Select Page

ખાતેદારોને મોટી કેશ લેવી હોય તો આગળના દિવસે જાણ કરવી પડશે વિસનગર સ્ટેટ બેંકમાં કરન્સી ચેસ્ટ સેન્ટર બંધ થશે

ખાતેદારોને મોટી કેશ લેવી હોય તો આગળના દિવસે જાણ કરવી પડશે વિસનગર સ્ટેટ બેંકમાં કરન્સી ચેસ્ટ સેન્ટર બંધ થશે

ખાતેદારોને મોટી કેશ લેવી હોય તો આગળના દિવસે જાણ કરવી પડશે
વિસનગર સ્ટેટ બેંકમાં કરન્સી ચેસ્ટ સેન્ટર બંધ થશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની વિસનગર મુખ્ય શાખામા એકાઉન્ટ ધરાવતા ખાતેદારોને ચિંતા સતાવી રહી છે કે હવે ખાતામા લાખ્ખો રૂપિયા જમા પડ્યા હોય તો પણ મોટી રકમની તાત્કાલીક જરૂર હોય તો ઉપાડવા મળશે નહી. ખાતામાથી મોટી રકમ ઉપાડવી હોય તો આગળના દિવસે બેંકમા જાણ કરવી પડશે. આગામી ફેબ્રુઆરીથી આર.બી.આઈ.ના આદેશથી એસ.બી.આઈ.વિસનગર શાખાનુ કરન્સી ચેસ્ટ સેન્ટર બંધ કરવામા આવશે. સરકારમા જો યોગ્ય રજુઆત થાય તો વેપારીઓના હિતમા કરન્સી ચેસ્ટ સેન્ટર બંધ થતુ અટકી પણ શકે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની મુખ્ય શાખા વર્ષોથી કરન્સી ચેસ્ટ સેન્ટર ધરાવે છે. જેમાં ૮૦ કરોડ રૂપિયા રાખવા સુધીની કેપેસીટી હોય છે. આ કરન્સી ચેસ્ટ સેન્ટરમાંથી જરૂરીયાત પ્રમાણે વડનગર, ખેરાલુ, સતલાસણા, ધરોઈ અને સુંઢીયા શાખામા જરૂરીયાત પ્રમાણે કેશ પહોંચતી કરવામા આવે છે. જે કરન્સી ચેસ્ટ સેન્ટરથી બેંકના ખાતેદારોને પણ એ ફાયદો છે કે જ્યારે જરૂરીયાત પડે ત્યારે ખાતામાંથી મોટી રકમ ઉપાડવા મળે છે. ત્યારે બેંકના દરવાજા ઉપર ભારતીય રીઝર્વ બેંક (ઇમ્ૈં) ના આદેશથી મુદ્રા તિજોરી કરન્સી ચેસ્ટ તા.૩૧-૧-૨૦૨૦થી બંધ કરવાની જ્યારથી નોટીસ લગાવવામાં આવી છે ત્યારથી બેંકના ખાતેદારોમા ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે. કારણકે કરન્સી ચેસ્ટ સેન્ટર બંધ થવાથી હવે બેંકમા રૂા.૧૯.૫૦ લાખ સુધીનીજ કેશ રાખી શકાશે.
વિસનગરના એવા ઘણા વેપારીઓ છે કે જે આર.બી.આઈની આ શાખામાં એકાઉન્ટ ધરાવે છે. બેંકના સમયે જ્યારે પણ જેટલા રૂપિયાની જરૂર હોય ત્યારે કેશ મળી રહેતી હતી. ત્યારે કરન્સી ચેસ્ટ સેન્ટર બંધ થવાથી હવે ખાતેદારોને મોટી રકમની જરૂર પડશે ત્યારે બેંકમાં આગળના દિવસે જાણ કરવી પડશે. તાત્કાલીક કેશની જરૂર પડે તો બેંકમા કેશ હશે તો જ મળશે. નહીંતો બેંકમા સવારે જાણ કરવામાં આવે ત્યારે બપોર પછી કે બીજા દિવસે કેશ મળશે. ઉંઝામા પણ કરન્સી ચેસ્ટ હતુ તેની જગ્યાએ હવે કરન્સી એડમીનીસ્ટ્રેશન સેલ બનાવવામા આવ્યું છે. જે સેલમાંથી વિસનગર તથા એસ.બી.આઈ.ની અન્ય શાખાઓમા જરૂરીયાત પ્રમાણે કેશ પહોંચતી કરવામા આવશે અને સાથે રૂા.૧૯.૫૦ લાખથી ઉપરની રકમ લઈ જવામા આવશે.
આ બાબતે બેંક મેનેજર રાકેશકુમારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું છે કે જ્યા, કરન્સી ચેસ્ટ હતા ત્યાં ઓફીસર અને ગાર્ડનો સ્ટાફ વધારે રહેતો હતો.ખર્ચ ઘટાડવાના આશયથી કરન્સી ચેસ્ટ બંધ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદની મોટા ભાગની એસ.બી.આઈ.ની શાખા રૂા.૧૯.૫૦ લાખની કેપેસીટી ધરાવતી શાખા છે. જે બેંકના ખાતેદારોને કેશ મેળવવા કોઈ તકલીફ પડતી નથી. જોકે રૂા, ૫ થી ૧૦ લાખની કેશ જોઈતી હશે તો ખાતેદારોએ આગળના દિવસે જાણ કરવી પડશે.
આ બાબતે બેંક કર્મચારીઓમા ચાલતી ચર્ચા પ્રમાણે કેન્દ્ર સરકાર કેશ વ્યવહાર અટકાવવામા ધીમે ધીમે પાબંધીઓ કરી રહી છે. ખાતેદારો ચેકથી વ્યવહાર કરવા ટેવાય અને કેશનો વ્યવહાર કરતા ઓછા થાય તે માટેના આર.બી.આઈના પ્રયત્નો છે. ગુજરાતમા લગભગ ૧૫૦ જેટલા કરન્સી ચેસ્ટ બંધ કરવાનો આઈ.બી.આઈ.નો આદેશ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts