Select Page

ઉપપ્રમુખ ભાવનાબેન રબારી વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ

જુથવાદમાં ભાજપના સભ્યો ગેરહાજર રહે તેવુ લાગતા શહેર ભાજપ પ્રમુખે વ્હીપ આપ્યો હતો
ઉપપ્રમુખ ભાવનાબેન રબારી વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા ઉપપ્રમુખ ભાવનાબેન રબારી વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત માટે ભારે રાજકીય ઉતાર ચઢાવ બાદ શનિવારે ખાસ સાધારણ સભા મળી હતી. ગૃહમાં ભાજપના સભ્યોની બહુમતી હતી. પરંતુ ૨૪ સભ્યોની બહુમતી પુરવાર નહી કરી શકતા ઉપપ્રમુખ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્તની પીછેહટ થઈ હતી. અવિશ્વાસની દરખાસ્ત પસાર નહી થતાં ઉપપ્રમુખ ભાવનાબેન રબારીએ સત્યનો વિજય થયો હોવાનુ જણાવ્યુ હતું.
૨૮ સભ્યોની બહુમતી ધરાવતી ભાજપ શાસીત વિસનગર પાલિકામાં કોંગ્રેસના ઉપપ્રમુખ ભાવનાબેન હેમંતભાઈ રબારી વિરુધ્ધ ભાજપના ૧૭ સભ્યોની સહી સાથે કલેક્ટરમાં અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તની ચર્ચા માટે કલેક્ટરે પાલિકાને જાણ કરતાં ચીફ ઓફીસરે દરખાસ્તની ચર્ચા માટે પ્રમુખને જાણ કરી હતી. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ ખાસ સાધારણ સભા નહી બોલાવતા ઉપપ્રમુખ ભાવનાબેન રબારીએ અવિશ્વાસની દરખાસ્તની ચર્ચા માટે ખાસ સાધારણ સભાનો એજન્ડા કાઢ્યો હતો. ખાસ સાધારણ સભા નક્કી થતાંજ સભ્યોની ખેચતાણમાં રાજકીય દાવપેચ તેજ થયા હતા. પાલિકામાં ભાજપનો જુથવાદ હોવાથી પાર્ટીના આદેશથી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલે ઉપપ્રમુખ વિરુધ્ધની દરખાસ્તને ટેકો આપવાની સુચના સાથે વ્હીપ આપવા ભાજપના સભ્યોનો સંપર્ક કર્યો હતો. જેમાં ૧૯ સભ્યોને વ્હીપ બજાવી શકાયો હતો. વ્હીપમાં સહી ન કરવી પડે તે માટે કેટલાક સભ્યો ઘરે તાળા મારી અદ્રશ્ય થઈ ગયા હતા. જ્યારે ચાર સભ્યોએ પહેલેથીજ રજાનો રીપોર્ટ મુક્યો હતો. અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય છેકે નહી તેની આતુરતા સાથે તા.૧૬-૧૧-૨૦૧૯ ને શનિવારે પાલિકા સભાખંડમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફીસરની ઉપસ્થિતિમાં ખાસ સાધારણ સભા મળી હતી. આ સભામાં પાલિકાના કુલ ૩૬ માંથી ઉપપ્રમુખ સહીત ૨૨ સભ્યો હાજર રહ્યા હતા. અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં અને વિરુધ્ધમાં મત આપવાની સુચના મળતાજ ગૃહમાં હાજર ૨૨ માંથી ભાજપના તમામ ૨૧ સભ્યોએ આગળીઓ ઉચી કરી અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મત આપ્યો હતો. કુલ ચુંટાયેલા ૩૬ સભ્યોમાંથી ૨/૩ બહુમતી એટલે કે ૨૪ સભ્યો હોય તોજ અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય. પરંતુ દરખાસ્તની તરફેણમાં ૨૧ સભ્યો થતા ઉપપ્રમુખ વિરુધ્ધની અવિશ્વાસની દરખાસ્તને પછડાટ મળી હતી. ખાસ સાધારણ સભામાં ભાજપના ૭ અને કોંગ્રેસના ૭ સભ્યો ગેરહાજર રહ્યા હતા. જ્યારે જે ચાર સભ્યોએ રજાનો રીપોર્ટ મુક્યો હતો તેમાંથી ત્રણ સભ્યો જનરલમાં હાજર રહ્યા હતા. ગેરહાજર ભાજપના ૭ પૈકી પાંચ સભ્યોને ધારાસભ્ય ઋષિભાઈ પટેલે ખેસ પહેરાવ્યો હોવાથી પાલિકાના જુથવાદમાં ધારાસભ્યની ઈમેજ ખરડાઈ છે.
ઉપપ્રમુખ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર નહી થતા કોંગ્રેસના યુસીડીના ચેરમેન નુરજહાબેન સીંધીના પતિ મુસ્તાકભાઈ સીંધીએ ઉપપ્રમુખ ભાવનાબેન રબારીને હાર પહેરાવી પેંડો ખવડાવી મોં મીઠુ કરાવ્યુ હતુ. અવિશ્વાસની દરખાસ્ત પસાર નહી થતાં કોંગ્રેસના સભ્ય રાજેન્દ્રભાઈ ગાંધીએ જણાવ્યુ હતું કે, કેટલાક લોકો પોતાનો અહમ સંતોષવા પાલિકા અને શહેરનુ વાતારવણ ડહોળી રહ્યા છે. અમે કોંગ્રેસના ૮ સભ્યો છીએ પણ રાજકારણનો અનુભવ અને આવડત ધરાવતા સભ્યો છીએ. ઉપપ્રમુખ આ બોર્ડ પુરૂ થશે ત્યાં સુધી રહેશે. જ્યારે ઉપપ્રમુખ ભાવનાબેન રબારીએ જણાવ્યું હતું કે, મારા વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત તો કરવામાં આવી હતી. પરંતુ સત્તાનો ખોટો દુર ઉપયોગ કર્યાનો કે ગેરવહીવટ કર્યાનો કોઈ મુદ્દો નહોતો. વહીવટમાં સ્વચ્છ પ્રતિભા ઉભી કરી છે. પાલિકામાં પક્ષાપક્ષીથી દુર રહી નિષ્પક્ષતાથી દરેક સભ્યોને સાથે રાખ્યા છે. તેના કારણે સભ્યોએ મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us