Select Page

ધારાસભ્ય આશાબેન પટેલ અને શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદીને પત્ર લખ્યો નરેન્દ્રભાઈનુ મસ્તક ઉંચુ રહે તેવુ વડનગર ક્યારે બનશે?

ધારાસભ્ય આશાબેન પટેલ અને શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદીને પત્ર લખ્યો નરેન્દ્રભાઈનુ મસ્તક ઉંચુ રહે તેવુ વડનગર ક્યારે બનશે?

ધારાસભ્ય આશાબેન પટેલ અને શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદીને પત્ર લખ્યો
નરેન્દ્રભાઈનુ મસ્તક ઉંચુ રહે તેવુ વડનગર ક્યારે બનશે?
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી વડનગરને અવ્વલ નંબરનુ નમુનારૂપ બનાવવા કરોડોની ગ્રાન્ટ ફાળવી છે. હાલમાં દેશના વડાપ્રધાન પદે હોવા છતાં વડનગરના વિકાસ માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે વડનગરના ભ્રષ્ટાચારીઓના કારણે કરોડો ખર્ચ કરવા છતાં વિકાસ દેખાતો નથી. આ ભ્રષ્ટાચારીઓને વડનગરના લોકો સારી રીતે સમજે છે અને જાણે છે. પરંતુ ચુપ એટલા માટે છેકે, નરેન્દ્રભાઈ મોદીની છબી ખરડાય નહી. ત્યારે નગરજનોના મૌનથી ભ્રષ્ટાચારીઓ અને કૌભાંડીઓને ફાવતુ મળ્યુ છે. વડનગરના એક જાગૃત નાગરિકે ધારાસભ્ય આશાબેન પટેલ અને શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ એસ.મોદીને વડનગરની વિટંબણાઓને લગતો જે પત્ર લખ્યો છે તે ઘણુ બધુ કહી જાય છે.
વડનગરના ર્ડા.દિનેશચંદ્ર આઈ. શેઠ એ ધારાસભ્ય તેમજ શહેર ભાજપ પ્રમુખને શહેરની વિવિધ સમસ્યાઓ બાબતે એક પત્ર લખ્યો છે. જે પત્રની પ્રચાર સાપ્તાહિકને જાણ કરી છે. શું છે આ પત્રની વિગતો તે જોઈએ તો, વડનગરમાં ભીના અને સુકા કચરા માટે બે ડસ્ટબીન આપવામાં આવ્યા છે. જેને ઘણો સમય થવા છતાં તેના અમલની કોઈ વ્યવસ્થા થઈ નથી. શહેરની ખુલ્લી નીકો કોઈ સાફ કરતુ નથી. નીકો સાફ કરવા સફાઈ કામદારો પાસે સાધનો હોતા નથી. મહોલ્લાઓમાંથી કચરો લઈ જવા માટે કોઈ આવતુ નથી. સફાઈ કામદારો બદલવા રજુઆત કરાતા થોડો સમય બદલાય છે અને પાછા આવી જાય છે. વડનગરમાં પાણી સમયસર આપવામાં આવતુ નથી. નિયમિત પાણી આપવામાં આવે તો સફાઈ થાય અને પાણીની તકલીફ દૂર થાય.
ગામમાં બજાર વિસ્તારમાં કે અન્ય સ્થળોએ મોટા પ્રમાણમાં દબાણો થાય છે. બજારોમાં આડેધડ લારીઓ ઉભી રહે છે. દેસાઈવાડા બજાર અને માઢની બાજુ બજારમાં જાહેર રોડ ઉપર લોખંડના પાયાવાળા સ્ટેન્ડથી શાકભાજીના વેપાર માટે જે દબાણ કરવામાં આવે છે એ કોઈને કેમ દેખાતુ નથી. બજારમાં દબાણો ગડદી(ભીડ) અને પાર્કિંગના અભાવે ધંધા ખલાસ થઈ ગયા છે. દરેક દુકાનદારોએ આગળ ઓટલા કાઢી દબાણો કર્યા છે. રસ્તાઓ સાંકડા થઈ ગયા છે.
વડનગરમાં રખડતી ગાયો પકડવા માટે કોઈ વ્યવસ્થા નથી. જાહેર સ્થળોએ બહેનો માટે શૌચાલયની વ્યવસ્થા નથી. લાખ્ખોના ખર્ચે બનાવેલ અદ્યતન બેટ અત્યારે ઉજ્જડ થયો છે. કોઈ વ્યવસ્થા નથી, સફાઈ થતી નથી. હરવા ફરવા જેવુ રહ્યુ નથી શહેરની અન્ય સમસ્યાઓ બાબતે જણાવ્યુ છેકે, વડનગર બોરીવલી સ્લીપર બસ મુંબઈ સેન્ટ્રલ સુધી લઈ જવામાં આવે તો, બોરીવલીથી મુંબઈ સેન્ટ્રલ જવા માટે બીજુ સાધન બદલવુ પડે નહી. નવી સિવિલ હોસ્પિટલમાં કયા ર્ડાક્ટર ક્યારે આવે છે. હોસ્પિટલમાં કંઈ સગવડો છે તેની પત્રીકાઓ ગામમાં વહેચવામાં આવે. જાહેર સ્થળોએ હોસ્પિટલની સેવાઓની બોર્ડ મુકી જાણ કરવામાં આવે તો અદ્યતન હોસ્પિટલ ઉપયોગી બની શકે તેમ છે. ગંજબજાર જૂના ગંજબજારના સ્થળે ચાલુ થાય તો જગ્યાનો ઉપયોગ થાય અને ખોટો ખર્ચ થાય નહી. વડનગરના વિકાસ માટે તેજ જગ્યાએ ગંજબજાર ચાલુ થાય તે જરૂરી છે. ગામમાં કોઈ સારી ઈન્ડ્રસ્ટીઝ નથી, ગેસ સુવિધા નથી, ઈન્ડસ્ટ્રીઝ કે ધંધા રોજગાર વગર લોકો બહાર જશે તો વડનગરમાં વૃધ્ધોજ રહેશે. ધારાસભ્ય આશાબેન પટેલને ટકોર કરી છેકે પૂર્વ ધારાસભ્યએ ઉંઝાનોજ વિકાસ કર્યો. વડનગરમાં દેખાવ પૂરતાજ આવતા હતા. ખરા મનથી વડનગરના વિકાસ માટે સક્રીય બની કંઈ ફેરફાર કરી બતાવો તે જરૂરી છે.
ભાજપને ટકોર કરતા જણાવ્યુ છેકે, પાલિકામાં ભાજપની પૂર્ણ સત્તા છે તે બેફામ વહિવટ માટે નથી. ગામમાં અદ્યતન વિકાસ થાય, સ્વચ્છતા થાય, થયેલા વિકાસનો ઉપયોગ થાય, ધંધા રોજગાર વધે, ગામને પડતુ બચાવવા કંઈ થાય તે માટે ભાજપના સભ્યો તથા સરકારના અધિકારીઓ કંઈક પ્રયત્ન કરે તે જરૂરી છે. આપણા માનનીય નરેન્દ્રભાઈનુ મસ્તક ઉંચુ રહે તે માટે ગામને નંદનવન બનાવવુ જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us