Select Page

વિસનગર તળ ક.પા.સમાજના ભવ્ય સમુહલગ્ન યોજાયા

વિસનગર તળ ક.પા.સમાજના ભવ્ય સમુહલગ્ન યોજાયા

ધામધુમથી રાત્રી સમુહલગ્નના પ્રણેતા સ્વ.પ્રહેલાદભાઈ ગોસાને સૌએ યાદ કર્યા

વિસનગર તળ ક.પા.સમાજના ભવ્ય સમુહલગ્ન યોજાયા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તળ કડવા પાટીદાર સમાજ આયોજીત ૨૭ મો સમુહલગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો. સમાજના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ અને તેમની કારોબારી ટીમની સમુહલગ્નની વ્યવસ્થા દાદ માગી લે તેવી હતી. આ સમુહલગ્નમાં ધામધુમથી રાત્રી સમુહલગ્ન કરવાની શરૂઆત ગત વર્ષે પ્રહેલાદભાઈ ગોસાના પ્રમુખકાળમાં થઈ હતી. ત્યારે આ સમુહલગ્નમાં સ્વ.પ્રહેલાદભાઈ ગોસાને સૌએ યાદ કર્યા હતા. જેમનુ મરણોત્તર સન્માન કરવામાં આવ્યુ હતુ.
વિસનગર તળ કડવા પાટીદાર સમાજના તા.૨૩-૧૧-૨૦૧૯ ને શનિવારના રોજ તળ કડવા પાટીદાર સમાજની વાડીમાં ધામધુમથી સમુહલગ્ન યોજાયા હતા. તળ સમાજના પ્રમુખ અને એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના માર્ગદર્શનમાં યોજાયેલ આ સમુહલગ્નમાં ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનમાં પ્રમુખ મણીભાઈ પટેલ મમ્મી, સાંસદ શારદાબેન પટેલ, ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ, ઉંઝા માર્કેટયાર્ડના ચેરમેન દિનેશભાઈ પટેલ, ચોર્યાસી સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ, સમાજ શ્રેષ્ઠી કરશનભાઈ એસ.પટેલ, રાજુભાઈ પટેલ આર.કે., રાજુભાઈ ચૌધરી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, ગોવિંદભાઈ ગાંધી પાલિકા પ્રમુખ, ભોજનદાતા રાકેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ દાળીયા, બંસીધરભાઈ પટેલ, પંકજભાઈ પટેલ વિરા, હરેશભાઈ પટેલ પૂજા ડેવલોપર્સ વિગેરેએ હાજરી આપી હતી.
સમુહલગ્ન પ્રસંગે સમાજના પ્રમુખ પ્રકાશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતા સ્ટેજ ઉપર હાજર તમામ મહાનુભાવો, દાતાઓ, આમંત્રીતોને આવકારી જણાવ્યું હતું કે, મુરબ્બીશ્રી સાંકળચંદ દાદા, શીવાકાકા, સમાજના પૂર્વ પ્રમુખ રામાકાકા, સાંકળચંદ કાકા આહોલીયા, ચંદુભાઈ પટેલ, સ્વ.પ્રહેલાદભાઈ પટેલની મહેનતથી સમાજનુ સીંચન થયુ છે અને આજ સમાજ પ્રગતિના પંથે છે. તળ કડવા પાટીદાર સમાજ વિસનગરના અન્ય સમાજોને સાથે રાખી ખભેખભો મીલાવી ચાલવાવાળો સમાજ છે. વિસનગર તાલુકામાં તળ સમાજ સૌપ્રથમ સમુહલગ્નની શરૂઆત કરી હોવાનુ જણાવી સમુહલગ્ન માટે સરકારની મળતી સહાયની જાણકારી આપી હતી. સમાજની વાડીમાં ઈન્ડોર હૉલ, લાયબ્રેરી, હોસ્ટેલની સુવિધા સાથેના શૈક્ષણિક સંકુલના વિકાસની વિગતો આપી આ યોજના માટે ઉદાર હાથે દાન આપવા દાતાઓને અપીલ કરી હતી. સમાજના યુવાનોને વ્યસનથી દુર કરવા, દિકરા દિકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવા, જરૂરીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવા, સમાજની મહિલાઓને આર્થિક પગભર કરવા, યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરવા સમાજની કમિટિ શું કરી રહી છે તેની વિગતો આપી હતી. તળ સમાજમાં ખાનગી લગ્નની સંખ્યા વધતા તમામ લોકો, આગેવાનો સમુહલગ્નમાં જોડાય તેવી અપીલ કરી હતી.
ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, તળ કડવા પાટીદાર સમાજ અનેકવિધ કામો કરી શકે તેવો સક્ષમ સમાજ છે. સમાજના પ્રમુખ પ્રકાશભાઈ પટેલને ઉલ્લેખી જણાવ્યુ હતું કે, સમાજને ભણેલા, ગણેલા અને સુજ્ઞ દ્રષ્ટીવાળા આગેવાન મળ્યા છે ત્યારે વિશ્વાસ છેકે સમાજ ખુબજ પ્રગતિ કરશે. રાત્રી સમુહલગ્નની શરૂઆત કરનાર સ્વ.પ્રહેલાદભાઈ ગોસાને યાદ કરતા જણાવ્યુ હતું કે, ધામધુમથી રાત્રી સમુહલગ્ન કરવાની શરૂઆત પ્રહેલાદભાઈ ગોસાએ કરી હતી. ત્યારે આ સમુહલગ્નની બાગડોર પ્રકાશભાઈ પટેલ અને તેમની ટીમે સંભાળી છે તે અભિનંદનને પાત્ર છે.
સમુહલગ્નના મુખ્ય ભોજનદાતા તરીકે પટેલ રાકેશભાઈ બાબુલાલ દુધી, પટેલ પ્રકાશભાઈ સતીષભાઈ તળ સમાજના પ્રમુખ તથા પટેલ રાજેશકુમાર ડી. અને પટેલ યોગેશકુમાર એન., મરચન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌજન્ય આપવામાં આવ્યુ હતુ. વિરા ડ્રેસીસવાળા પંકજભાઈ પટેલ દ્વારા સમુહલગ્નમાં જોડાનાર ૨૨ કન્યાઓને ચણીયાચોળી આપવામાં આવી હતી. સ્વ.પ્રભુદાસ ભાયસંગદાસ પટેલ રાજરત્ન અને તળ સમાજના પ્રથમ પ્રમુખ તેમજ સ્વ.શીવાભાઈ પ્રભુદાસ પટેલ પાલિકાના પ્રથમ પ્રમુખ પરિવાર દ્વારા રૂા.૫૧,૦૦૦/- નું દાન આપવામાં આવ્યુ હતુ. રૂા.૨૧,૦૦૦ થી ૫૦૦૦ સુધીનુ દાન આપનાર તમામ દાતાઓનુ શાલ અને બુકેથી સન્માન કરાયુ હતુ. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા વ્યક્તિગત રીતે દરેક કન્યાઓને રૂા.૧૦૦૦/- ની તથા ઉમિયા ગૃપ ગંજી ભાગવત સપ્તાહ જગન્નાથપુરી ગૃપ દ્વારા દરેક કન્યાઓને રૂા.૨૦૦૦ ની રસીદ આપવામાં આવી હતી. આ સીવાય પણ અન્ય દાતાઓ દ્વારા રસીદો, વાસણો, ચાંદીના સીક્કા વિગેરે અન્ય વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવી હતી.
૨૫ મા વર્ષ સુધી તળ સમાજના સમુહલગ્ન દિવસે થતા હતા. ત્યારે ગત વર્ષે ૨૬ મા સમુહલગ્નથી સમાજના પ્રમુખ પ્રહેલાદભાઈ ગોસાના માર્ગદર્શનમાં પ્રથમ વખત ધામધુમથી રાત્રી સમુહલગ્નનું આયોજન કરાયુ હતુ. સ્વ.પ્રહેલાદભાઈ ગોસાએ જે રીતે રાત્રી સમુહલગ્નની શરૂઆત કરી હતી તેજ રીતે આ સમુહલગ્નનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ધામધુમથી રાત્રી સમુહલગ્નના પ્રણેતા સ્વ.પ્રહેલાદભાઈ ગોસાનું મરણોત્તર સન્માન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા ઉપપ્રમુખ સંજયભાઈ ગોસા, રસીકભાઈ સવાળીયા, મંત્રી મણીભાઈ સામજીવાળા તથા સર્વે કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમાજની કારોબારીની નવી ટીમ હોવા છતાં ગત વર્ષે પ્રહેલાદભાઈ ગોસાનું મેળવેલ માર્ગદર્શન તથા પ્રમુખ પ્રકાશભાઈ પટેલની રાહબરી નીચે સમુહલગ્નનું સુંદર આયોજન થયુ હતું.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us