Select Page

વિસનગરમાં CAA અને NRC ના સમર્થનમાં જંગી રેલી

વિસનગરમાં CAA અને NRC ના સમર્થનમાં જંગી રેલી

ભારત દેશ એ કોઈ ધર્મશાળા નથી-દેશ વાસીઓના હિતમાં નિર્ણય લેવાયો છે

વિસનગરમાં CAA અને NRC ના સમર્થનમાં જંગી રેલી

• તા.૨૪-૧૨-૧૯ ને મંગળવારના રોજ ત્રણ દરવાજા ટાવરથી સવારે ૧૦-૧૫ કલાકે સમર્થન રેલી નીકળશે
• ધંધા રોજગાર કે ઘરકામની બે કલાક ચીંતા છોડી દરેકે સમર્થન રેલીમાં જોડાઈ રાષ્ટ્રપ્રેમ દાખવવો જોઈએ
• પહેલ કરી તે જરૂરી છે. જેથી કંઈ સંસ્થાએ અને કોને આયોજન કર્યુ તેનો વિચાર કર્યા વગર રાષ્ટ્રહિતમાં દરેક સંસ્થાઓ, આગેવાનો, કાર્યકરો તેમજ શહેર તાલુકાની જનતાએ રાષ્ટ્ર હિતના નિર્ણયને આવકારવા સમર્થન રેલીમાં હાજર રહેવા અપીલ
• રાષ્ટ્રહિતમાં એક દિવસનુ શૈક્ષણિક કાર્ય છોડી કોલેજીયન યુવક અને યુવતીઓએ સમર્થન રેલીમાં જોડાવુ જોઈએ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન (NRC) તથા નાગરીકના સંશોધન કાયદો (CAA) સંસદમાં પસાર કરતાજ જાણે કોઈનુ છીનવુ લીધુ હોય તેમ આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ કાયદો કોઈ દેશવાસીઓનો હક્ક છીનવવા માટે નહી પરંતુ દેશ અને દેશના લોકોની સુરક્ષા માટે છે. જેના સમર્થનમાં વિસનગરમાં તા.૨૪-૧૨-૨૦૧૯ ના રોજ જંગી રેલીનુ આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે વિસનગર શહેર અને તાલુકાના તમામ લોકોએ હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.
ભારત દેશમાં વસતા લોકોને વિદેશ જેવો વિકાસ જોઈએ છે. પરંતુ દેશ હિતમાં વિદેશ જેવા કાયદા કોઈને ગમતા નથી. દેશની સરહદો ખુલ્લી હોવાથી પડોશી દેશના લોકો મોટી સંખ્યામાં ભારતમાં ઘુસણખોરી કરી પનાહ મેળવી રહ્યા છે. જે લોકો દેશની સુરક્ષા માટે પણ ખતરારૂપ છે. ભારતમાં કરોડોની સંખ્યામાં ઘુસણખોરો છે તેની સીધેસીધી અસર દેશવાસીઓ ઉપર થઈ રહી છે. આ લોકોના કારણેજ દેશવાસીઓને પુરતી સુવિધા મળતી નથી. પુરતી રોજગારી મળતી નથી. દેશમાંથી ગરીબી દુર થતી નથી. દેશમાં ગુનાખોરીની પ્રવૃત્તિ વધવા પાછળ પણ ઘુસણખોરી જવાબદાર છે. દેશમાં ઘુસણખોરી અટકે અને ઘુસપેઠીયાઓને પોતાના દેશમાં પરત મોકલી શકાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહના પ્રયત્નોથી સીટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ(CAA) તથા નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન્સ(NRC) બીલ લાવવામાં આવતા આ બીલ દેશ વિરોધી હોય, દેશવાસીઓના વિરોધનુ હોય, દેશના ભાગલા પાડનાર હોય તેમ તેનો ખોટી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બીલથી ભારત દેશ પહેલા હતો તેમ બીનસાંપ્રદાયીક દેશજ રહેવાનો છે. વર્ષોથી ભારતમાં રહે છે તેમનો કોઈનો હક્ક છીનવવાનો નથી. તેમ છતાં CAA અને NRC બીલના વિરોધમાં દેખાવો કરી, તોફાનો કરી દેશની છબી ખરડાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. દેશના સમજુ નાગરિકોએ એજ વિચારવાનુ છેકે, ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારથી પાકિસ્તાને ભારતનુ ક્યારેય સારૂ ઈચ્છ્યુ નથી. આ બીલથી પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ અણુ હુમલાની ધમકી આપી. તેના ઉપરથીજ વિચાર કરી લો કે ઝ્રછછ અને દ્ગઇઝ્ર દેશ માટે કેટલુ હિતકારી છે.
CAA અને NRC બીલ પાસ થયુ ત્યારથી કેટલાક રાષ્ટ્ર વિરોધી તત્વોએ એકધારો વિરોધ મચાવ્યો છે. જે વિરોધ બંધ થતો નથી. જેના કારણે હવે દેશહિત ધરાવતા લોકોને બીલના સમર્થનમાં બહાર નીકળવાની ફરજ પડી છે. CAA અને NRC બીલના સમર્થનમાં દેશના લોકો હવે જંગી રેલીઓ દ્વારા બહાર નીકળ્યા છે. હજ્જારો – લાખ્ખોની સંખ્યામાં CAA અને NRC ના સમર્થનમાં બહાર નીકળી દેશવાસીઓએ સંદેશો આપ્યો છેકે અત્યાર સુધી મૌન હતા એનો મતલબ એ નથી કે દેશહિતના બીલના સમર્થનમાં કોઈ નથી.
CAA અને NRC બીલના સમર્થનમાં વિસનગર વેપારી મહામંડળ અને વિસનગર ચેમ્બર્સ ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે તા.૨૪-૧૨-૨૦૧૯ ને મંગળવારના રોજ સવારે ૧૦-૧૫ કલાકે ત્રણ દરવાજા ટાવરથી, રેલ્વે સ્ટેશન સર્કલ, જી.ડી.રોડ, ગંજબજારથી તાલુકા સેવાસદન સુધી જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. સમર્થન રેલી તાલુકા સેવાસદન પહોચી પ્રાન્ત ઓફીસરને CAA અને NRC બીલ સમર્થનમાં સમર્થન પત્ર આપશે. રાષ્ટ્રહિતમાં અને રાષ્ટ્રના મજબુત ભવિષ્યના નિર્માણ માટે નાગરીકતા સંશોધન કાયદો તથા નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન બીલ હોઈ તેના સમર્થન માટે ધંધા રોજગારમાંથી તેમજ ઘરકામમાંથી બે કલાકનો સમય કાઢીને જંગી રેલીમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે.
આ રેલી કોઈ સંસ્થા કે વ્યક્તિની મહત્વકાંક્ષા સંતોષવા માટેની નથી. પરંતુ રાષ્ટ્રહિત માટેના કાયદાના સમર્થન માટે છે. ત્યારે કંઈ સંસ્થા દ્વારા, કોની આગેવાનીમાં રેલી નીકળવાની છે તેવી ચર્ચા કર્યા વગર વિસનગર શહેરના વર્તમાન રાજકારણને કોરાણે મુકી દેશહિતમાં તમામ સંસ્થાઓ, આગેવાનો, મહિલાઓ, યુવાનો, કાર્યકરો, વેપારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના યુવક યુવતીઓ વિગેરેએ નાગરીકતા સંશોધન કાયદો અને નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન્સના સમર્થનની રેલીમાં જંગી સંખ્યામાં હાજર રહેવા એક અપીલ કરવામાં આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us