Select Page

નાળા ઉપર રસ્તાના વિવાદમાં મ્યુ.કમિશ્નરના હુકમ સામે સ્ટે

નાળા ઉપર રસ્તાના વિવાદમાં મ્યુ.કમિશ્નરના હુકમ સામે સ્ટે

વિસનગરમાં કડા રોડ ઉપરના ગોકુળધામ દેવભૂમી સોસાયટી આગળના

નાળા ઉપર રસ્તાના વિવાદમાં મ્યુ.કમિશ્નરના હુકમ સામે સ્ટે

મારી લડત ગોકુળધામથી લઈ હેરીટેજ સુધીના નાળા ઉપરના દબાણો દુર કરવા માટેની છે-ફુલચંદભાઈ પટેલ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં કેટલાક વિવાદો એવા ખોટી રીતે ઉભા કરવામાં આવે છેકે, જેના કારણે હવે બીલ્ડરો પાલિકા હદમાં સ્કીમ મુકતા વિચારી રહ્યા છે. કડા રોડ ઉપર ગોકુળધામ, દેવભૂમી સોસાયટી આગળના વહેળામાં પાઈપો નાખી રોડ બનાવવાના વિવાદમાં મ્યુનિસિપલ કમિશ્નરે પ્રાદેશીક હુકમ રદ કર્યો હતો. જે હુકમ સામે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવતા હાઈકોર્ટે મ્યુનિસિપલ કમિશ્નરના હુકમ સામે સ્ટે આપ્યો છે.
વિસનગરમાં કડા રોડ ઉપર ગોકુળધામ, દેવભૂમી સોસાયટી આગળથી ખુલ્લો વહેળો આવેલો હતો. જેમાંથી ગટરનું પાણી ખુલ્લામાં જતુ હતુ. ગટરનું આ ગંદુ પાણી કડા રોડની સાઈડમાંથી પસાર થઈ આગળ તળાવમાં જતુ હતુ. ખુલ્લા વહેળાના કારણે નર્કાગાર સ્થિતિ હતી. ત્યારે આ વિસ્તારમાં બીલ્ડરોએ એન.એ. કરાવી રહેણાંક મકાનોની સ્કીમ મુકી હતી. રહેણાંક સ્કીમના ૪૦૦ મકાનધારકો ગંદકીમાંથી મુક્ત થાય તે માટે બીલ્ડરે પાલિકાની મંજુરી મેળવી વર્ષ ૨૦૧૧ માં ઠરાવ કરી ૬૦૦ એમ.એમ. અને ૯૦૦ એમ.એમ. ડાયાની મોટી પાઈપલાઈનો નાખી જેની સ્વચ્છતા માટે કુંડીઓ બનાવી રોડ બનાવ્યો હતો. જે પાઈપલાઈનો નાખ્યા બાદ વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૯ સુધીમાં ક્યારેય વરસાદી પાણી કે ગટરનું પાણી ભરાયુ નથી. સરળતાથી નિકાલ થયો છે. તેજ પ્રમાણે આગળ હેરીટેજ ટાઉનશીપ આગળ પણ પાઈપલાઈન નાખી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. જે સ્વચ્છતાના કારણે હેરીટેજ આગળ ખાણી પીણી માટે ચોપાટી જેવુ સ્થળ બની ગયુ છે. બીલ્ડરોએ સ્વખર્ચે પાઈપલાઈનો નાખી આખા રોડને ગંદકી મુક્ત કરી રોડનો વિકાસ કર્યો છે.
શહેરના વિકાસમાં જેમનુ મહત્વનુ યોગદાન છે તેવા બીલ્ડરોની કામગીરી બીરદાવવાની જગ્યાએ પાલિકાએ જે ઠરાવ કર્યો હતો તેના ૮ વર્ષ બાદ પાલિકા સભ્ય ફુલચંદભાઈ પટેલે વર્ષ ૨૦૧૮ માં પ્રાદેશીક કમિશ્નર ગાંધીનગર સમક્ષ પાલિકાના ઠરાવનો અમલ મોકૂફ રાખવા અપીલ કરી હતી. જેમાં ઠરાવનો અમલ મોકુફ રાખવા પ્રાદેશીક કમિશ્નરે હુકમ કર્યો હતો. જે હુકમ સામે નારાજ થઈ બીલ્ડરોએ મ્યુનિસિપલ કમિશ્નર ગાંધીનગર સમક્ષ અપીલ કરી હતી. જેમાં મ્યુનીસિપલ કમિશ્નરે પ્રાદેશિક કમિશ્નર ગાંધીનગરનો હુકમ રદ કરવા હુકમ કર્યો હતો. જે હુકમ સામે ફુલચંદભાઈ પટેલે હાઈકોર્ટમાં અપીલ કરતા હાઈકોર્ટે મ્યુનિસિપલ કમિશ્નરના હુકમ સામે સ્ટે આપ્યો છે.
વિસનગર શહેરમાં દબાણોના એક નહી પરંતુ અનેક પ્રશ્નો છે. ટીપી રોડ ઉપર મકાન બંધાય છે. જેને પાલિકાએ નોટીસ આપી હોવા છતાં મકાનનુ કામ ચાલુ છે. રસ્તાઓ કમ્પાઉન્ડમાં વાળી લીધાના પણ બનાવો છે. નાળામાં ગેરકાયદેસર બાંધકામો થયા છે. ત્યારે આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તીઓને કોરાણે મુકી ફુલચંદભાઈ પટેલ ૪૦૦ મકાન ધારકોને સ્વચ્છતા આપતી કામગીરીનો વિરોધ કરી કોના માર્ગદર્શન અને દોરવણીથી હાઈકોર્ટ સુધી પહોચ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આ વિવાદમાં ફુલચંદભાઈ પટેલે પ્રચારને જણાવ્યુ છેકે, મારી લડત ફક્ત ગોકુળધામ અને દેવીભૂમી સોસાયટી આગળના રસ્તા પૂરતી નથી. પરંતુ હેરીટેજ માર્કેટ અને પેટ્રોલપંપ આગળનો નાળાનો ભાગ ખુલ્લો કરાવવા માટેની પણ લડત છે. હાઈકોર્ટમાં આ દબાણોની પણ મારા વકીલ દ્વારા અસરકારક રજુઆત કરવામાં આવશે. જોકે આ વિવાદમાં ફુલચંદભાઈ પટેલની જીત થશે અને રોડ તોડી પાઈપો કાઢી વહેળો પહેલા જેવો ખુલ્લો કરવામાં આવશે. જેના કારણે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધશે તો ફાયદો કોને થવાનો છે? અત્યાર સુધી ગટરનુ કે વરસાદી પાણી અટક્યુ નથી પછી આ વિવાદો ઉભો કરવા પાછળનુ રહસ્ય શું?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts