Select Page

દેવપ્રિય પાવનકારી પુષ્ય નક્ષત્ર

દેવપ્રિય પાવનકારી પુષ્ય નક્ષત્ર

દેવપ્રિય પાવનકારી પુષ્ય નક્ષત્ર


• આપણા શાસ્ત્રકારોએ (ઋષિ મુનિઓ) આપણા માટે અદ્‌ભૂત શાસ્ત્રોની રચના કરી છે. આમાનું એક શાસ્ત્ર છે જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષ શાસ્ત્ર એક અતિ ગૂઢ અને રહસ્યમય શાસ્ત્ર મનાયું છે. અનંત બ્રહ્માંડમાં સર્જાતી અનેક અવકાશી ઘટના માણસના જીવન પર કેવી શુભાશુભ અસરો કરે છે. તેનું સંપૂર્ણ જ્ઞાન દર્શાવતું શાસ્ત્ર હોય તો તે જ્યોતિષ શાસ્ત્ર છે. આ અદ્‌ભૂત શાસ્ત્રમાં જ્ઞાન, વિજ્ઞાન અને ગણિતનો ત્રિવેણી સંગમ અને શ્રેષ્ઠ સમન્વય થયો છે.
• પુરાણ કથાનુસાર બ્રહ્માજીના માનસપુત્ર ગણાયેલા દક્ષ પ્રજાપતિની ૨૭ કન્યાઓ ચંદ્રદેવને પરણી હતી. આ ૨૭ ચંદ્રપત્નીઓનાં નામ પરથીજ ૨૭ નક્ષત્રોનાં નામ પડ્યાં છે. શાસ્ત્રકારોએ નક્ષત્રનો અર્થ નઃક્ષત્ર ઈતિ નક્ષત્ર / અર્થાત જેનો નાશ થતો નથી તે જ્યોતિષશાસ્ત્ર મુજબ અવકાશમાં ચંદ્રનો એક ચોક્કસ ગમન માર્ગ નક્કી થયેલો છે. દર મહિનાની અમાસથી અમાસ સુધીમાં ચંદ્ર ૨૭ નક્ષત્રોમાંથી પસાર થાય છે.
• રાશિ મંડળની રાશિઓ ૧૨ છે. દરેક રાશિ સવા બે દિવસની ગણાય છે. આ રીતે ચંદ્ર જે દિવસે જે – તે નક્ષત્રમાં હોય તે મુજબ તે સમયે જન્મનાર જાતકની રાશિ નક્કી થાય છે. ૨૭ નક્ષત્રોમાંથી ૩ નક્ષત્રો અતિ અશુભ મનાયાં છે તે પૈકી જ્યેષ્ઠા, મૂળ અને આશ્લેષા મુખ્ય છે. બાકીનાં નક્ષત્રો પ્રમાણસર શુભ મનાય છે. આમાંથી માત્ર ને માત્ર પુષ્ય નક્ષત્રને આપણાં શાસ્ત્રોએ સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ નક્ષત્ર માન્યું છે. શાસ્ત્રોમાં તેનો મહિના ખૂબ ઉંચો અંકાયો છે.
• લક્ષ્મીજીનો જન્મ પુષ્ય નક્ષત્રમાં થયાનો ઉલ્લેખ પુરાણોમાં મળે છે. આથી આ નક્ષત્ર દેવપ્રિય છે. દેવતાઓ દ્વારા પૂજાતું હોવાથી પુષ્ય નક્ષત્રનું એક નામ ‘અમરેજય’ પણ પડ્યું છે. કદાચ આથીજ આ નક્ષત્રને નક્ષત્રનો રાજા કહેવાય છે. પુષ્ય નક્ષત્રમાં કરેલું દરેક કાર્ય વિશેષ રૂપે સફળ અને સાર્થક બને છે. આથીજ આ દુર્લભયોગને ખરીદી કરવા માટે તથા નવાં કાર્યોની શરૂઆત કરવામાં ઉત્તમ માનવામાં આવે છે. આ શુભ યોગમાં સોનું, ચાંદી, ઝવેરાત, ધંધાકીય, આવક-જાવકના ચોપડા, વાહનો, ઘર, જમીન કે કોઈપણ વસ્તુ ખરીદવામાં આવે તો ખરીદેલી વસ્તુ હંમેશા શ્રેયકર્તા બને છે.
• આ મંગલકારી યોગમાં શાસ્ત્રોક્ત રીતે પ્રતિષ્ઠિત શ્રી લક્ષ્મીયંત્ર, શ્રી મેરુલક્ષ્મીયંત્ર, સ્ફટીકનું ‘શ્રીયંત્ર’, શ્રી રિધ્ધિ, સિધ્ધિ ગણેશયંત્ર, શ્રી કાર્યસિધ્ધિયંત્ર, શ્રી ગાયત્રી યંત્ર, તથા બીજા અનેક જીવન ઉપયોગી અને કલ્યાણકારી યંત્રો વીધી પૂર્વક સિધ્ધ કરીને પૂજામાં મુકવાથી તેનું શ્રેષ્ઠ પરીણામ મળે છે.
• આવું અદ્‌ભૂત, પરમ પ્રભાવક અને દેવપ્રિય પુષ્ય નક્ષત્ર આ વખતે તારીખ ૨૧-૧૦-૨૦૧૯ ને સોમવારે સાંજે ૧૭-૩૨ થી શરુ થશે. જે તારીખ ૨૨-૧૦-૨૦૧૯ ને મંગળવાર ૧૬-૩૯ સુધી છે.
• આસો વદ-૧૨ ને શુક્રવાર ૨૫-૧૦-૨૦૧૯ ધનતેરસ
આસો વદ-૧૩ ને શનિવાર ૨૬-૧૦-૨૦૧૯ કાળીચૌદસ
આસો વદ-૧૪/અમાસને રવિવાર ૨૭-૧૦-૨૦૧૯ દિવાળી(ચોપડા પૂજન)
• આસો વદ-અમાસને સોમવારે ૨૮-૧૦-૨૦૧૯ ના દિવસે અમાસ સવારે ૯ કલાક અને ૮ મીનીટ સુધી છે. તેમજ એકમનો ક્ષય હોવાથી આ વખતે નૂતન વર્ષારંભ, ગોવર્ધન પૂજા ૨૮-૧૦-૨૦૧૯ ને સોમવારે ગણાશે. પેઢી ખોલવાનું શુભ મુર્હુત સોમવારે સવારે ૯-૦૮ પછી ૯-૦૮ થી ૧૦-૩૦ (શુભ ચોઘડીયું) શ્રેષ્ઠ છે.
• કારતક સુદ-૨ ને મંગળવાર, ૨૯-૧૦-૨૦૧૯ ના રોજ ભાઈબીજ ગણાશે. મંગળવાર વિંછુડો ૧૭-૩૬ બેસે છે. જે ૩૧-૧૦-૨૦૧૯ ને ગુરુવારે (કારતક સુદ-૪ ને ગુરુવારે) ૨૧ ક.-૩૨ મી. ઉતરશે.
• લાભ પંચમી – કારતક સુદ-૫ ને શુક્રવાર ૧-૧૧-૨૦૧૯ સવારના શુભ મુર્હુત – ૬-૦૦ થી ૭-૩૦, ૭-૩૦ થી ૯-૦૦, ૯-૦૦ થી ૧૦-૩૦
 

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us