ત મહેતા, નર્મદા નિગમના ડાયરેક્ટર વી.વી. રાવલ, જિલ્લા ભાજપ પ્રમુખ નિતીનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ (સુંઢિયા), જિલ્લા પ્રભારી જગદીશભાઈ પટેલ, કલેકટરશ્રી મહેસાણા એચ.કે.પટેલ, વડનગર શહેર ભાજપ પ્રમુખ ઘેમરજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ શાહ, શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ મોદી, જિલ્લા યુવા મોરચા મંત્રી કમલભાઈ પટેલ, મહિલા મોરચા પ્રમુખ સોનિયાબેન પટેલ, વડનગર પાલિકા ઉપપ્રમુખ ઉર્મિલાબેન પટેલ, પાલિકા બાંધકામ કમિટી ચેરમેન કાનાજી ઠાકોર, ડી.ડી.ઓ.દક્ષીણી સાથે તમામ કોર્પોરેટરો સંગઠનના હોદ્દેદારો, તમામ સમાજના આગેવાનો મોટી સંખ્યામા યુવાનો સાથે યાત્રાનો પ્રારંભ ભવ્ય રીતે કરાયો હતો.
યાત્રાના પ્રસ્થાન સમયે મેડીકલ કોલેજના ડીન દ્વારા નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલનો શુભેચ્છા સંદેશો વાંચી સંભળાવ્યો હતો. ત્યારબાદ રાજ્ય સભાના સાંસદ ઠાકોર જુગલસિંહ લાંખડવાલાએ યાત્રાનો સંકલ્પ પત્રનુ વાંચન કર્યુ હતુ. આ સંકલ્પ પત્રમાં પ્લાસ્ટીક મુક્ત ભારત અભિયાન, સ્વચ્છતા ખેતી અને જળ સંચયના મુદ્દા મુખ્ય હતા. મેડીકલ કોલેજથી આગેવાનો સ્વયંમ સેવકો, મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ, શમિષ્ઠા તળાવ સુધી પદયાત્રા કરી પહોચ્યા હતા. જેમા વિધાનસભાના પુર્વ અધ્યક્ષ અને ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોર જોડાયા હતા. શર્મિષ્ઠા તળાવ ખાતે ખેરાલુ એ.પી.એમ.સી. ચેરમેન ભીખાલાલ ચાચરીયાએ પ્લાસ્ટીકની થેલીઓની જગ્યાએ કાપડની થેલીઓ લઈને ખરીદી કરવા જવા માટે કાપડની થેલીઓનુ વિતરણ કર્યુ હતુ. શર્મિષ્ઠા તળાવ ખાતે સામાજીક કાર્યકર સોમાભાઈ મોદી, ખેરાલુ એ.પી.એમ.સી.ના ચેરમેન ભીખાલાલ ચાચરીયા, વડનગર પાલિકા પ્રમુખ ઘેમરજી ઠાકોર સહિત આગેવાનોને નર્મદા નિરના વધામણા કર્યા હતા.
શર્મિષ્ઠા તળાવથી આ યાત્રા આદરણીય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જયાં ભણ્યા હતા તે રેલ્વે સ્ટેશન પાસેથી બી.એન. હાઈસ્કુલ પહોચી હતી. જયાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન નિમિત્તે રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા. રાજ્ય સભાના સાંસદ જુગલસિંહ ઠાકોરે બી.એન.હાઈસ્કુલ માટે રપ લાખ જેટલુ માતબર રકમની ગ્રાન્ટ ફાળવી હતી. ત્યારપછી આ યાત્રા સર્વોદય સેવા ટ્રસ્ટના વિસામો વૃધ્ધાશ્રમ ખાતે પહોંચી હતી. જયાં વડાપ્રધાનના જન્મદિવસને કેક કાપી ઉજવણી કરાઈ હતી જયાં માણસાના ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી પણ જોડાયા હતા.
પ્લાસ્ટીક મુક્ત ભારત જન જાગૃતિ અભિયાન અર્થે દિલ્હીથી બુલેટ રાણી રાજલક્ષ્મી મંડા ચાર રાજ્યોમાંથી પસાર થઈ વડાપ્રધાનની જન્મભુમિ વડનગર ખાતે પહોચતા બોધ્ધ સર્કલ (તોરણીયા વડ) ખાતે ભવ્ય સ્વાગત કરાયુ હતુ. વડનગર શહેરમાં પરિભ્રમણ કરી આ યાત્રા વડનગર ટાઉન હોલ ખાતે જાહેર સભામાં ફેરવાઈ હતી. જયાં રાજલક્ષ્મી મંડા, જિલ્લા ભાજપ પ્રમુખ નિતીનભાઈ પટેલ, જિલ્લા પ્રભારી જગદીશભાઈ પટેલ વિગેરેએ સંબોધન કર્યુ હતુ. વડનગરમાં ઠેર ઠેર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા પ્લાસ્ટીકનો વપરાશ બંધ કરવાનો સંકલ્પ લીધો હતો. વડનગર થી આ યાત્રા સુલીપુર પહોંચી હતી. જયાં ખેરાલુ એ.પી.એમ.સી.ના ચેરમેન ભીખાલાલ ચાચરીયા સાથે તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, પ્રદેશ મંત્રી પવનભાઈ ચૌધરી તથા આગેવાનો દ્વારા મહિલાઓને કાપડની થેલીઓનું વિતરણ કરાવ્યુ હતુ.