Select Page

નશો કરી મહિલાઓને બીભીત્સ બોલનાર, અનિયમીત રહી જથ્થો ઓછો આપનાર રેશનીંગ સંચાલક સામે રોષ ભભૂક્યો ભાજપના શાસનમાં સવારે ૫-૦૦ કલાકે રેશનીંગની લાઈન

નશો કરી મહિલાઓને બીભીત્સ બોલનાર, અનિયમીત રહી જથ્થો ઓછો આપનાર રેશનીંગ સંચાલક સામે રોષ ભભૂક્યો ભાજપના શાસનમાં સવારે ૫-૦૦ કલાકે રેશનીંગની લાઈન

નશો કરી મહિલાઓને બીભીત્સ બોલનાર, અનિયમીત રહી જથ્થો ઓછો આપનાર રેશનીંગ સંચાલક સામે રોષ ભભૂક્યો
ભાજપના શાસનમાં સવારે ૫-૦૦ કલાકે રેશનીંગની લાઈન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર મામલતદાર અને નાયબ પુરવઠા મામલતદારની નિષ્કાળજીના કારણે રેશનીંગ કાર્ડ ધારકોને પોતાના હક્કનો જથ્થો લેવા હેરાન થવુ પડે છે. એમાંય જથ્થો લેવા સવારે ૫-૦૦ કલાકે કાર્ડધારકોને લાઈનમાં ઉભા રહેવુ પડે તે ભાજપના શાસન માટે શરમજનક બાબત છે. નશો કરી આવનાર મહિલાઓને બીભીત્સ બોલનાર, પુરવઠો ઓછો આપનાર આવા સંચાલક સામે જીલ્લા અને તાલુકાનુ પુરવઠા તંત્ર કેમ પગલા ભરતુ નથી તે ચર્ચાનો વિષય બન્યો છે.
વિસનગરમાં દિપરા દરવાજા ઢાળમાં બાબા આંબેડકર ગ્રાહક સહકારી ભંડાર ધરાવતા રેશનીંગ દુકાનદારથી આ સમગ્ર વિસ્તારના કાર્ડધારકો ત્રાહીમામ પોકારી ગયા છે. પુરવઠા વિભાગમાં જાણે કોઈની છત્રછાયા હોય તેમ રેશનીંગ દુકાનદાર પોતાની મનમાની પ્રમાણે વર્તી રહ્યો છે. પુરવઠા તંત્રના આંખ મીચામણા સામે ગરીબ, શ્રમજીવી વર્ગના લોકો, જરૂરીયાતમંદ લોકો પોતાના સ્વમાનના ભોગે પુરવઠો મેળવી રહ્યા છે.
જીલ્લા અને તાલુકાનુ પુરવઠા તંત્ર કયા કારણે રેશનીંગ સંચાલકને છાવરે છે
તા.૧૧-૧૨-૨૦૧૯ ના રોજ રેશનીંગ કાર્ડધારકો કડકડતી ઠંડીમાં વહેલી સવારે ૫-૦૦ કલાકથી રેશનીંગનો જથ્થો લેવા લાઈનમાં ઉભા હતા. ત્યારે સંચાલક નહી આવતા કાર્ડધારકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ખાસ કરીને વૃધ્ધાઓ અને મહિલાઓનો રોષ હતો કે, રેશનીંગ દુકાનદાર ક્યારેય સમયસર આવતો નથી. અઠવાડીયામાં બે દિવસ પણ દુકાન ખોલતો નથી. સંચાલક દારૂ પી ફુલ નશો કરીને આવે છે. મહિલાઓને બીભીત્સ શબ્દો બોલે છે. મા-દિકરીઓની મર્યાદા જાળવતો નથી. ફીંગર લેવા માટે રૂા.૫-૦૦ લે છે. વજનમાં પણ ચોરી કરે છે. પુરતા પ્રમાણમાં માલ આપતો નથી. મહિલાઓનો રોષ હતો કે આખો દિવસ મજુરી કરીએ ત્યારે રૂા.૧૦૦ થી ૨૦૦ મજુરી મળે છે. ત્યારે રેશનીંગ જથ્થો લેવા માટે ત્રણ ચાર દિવસ લાઈનમાં ઉભા રહીએ ત્યારે જથ્થો મળે છે. આ સંચાલક ઘણા વર્ષોથી હેરાન કરે છે. છતાં આ સંચાલકનુ લાયસંસ રદ કરી બીજી વ્યવસ્થા કરવામાં આવતી નથી. જ્યારે હોબાળો થતા કેટલાક મોબાઈલથી વીડીઓ ઉતારતા હતા ત્યારે સંચાલકને જાણે પુરવઠાના કોઈ અધિકારીનુ પીઠબળ હોય તેમ ઉધ્ધતાઈથી જણાવ્યુ હતું કે, આ માલ પડ્યો, જે ફોટા પાડવા હોય તે પાડો.
ભાજપ સરકાર એકબાજુ સ્ત્રીઓના સન્માન અને સુરક્ષા માટે કડક કાયદા બનાવે છે ત્યારે આજ સરકારનો રેશનીંગ સંચાલક રેશનીંગ જથ્થો લેવા આવનાર મહિલાઓ સાથે બીભીત્સ શબ્દો બોલતા ખચકાતો નથી. પાન મસાલા ખાઈ રેશનીંગ દુકાનમાંજ થુંકીને ગંદકી કરી સ્વચ્છતા અભિયાનની ઠેકડી ઉડાવી રહ્યો છે. એકઠા થયેલા કાર્ડધારકોએ નમો નમો મોરચાના હોદ્દેદારોને બનાવની જાણ કરતા નમો નમો મોરચાના પ્રદેશ પ્રમુખ ગૌતમભાઈ સથવારા, પ્રદેશ સંગઠન મંત્રી આશીષભાઈ પટેલ સુભાષ ઈલેક્ટ્રીક, મીડીયા કન્વીનર પ્રકાશભાઈ સોની વિગેરે સ્થળ ઉપર પહોચી રેશનીંગ દુકાનદારની જોહુકમીની નજરે પરિસ્થિતિ નિહાળી હતી. પ્રદેશ પ્રમુખ ગૌતમભાઈ સથવારાએ જણાવ્યુ હતું કે, આવા દુકાનદાર સામે જે તે વિસ્તારના પાલિકા કોર્પોરેટરોએ રજુઆત કરવી જોઈએ. ત્યારે કોર્પોરેટરો મત લેવા આવે છે. પરંતુ પોતાના વોર્ડના લોકોની મુશ્કેલીના સમયે દેખાતા નથી. રેશનીંગ દુકાનદાર સામે કડક પગલા ભરાય અને કાર્ડધારકોને પુરતો જથ્થો મળે તે માટે રજુઆત કરવા જણાવ્યુ હતું.
નોંધપાત્ર બાબત છેકે આ વિસ્તારના કોર્પોરેટર રંજનબેન પરમારના પતિ દર્શનભાઈ પરમારની રજુઆતથી અગાઉ ત્રણ મહિના માટે રેશનીંગ દુકાનદારનુ લાયસંસ રદ થયુ હતુ. આ હોબાળો થતાં દર્શનભાઈ પરમારે મામલતદાર બી.જી.પરમારને રૂબરૂ મળી રેશનીંગ દુકાનદાર સામે પગલા ભરવા રજુઆત કરી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us