Select Page

ખેરાલુના ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણીમાં લોલમલોલ

ખેરાલુના ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણીમાં લોલમલોલ

ડીજીટલ ગુજરાતના તાયફા ચુંટણી ટાણે ખુલ્લા પડયા

ખેરાલુના ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણીમાં લોલમલોલ

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ગુજરાત સરકાર દ્વારા કાયમ પોતે કરેલા વિકાસની વાતો પ્રસંશા જાતે કરે છે. ગુજરાતની ભાજપ સરકાર આત્મશલાધામાં રહે છે. ખેડુતો સહિત સમગ્ર ગુજરાતની ગ્રામ પંચાયતો ડીજીટલ બનાવવાનું શરુ તો કર્યુ પરંતુ ખરેખર એ.સી. રૂમોમાં બેસીને નિર્ણય કરતા અધિકારીઓ લોકોને કેવી તકલીફ પડે છે. તેનાથી અજાણ છે. આવો જ એક બનાવ ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણીમાં બનતા ખેરાલુ વિધાનસભાની પેટા ચુંટણી ટાણે ડીજીટલ ઈન્ડીયાના તાયફો ખેડુતો માટે શ્રાપરૂપ બન્યો છે.
ચાલુ વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો નિર્ણય સમય કરતા વહેલો શરુ કરાયો કારણકે ગુજરાતની પેટા ચુંટણીઓ હોવાથી ખેડુતોના મત મેળવવા આ નિર્ણય કરાયો છે તેવો કોંગ્રેસનો આક્ષેપ છે ત્યારે ડીજીડલ ક્રાંતીનો ઉપભોગ કરવા ખેડુતોને પોતાની ગ્રામ પંચાયતોમાં જ મગફળી ટેકાના ભાવે આપવા નોંધણી કરાવવાની હતી. સરકારે નિર્ણય કર્યા પરંતુ તેનો અમલ કરાવવામાં ગુજરાત સરકારના અધિકારીઓ કાચા પડયા છે. ૧-૧૦-ર૦૧૯થી ટેકાના ભાવે મગફળી ભરાવવા નોંધણી કરવાનું શરૂ કરાયુ હતુ. જેની અંતિમ તારીખ ૩૧-૧૦-ર૦૧૯ સુધીમા ખેડુતોએ નોંધણી જેતે ગ્રામ પંચાયતોમા કરાવવાની હતી. નિર્ણય ખુબ જ સારો છે કારણ કે ખેડુતોને એ.પી.એમ.સી. ખેરાલુ સુધી ધક્કા ખાવા ન પડે પરંતુ આ બાબતે ગ્રામ પંચાયતોમાં કોઈને ખબર જ નથી. બે-ચાર ગ્રામ પંચાયતો સિવાય કોઈપણ ને પરિપત્ર મળ્યો જ નથી. સરકાર દ્વારા ૩૧ દિવસમાં ટેકાના ભાગે મગફળી આપવા નોંધણી કરાવવા હુકમ થયો છે. અડધા ઉપરાંત મહિનો વીતી ગયો છતા ગ્રામ પંચાયતોને જાણ થઈ નહોતી. ત્યારે પ્રશ્નએ ઉપસ્થિત થાય છેકે સરકારના ઉચ્ચ અધિકારીઓની ભુલને કારણે ખેડુતો હૈરાન થયા છે તો ટેકાના ભાવે મગફળી નોંધાવવાનો સમય ગાળો વધારી આપે તો ખેડુતોને રાહત થાય. ખેરાલુ તાલુકા વિકાસ અધિકારી એ.એમ. પંડયાને પણ ગ્રામ પંચાયતોને ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નોંધણી કરાવવાની છે તેવી ખબર નહોતી તો પછી સામાન્ય ખેડુતોની હાલત કેવી થતી હશે. ગ્રામ પંચાયતોને કોઈ પરિપત્રો મળ્યા નથી પછી ગ્રામ પંચાયતનો વી.સી.કેવી રીતે ટેકાના ભાવની મગફળીની નોંધણી કરે ? ડીજીટલ ગુજરાતની ગુલબાંગો વચ્ચે ખેડુતો પરેશાન, નેતાઓ ચુંટણીમા મસ્ત અને પ્રજા ત્રસ્ત છે. સરકાર પાસે ખેડુતોને મદદરૂપ થવાનું કોઈ આયોજન નથી માત્ર વાતોના વડા જ ચુંટણી ટાણે ચાલે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us