Select Page

વરસંગમાં પાણી નાંખવાનુ વચન રીઝલ્ટ પહેલા પુરુ-તળાવ ક્યારે છલકાવાશે?

વરસંગમાં પાણી નાંખવાનુ વચન રીઝલ્ટ પહેલા પુરુ-તળાવ ક્યારે છલકાવાશે?

પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ ચાલુ વિધાનસભાની ચુંટણીમાં આપેલુ

વરસંગમાં પાણી નાંખવાનુ વચન રીઝલ્ટ પહેલા પુરુ-તળાવ ક્યારે છલકાવાશે?

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ વિધાનસભાની પેટા ચુંટણી વખતે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ઠેરઠેર ગઢવાડા અને ખેરાલુ તાલુકામાં પ્રવચનો દરમિયાન વરસંગ તળાવ અને ડભોડા તળાવમાં પાણી નાંખવાનું વચન આપ્યુ હતુ. ચુંટણી દરમિયાન વચન આપ્યુ ત્યારે બાવન કરોડના ખર્ચે નંખાયેલી પાઈપલાઈનમાં નર્મદાના નીર આવ્યા ત્યારે હરખઘેલી પ્રજાએ ભાજપ સરકારના વધામણા કરતા હોય તે રીતે દિવાળી ભેટ સમજી આનંદ માણ્યો હતો. આનંદ ટુંક સમયમાં શમી ગયો હતો કારણકે પાઈપલાઈનમાં પાણી પસાર કરવાનું ટેસ્ટીંગ ચાલતુ હતું. હવે ફરીથી વરસંગ અને ડભોડા તળાવ ક્યારે ભરાશે તે નક્કી હોય તેમ લાગતુ નથી.
ખેરાલુ તાલુકાની જીવાદોરી સમાન ચિમનાબાઈ સરોવરમાં ૫૦ ક્યુસેક પાણી નાંખવાનું શરુ કર્યા પછી દસ વર્ષ જેવો સમય થવા છતાં એક ક્યુસેક પાણી પણ વધારાનું નાંખવાની પરમીશન મળતી નથી. હાલ વરસંગ તળાવ અને ડભોડા તળાવમાં પાણી નંખાયુ ત્યારે પ્રજામાં વાઈરલ થયેલા વીડીયોના કારણે ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળતો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ નીતિનભાઈ પટેલ અને પાટણ સાંસદ ભરતસિંહ ડાભી જ્યાં પણ કાર્યક્રમમાં હાજર રહ્યા ત્યાં હંમેશા વરસંગ તળાવ અને ડભોડા તળાવના ભરવા માટેનો ઉલ્લેખ કર્યો હતો. વિધાનસભાની પેટાચુંટણી પતી ગઈ તે પછી રીઝલ્ટ આવે તેના પહેલા વરસંગ તળાવ અને ડભોડા તળાવમાં પાણી નાંખતા મહાનુભાવોએ પોતાનું વચન પુરુ કર્યુ કહેવાશે. પરંતુ આ તળાવોમાં નંખાયેલી પાઈપલાઈનમાં પાણી પહોચે અને કોઈ જગ્યાએ લીકેજ છેકે નહી તેની ચકાસણી કરવા નર્મદાનું પાણી ચાલુ કરાયુ હતુ. બીજુ કારણ એ પણ હતુ કે, કોન્ટ્રાક્ટરે કામ પુર્ણ કર્યુ પરંતુ તેને પુરુ બીલ ત્યારેજ મળે કે જ્યારે કોઈપણ જગ્યાએ લીકેજ વગર પાણી તળાવમાં પહોચે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છેકે એક તરફ નર્મદા ડેમનું ઓવરફ્લો પાણી એક બાજુ દરીયામાં વેડફાય છે ત્યારે વરસંગ તળાવ અને ડભોડા સહિત નર્મદા પાઈપલાઈન વિસ્તારના તમામ તળાવો ભરી દેવા જોઈએ. વરસંગ તળાવ એ સતલાસણા તાલુકાની જીવાદોરી છે. આ તળાવ ઓવરફ્લો થાય તો તેનું પાણી ચિમનાબાઈ સરોવર અને ધરોઈ ડેમ સુધી જતી નદીમાં પાણી છોડી તમામ વિસ્તાર ખેતીથી સમૃધ્ધ કરી શકાય તેમ છે. સરકાર દિવાળી પછી યુધ્ધના ધોરણે વરસંગ તળાવ છલકાવી દે તે જરુરી છે. લોકોને ચુંટણી ટાણે વરસંગ તળાવમાં પાણી નાંખવાનું વચન નેતાઓ દ્વારા અપાયુ પરંતુ કોઈ જગ્યાએ વરસંગ તળાવ છલકાવી દેવા એટલે કે તળાવ છલોછલ ભરીદેવા એકપણ નેતા બોલ્યો હોય તેવુ સાંભળ્યુ નથી. સરકાર નર્મદાના વેડફાઈ જતા પાણીથી વરસંગ તળાવ ભરી દઈ લોકોને રાહત આપવા તેમજ આ વિસ્તારના બોર કે કુવાના તળ ઉંચા લાવવા પ્રયત્ન કરવો જોઈએ. જોઈએ હવે વરસંગ તળાવ ક્યારે સરકાર પાણીથી ભરે છે?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us