તંત્રી સ્થાનેથી… દેશના તમામ નાગરિકો માટે ફાયદાકારક નાગરિકતા સંશોધન બીલનો વિરોધ કેમ?
તંત્રી સ્થાનેથી…
દેશના તમામ નાગરિકો માટે ફાયદાકારક
નાગરિકતા સંશોધન બીલનો વિરોધ કેમ?
સીટીઝનના કાયદા માટેના તોફાનો સમજણ અને અર્થવિનાના કોઈના પ્રેરીત હોય તેવું દેખાય છે. જે કાયદો પસાર થયો છે તે દેશના હીતનો કાયદો છે. જેથી તેમાં સરકારે મક્કમ રહેવાની જરૂર છે. સીટીઝનનો કાયદો ભારતમાં વસતા તમામ હિન્દુ-મુસ્લીમ તમામ લોકોના ફાયદાનો કાયદો છે. છતાં કેટલાક સરકાર વિરોધી તત્વો તેમાં ખાસ કરીને અખબારોના અહેવાલો મુજબ કોંગ્રેસમાં માનવાવાળા તત્વો મુસ્લીમોને ભડકાવી રહ્યા છેકે આ કાયદાથી વર્ષોથી ભારતમાં રહેતા મુસ્લીમોના નાગરિકત્વને આંચ આવી શકે છે. જેને લઈને મુસ્લીમ વિસ્તારોમાં અને જ્યાં પરદેશથી ઘૂસેલા મુસ્લીમો છે તેવા નોર્થ-ઈસ્ટના રાજ્યોના કેટલાક શહેરોમાં તોફાન થાય છે. દિલ્હીમાં જામીયા-મીલીયા-ઈસ્લામીયા યુનિવર્સિટીના યુવાનોને ભડકાવવામાં આવ્યા છેકે નાગરિકત્વનો કાયદો મુસ્લીમ વિરોધી કાયદો છે. જેને લઈને ત્યાંના વિદ્યાર્થીઓ તોફાને ચડ્યા હતા. જે વિદ્યાર્થીઓ તોફાન કરતા હતા તે લોકોને આ કાયદાથી સહેજપણ નુકશાન નથી તેવી સમજ નથી. તો પછી તે લોકોએ શા માટે તોફાન કર્યા તે પ્રશ્ન છે. કોની ચડામણીથી કોની દોરવણીથી વિદ્યાર્થીઓએ તોફાન કર્યા તે શોધનો વિષય છે. આ કાયદામાં ભારતમાં વસતા કોઈપણ નાગરિકને નુકશાન થતું જ નથી. તો પછી તેનો આટલો મોટો વિવાદ કોણ કરાવે છે, કોણ કરે છે? આ કાયદામાં મહત્વનો એક સુધારો છેકે કોંગ્રેસ શાસનમાં ભારતમાં ૧૧ વર્ષ રહે તે પછી તેને નાગરિકત્વ મળતુ હતું. નવા કાયદામાં જોગવાઈ છેકે પડોશી રાજ્યોમાં ધાર્મિક રીતે હેરાન થયેલા લોકો પાંચ વર્ષ ભારતમાં રહેશે તો તેમને નાગરિકત્વ પ્રાપ્ત થશે. આ કાયદામાં એવી પણ જોગવાઈ છેકે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગલાદેશ, ધર્મના કારણે હેરાન થયેલા ભારત આવનાર હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવાનો અધિકાર છે. ભારત હિન્દુ રાષ્ટ્ર છે. પાડોશી દેશોની હેરાનગતિથી ભારત નાસી આવતા હિન્દુઓને ભારત નહિ સ્વીકારે તો કોણ સ્વીકારશે? આ વિધેયની મુખ્ય એક ડેટલાઈન છેકે ૩૧ ડીસેમ્બર ૨૦૧૪ સુધીમાં ભારત આવી ગયેલા. કોઈપણ સમાજના હિન્દુ-મુસ્લીમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. ત્યારબાદ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવનાર મુસ્લીમોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે નહિ. આ એક તોફાનોનું મુખ્ય કારણ છે. જે વિસ્તારોમાં મુસ્લીમ સમુદાયો તોફાનો કરી આગજની કરવાનું કારણ છે અતિક્રમણ કરી આવતા મુસ્લીમોને ભારતનું નાગરિકત્વ આપો. ભારત સરકાર જો પરદેશથી આવતા મુસ્લીમોનું અતિક્રમણ ન રોકે તો ભારતમાં વસતા હિન્દુ મુસ્લીમોને સરકાર જરૂરી સગવડો આપી શકે નહિ. એટલા માટે આ નાગરિકતા સંશોધન વિધેયક પસાર કરાયું છે. ઉત્તર પૂર્વ રાજ્યોમાં કેટલાક શહેરોમાં વિધેયનો મોટા પ્રમાણમાં વિરોધ કરાઈ રહ્યો છે. તેના પાછળનું કારણ છે આ હિન્દુઓને ભાજપ સરકાર નાગરિકત્વ આપે તો તે લોકો ભાજપના મતદારો બની જાય તો પ્રાદેશિક પક્ષોનું પ્રભુત્વ તૂટે એટલા માટે તો કેટલાક રાજ્યો સી.એ.બી. લાગુ નહિ કરવા માટે મક્કમ છે. દેશમાં હાલ જે દંગા-ફસાદ થઈ રહ્યા છે તેની પાછળ કોંગ્રેસનો હાથ હોય તેમ માનવુ રહ્યું. કારણ કે કોંગ્રેસના સુપ્રીમો સોનિયા ગાંધીએ વિધેય પસાર થયું તે દિવસને કાળો દિવસ ગણાવ્યો હતો. રાહુલજીએ ટીવી ઉપર આવેલા નિવેદનમાં જે લોકો આવી જ ગયા છે તે ક્યાં જાય? કોંગ્રેસના આગેવાનોના નિવેદનોના પગલે તેના અનુયાયીઓ સી.એ.બી.નો વિરોધ કરી રહ્યા છે. કોઈપણ દેશને પોતાના કેટલાક નાગરિકો છે તે નક્કિ કરવાનો અધિકાર છે. જેમની પાસે નાગરિકત્વ નથી તેમને નાગરિકત્વ મળશે તો તેમને સરકારના લાભો મળતા થઈ જશે. રેશનીંગનો લાભ મળતો થઈ જશે, આધાર કાર્ડ, બેન્ક લોનો મળશે, વિધવા સહાયો મળશે. મકાન બાંધવા સબસીડી મળશે, મફત મકાનના ગાળા મળશે, આવા લાભ આપવા સરકાર જઈ રહી છે પછી વિરોધ શાનો? મુસ્લીમ સમાજમાં એવી ગેરસમજ ફેલાવવામાં આવી છેકે આ
કાયદાથી મુસ્લીમોને નુકશાન જશે. સમજણ વિનાના લોકો તેનો વિરોધ કરવા તોફાનો કરે છે. વિધેયમાં સ્પષ્ટ છેકે ભારતમાં વસતા મુસ્લીમોના હક્કને કોઈપણ રીતે નુકશાન થવાનું નથી. અત્યારે દીલ્હીમાં તોફાન કરી રહેલા ભારતીય નાગરિક મુસ્લીમ યુવાનોજ છે. તેમને કાયદાની સાચી સમજ નથી. જ્યારે તેમને કાયદાની પરિભાષા સમજાશે ત્યારે તેમણે કરેલા કૃત્યો ઉપર દુઃખ અનુભવાશે.