Select Page

વિસનગરના સેવાકેમ્પોનો અસંખ્ય પદયાત્રીઓએ લાભ લીધો

વિસનગરના સેવાકેમ્પોનો અસંખ્ય પદયાત્રીઓએ લાભ લીધો

લક્ષચંડી મહાયજ્ઞમાં દર્શનાર્થે જતા ભક્તો માટેના

વિસનગરના સેવાકેમ્પોનો અસંખ્ય પદયાત્રીઓએ લાભ લીધો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
લક્ષચંડી મહાયજ્ઞમાં ભાગ લેવા માટે હજ્જારોની સંખ્યામાં પાટીદારો પદયાત્રા સંઘ દ્વારા ઉંઝા પહોચ્યા હતા. જે પદયાત્રીકોની સેવા માટે વિસનગરના માર્ગો ઉપર સેવા કેમ્પો ધમધમ્યા હતા. શરૂઆતના બે દિવસનો ભાદરવી પૂનમે અંબાજી ચાલતા સંઘો જતા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
વિશ્વનો સૌથી મોટો મહાયજ્ઞ લક્ષચંડી મહાયજ્ઞના દર્શન માટે પદયાત્રા દ્વારા ઉંઝા પહોચવાના મહિમાને લઈ પાટીદારો મોટી સંખ્યામાં પદયાત્રા સંઘો લઈને નીકળ્યા હતા. તા.૧૮-૧૨ થી લક્ષચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો. ત્યારે એટલે કે આગળના દિવસે ૧૭ ડીસેમ્બરની રાતથી સંઘો શરૂ થઈ ગયા હતા. ૧૮ મી ડીસેમ્બરના દિવસે પણ પદયાત્રા સંઘોની સંખ્યા નોધપાત્ર રહી હતી. આ બે દિવસનો જાણે ભાદરવી પૂનમના મેળામાં અંબાજી પદયાત્રા સંઘો જતા હોય અને જે માહોલ જોવા મળે તેવો માહોલ વિસનગરના માર્ગો ઉપર જોવા મળ્યો હતો. પદયાત્રીઓ માટે વિવિધ સેવા કેમ્પનુ આયોજન થયુ હતુ. જેમાં કાંસા એન.એ.વિસ્તારમાં એન.એ. પંચાયત અને એન.એ.વિસ્તારના રહીસો દ્વારા ફુલવડી, મહાપ્રસાદ, ઠંડુ પાણી અને આરામની વ્યવસ્થા માટેનો કેમ્પ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં વિષ્ણુભાઈ એસ.પટેલ (વી.એસ.), અમૃતભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ બેટરી, પ્રવિણભાઈ પટેલ, નિતીનભાઈ પટેલ, સરપંચ અમીષાબેન રાજુભાઈ પરમાર, ગુરૂકુળના આચાર્ય બગડીયા સાહેબ, વજીરભાઈ દેવીપૂજક દ્વારા પાણીની સેવા એમ વિવિધ સમાજના લોકોએ સહકાર આપ્યો હતો. કાંસા ગામમાં ચોર્યાસી સમાજના પ્રમુખ તથા ભાજપના અગ્રણી જશુભાઈ પટેલ તથા ગ્રામજનોના સહયોગથી ચા-પાણી, નાસ્તો અને આરામ માટે સેવા કેમ્પ રાખવામાં આવ્યો હતો. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા કે જગ્યા નાની પડતી હતી. કાંસામાં ચામુંડાવાસ ઠાકોર સમાજ દ્વારા પદયાત્રીઓ માટે લીંબુ પાણીના સેવા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ઉંઝા જતી દરેક ગાડીઓને ઉભી રાખી લીંબુ શરબત આપવામાં આવતો હતો. કાંસા ઉમિયા માતા મંદિર ટ્રસ્ટ દ્વારા ઠંડા પાણી અને વિસામાનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં સમસ્ત ગ્રામજનોએ સહકાર આપ્યો હતો. વિજાપુર રોડ ઉપર ઘાઘરેટ, કુવાસણા, ગોઠવા, બાજીપુરા ગ્રામ પંચાયત દ્વારા સેવા કેમ્પ કરવામાં આવ્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts