Select Page

પૃથ્વીરાજ ચૌહાણ ચોકથી મામલતદાર ઓફીસ સુધી સતલાસણામાં CAAના સમર્થનમાં જંગી રેલી

પૃથ્વીરાજ ચૌહાણ ચોકથી મામલતદાર ઓફીસ સુધી સતલાસણામાં CAAના સમર્થનમાં જંગી રેલી

પૃથ્વીરાજ ચૌહાણ ચોકથી મામલતદાર ઓફીસ સુધી
સતલાસણામાં CAAના સમર્થનમાં જંગી રેલી
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
સમગ્ર દેશમાં નાગરિક્તા સંશોધન અધિનિયમ(CAA)ના વિરૂધ્ધમાં સંવિધાન અને બિનસાંપ્રદાયિકતાની આડમાં વોટબેંક અને તૃષ્ટીકરણની રાજનિતિ કરવાવાળા કેટલાક પક્ષો દ્વારા ભારતીય મુસ્લિમોમાં બિનજરૂરી ભ્રમ પેદા કરીને પોતાના રોટલો શેકવાનો પ્રયત્ન કર્યા છે ત્યારે અસાજિક અને હિંસાત્મક માનસિકતા ધરાવતા લોકો દ્વારા દેશમાં હિંસા અને ભયનું વાતાવરણ પેદા કર્યુ છે. સામાન્ય જન જીવનને પ્રભાવિત કર્યુ છે. સરકાર ઉપર દબાણ બનાવવા, સુરક્ષા બળોના મનોબળને તોડવા અને રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન પહોચાડવાની ઘટનાઓને વખોડવા સતલાસણા ખાતે નાગરિક સમિતિ દ્વારા સરકારના નિર્ણયનું સમર્થન કરવા જંગી રેલીનું આયોજન કરાયુ હતુ. જેમા તાલુકાના ગામેગામથી લોકો હાજર રહી સરકારને સમર્થન આપ્યુ હતુ.
સતલાસણા ખાતે પૃથ્વીરાજ ચૌહાણ સર્કલ (જીવનધારા ચોકડી) થી મામલતદાર ઓફિસ સુધી CAAના સમર્થનમાં રેલીનું આયોજન સતલાસણા નાગરિક સમિતિ દ્વારા કરાયુ હતુ. જેમા ધારાસભ્ય અજમલજી ઠાકોર, સતલાસણા માર્કેટયાર્ડના ચેરમેન વિરેન્દ્રસિંહ પરમાર, સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ વિનુસિંહ ચૌહાણ, મહામંત્રી મુકેશભાઈ મહેતા તથા માનસિંહભાઈ ચૌધરી, જુના ભાજપી આગેવાનોમાં જગદીશ પંડયા, કનુભાઈ પટેલ (એડવોકેટ), ઘેમરસિંહ ચૌહાણ (કાળુ ભા), જયંતિભાઈ પટેલ (સરપંચ-સતલાસણા), મિહિરભાઈ પંડયા (ક્રિષ્ના વર્લ્ડ), જીતેન્દ્રસિંહ પરમાર (હડોલ), નરસિંહભાઈ ચૌધરી (નવાવાસ), કિશોરભાઈ બારોટ (ભાટવાસ), કમલેશભાઈ પટેલ (સતલાસણા), સરદારજી ઠાકોર (ભીમપુર), ભેમાભાઈ પરમાર (ઉમરેચા) સહિત યુવાનો, વેપારીઓ સહિત ગ્રામ પંચાયત તથા તાલુકા/ પંચાયતના સભ્યો સહિત ભાજપના તમામ અગ્રણીઓ હાજર રહ્યા હતા.
રેલીની શરૂઆત સમયે જગદીશભાઈ પંડયાએ તેમજ એડવોકેટ કનુભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં વડાપ્રધાન આદરણીય અટલબિહારી બાજપાઈજીના જન્મદિન નિમિત્તે તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરી દેશમાં પોલીસ ઉપર થયેલા પત્થરમારાને સખ્ત શબ્દોમાં વખોડયો હતો. નાગરિકતા સંશોધન નિયમ શું છે. તે બાબતે વિસ્તૃત સમજણ આપી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us