Select Page

ગુંજા સબ સ્ટેશનના ઓપરેટરોની મનમાનીથી તહેવારમાં પાણીની તકલીફ

ગુંજા સબ સ્ટેશનના ઓપરેટરોની મનમાનીથી તહેવારમાં પાણીની તકલીફ

વિસનગરની પાણી વગરની નેતાગીરી

ગુંજા સબ સ્ટેશનના ઓપરેટરોની મનમાનીથી તહેવારમાં પાણીની તકલીફ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પીવાના પાણીની તકલીફ એ ધરોઈ પાણી પુરવઠાના કારણે નહી પરંતુ ગુંજા સબ સ્ટેશનના ઓપરેટરોના કારણે હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. જોકે શહેરની પાણી વગરની નેતાગીરીના કારણે દિવાળીના તહેવારમાં લોકો પાણીની મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગુંજા સબ સ્ટેશનના ઓપરેટરો પાણી બંધ કરી દેતા પાલિકા પ્રમુખ અને વોટર વર્કસ સ્ટાફને રાતવાસો કરવાની ફરજ પડી રહી છે. ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છેકે તહેવારમાં પાણીના મુદ્દે શહેરીજનોને બાનમાં લેનાર આવા ઓપરેટરોને કયા કારણે ધરોઈ પાણી પુરવઠા તંત્ર છાવરી રહ્યુ છે?
ધરોઈ પાણી પુરવઠા આધારીત વિસનગરમાં પુરતા પ્રમાણમાં પાણી આપવામાં નહી આવતા વર્ષોથી પીવાના પાણીની હાડમારી લોકો સહન કરી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ગુંજા સબ સ્ટેશનથી પાણીની વિતરણ વ્યવસ્થા ઉપર બાજ નજર રાખવામાં આવતા ચોકાવનારી વિગતો જાણવા મળી છેકે, ધરોઈ પાણી પુરવઠા દ્વારા પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે. ત્યારે ગુંજા સબ સ્ટેશનમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા પિતા-પુત્રના કારણે શહેરમાં પુરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળતો નથી. જોકે આ પિતા પુત્રના કારણે છેલ્લા ઘણા સમયથી પાણીનો પુરવઠો ઓછો મળતો હોવાનુ કહેવાય છે. ત્યારે પાણી પુરવઠા વિભાગ શહેરીજનોને બાનમાં લેનાર ઓપરેટરો સામે પગલા કેમ ભરવામાં આવતા નથી તે યક્ષ પ્રશ્ન છે.
વોટર વર્કસ ચેરમેન ફુલચંદભાઈ પટેલે જણાવ્યુ હતું કે, છેલ્લા ઘણા સમયથી સર્વે નં.૩૦૫ માં કેમ ઓછુ પાણી આવે છે તેની તપાસ ચાલુ હતી. જેમાં ગુંજા સબ સ્ટેશનથી ખોટી રીતે હેરાનગતી થતી હોવાનું જણાયુ છે. જ્યારે સબ સ્ટેશનથી વિસનગરની લાઈનમાં પાણી છોડવામાં આવે ત્યારે પ્રેશર મીટરમાં અઢીથી ત્રણના પ્રેશરથી પાણી મળવુ જોઈએ. જ્યારે પાણી સપ્લાય વખતે મોડી રાત્રે જ્યારે પણ ગુંજા સબ સ્ટેશનમાં તપાસ કરવામાં આવી ત્યારે એકનુ પ્રેશર જોવા મળ્યુ છે. ગુંજા સબ સ્ટેશનના ઓપરેટરો દ્વારા પૂરતા પ્રેશરથી પાણી આપવા માટે ખોટી રીતે માગણીઓ કરવામાં આવે છે. ઓપરેટરોના તાબે નહી થતા વિસનગરની લાઈનનો વાલ પુરેપુરો ખોલવામાં આવતો નથી. ગુંજા સબ સ્ટેશનથી પાણી વિતરણમાં મોટી ગેરરીતિ કરવામાં આવી રહી છે.
વિસનગર પાલિકા વોટર વર્કસના પાણી સપ્લાયર ફુલેશભાઈ રબારીએ જણાવ્યુ છેકે, ધરોઈ પાણી પુરવઠાની લાઈનમાં ૨૪ કલાકમાંથી ૧૭ કલાક વિસનગરને પાણી આપવાનું હોય છે. ૭ કલાક ગામડાની લાઈનમાં પાણી આપવામાં આવે છે. વિસનગર પાલિકાના ઓપરેટર રાત્રે ૧૨-૦૦ કલાકે સબસ્ટેશનમાં જઈ ગામડાની લાઈનનો વાલ બંધ કરે છે અને શહેરની લાઈનનો વાલ ખોલે છે. ત્યારબાદ મોડી રાત્રે ગુંજા સબ સ્ટેશનના ઓપરેટર ગમે તે કારણોસર ગામડાની લાઈનનો વાલ ખોલી નાખે છે. જેના કારણે વિસનગરની લાઈનમાં પ્રેશર ઘટે છે. શહેરની લાઈનમાં સર્વે નં.૩૦૫ માં જ્યારે પણ પ્રેશર ઘટ્યુ કે પાણી બંધ થઈ ગયુ ત્યારે ગુંજા સબ સ્ટેશન તપાસ કરવામાં આવતા સબ સ્ટેશનના ઓપરેટરે ગામડાની લાઈનનો વાલ ખોલી નાખ્યો હોવાનુ પકડાયુ છે. ઓપરેટર ગામડાની લાઈનનો વાલ ખોલી નાખ્યો હોવાનુ પણ કબુલે છે પરંતુ સુધરવાનું નામ લેતા નથી.
ગુંજા સબ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર ઉપર કામ કરતા પિતા પુત્ર સામે રોષ ઠાલવતા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ જણાવ્યુ છેકે, સબ સ્ટેશનના ઓપરેટર પિતા પુત્રએ આખા વિસનગર શહેરને બાનમાં લીધુ છે. વિસનગરને રાત્રે ૧૨-૦૦ થી બપોરે ૧૨-૦૦ સુધી પાણી આપવાના સમયે છેલ્લા અઠવાડીયામાં એક દિવસ સવારે ૬-૦૦ કલાકે આ ઓપરેટરે ગામડાની લાઈનનો વાલ ખોલી નાખ્યો હતો. જેની બે દિવસ બાદ સવારે ૪-૦૦ કલાકે શહેરની લાઈનનુ પાણી બંધ કરી ગામડાની લાઈન શરૂ કરી હતી. વોટર વર્કસના કર્મચારીને સબ સ્ટેશને મોકલતા આ ઓપરેટરોના કારણે હેરાનગતી થતી હોવાનુ પકડાયુ હતુ. જોકે પાણી વગરની વિસનગરની નેતાગીરીના કારણે અત્યારે દિવાળીના તહેવારમાં લોકો પાણી માટે હેરાન થઈ રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts