Select Page

હડકવાની રસી લેવામાં બેદરકારી દાખવતા મૃત્યુ

હડકવાની રસી લેવામાં બેદરકારી દાખવતા મૃત્યુ

જીલ્લા આરોગ્ય ટીમે સમગ્ર ગામમાં તપાસ કરી

હડકવાની રસી લેવામાં બેદરકારી દાખવતા મૃત્યુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કુતરૂ કરડતાં તેને સામાન્ય ગણી હડકવાની રસી લેવામાં બેદરકારી દાખવવી તે આત્મઘાતી ગણી શકાય. વિસનગર તાલુકાના મગરોડામાં એક વ્યક્તિને કુતરૂ કરડ્યા બાદ રસી નહી લેતા હડકવાની અસર થઈ હતી. જેમનુ સારવાર દરમ્યાન મૃત્યુ થતાં ચૌધરી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. જોકે આ બનાવની તંત્રને જાણ થતાં અન્ય કોઈ હડકવાની અસર નીચે છેકે નહી તેની તપાસ કરવા જીલ્લા આરોગ્ય ટીમ મગરોડામાં ઉતરી પડી હતી.
વિસનગર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, ભાજપ અગ્રણી રાજુભાઈ ચૌધરીના સાળા મગરોડા ગામના કિશોરભાઈ વાઘજીભાઈ ચૌધરી દુધ ઉત્પાદકમાં ગામમાં પ્રથમ નંબર ધરાવતા હતા. લગભગ ત્રણ માસ પહેલા કિશોરભાઈ ચૌધરી ગામની ડેરીએ દુધ ભરાવવા માટે ગયા ત્યારે તેમને હડકાયુ કુતરૂ કરડ્યુ હતુ. તે સમયે દુધ ભરાવવા માટે આવેલા કંકુબેન નાથુભાઈ ચૌધરી અને કાન્તાબેન મફાભાઈ ચૌધરીને પણ દુધ ડેરી આગળ કુતરૂ કરડ્યુ હતું. હડકાયા કુતરાના આતંકનો ભોગ બન્યા બાદ બે મહિલાઓએ હકડવાની રસી લઈ સારવાર પુરી કરી હતી. જ્યારે કિશોરભાઈ ચૌધરીએ હડકાયુ કુતરૂ કરડવાની બાબતને ગંભીરતાથી નહી લેતા ત્રણ માસ બાદ તેમને હડકવાની અસર થઈ હતી. જેમને સારવાર માટે વિસનગર મહેસાણા અને છેલ્લે અમદાવાદ સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ તા.૧૭-૯-૨૦૧૯ ના રોજ કિશોરભાઈ ચૌધરીનું દુઃખદ અવસાન થયુ હતુ. સારવાર કરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના ર્ડાક્ટરે જણાવ્યુ હતું કે, આઠ વર્ષ બાદ હડકવાનો આ પ્રથમ કેસ જોવા મળ્યો છે. હડકાયા કુતરાના કારણે હડકવાની અસરથી મૃત્યુ થયુ હોવાનુ જાણી જીલ્લા આરોગ્ય તંત્ર દોડતુ થયુ હતુ. આરોગ્ય ટીમે મગરોડા ગામની મુલાકાત લઈ અન્ય કોઈ હડકવાની અસર નીચે છેકે નહી તેની તપાસ કરી હતી. કિશોરભાઈ ચૌધરીના અવસાનથી સમગ્ર ચૌધરી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. જેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts