Select Page

વિસનગર તાલુકાના રંગાકુઈ ગામે પામોલ બછાણા સત્તાવીસ ગોળ ચૌધરી સમાજના સમૂહલગ્ન યોજાયા

વિસનગર તાલુકાના રંગાકુઈ ગામે  પામોલ બછાણા સત્તાવીસ ગોળ ચૌધરી સમાજના સમૂહલગ્ન યોજાયા

વિસનગર તાલુકાના રંગાકુઈ ગામે
પામોલ બછાણા સત્તાવીસ ગોળ ચૌધરી સમાજના સમૂહલગ્ન યોજાયા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના રંગાકુઈ ગામે પામોલ બછાણા સત્તાવીસ ગોળ ચૌધરી સમાજનો તૃતીય સમુહલગ્નોત્સવ ધામધુમ પુર્વક તા. ૨-૨-૨૦૨૦ને રવિવારના રોજ રંગાકુઈ ગામે સમાજની વાડીમાં યોજાયો હતો. જેમાં ૩૦ નવદંપતીઓએ પ્રભુતામા પગલાં માંડી જીવનની શરૂઆત કરી હતી. સમુહલગ્નોત્સવમાં જોડાનાર તમામ નવદંપતીઓને સમાજના દાતા દ્વારા વિવિધ ચીજ વસ્તુઓ જેમાં ફિક્સ ડિપોઝીટ સર્ટી, મા-માટલુ, ચાંદીની ગાય, ચાંદીના સિક્કા, કાંસાની થાળી, ખુરશી, ઘડીયાળ, ટ્રોલી બેગ, બ્લેન્ડર, પ્રેશરકુકર, મેટલ વોટર જગ, થાળી, વાટકી, ૨૦ લિટર પાણીનો જગ, ક્રોપ્ટન સિલીંગ ફેન, બાજોટ, સેવ વણવાનો સંચા, સામાન અને દગાવાડીયાના ચૌધરી તખતબેન ડાહ્યાભાઈ હરીભાઈ તરફથી દરેકને ૧૦ ગ્રામ સોનાની ચેન ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે નવદંપતિને આશીર્વાદ આપવા મહેસાણા અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિરના કોઠારી કરૂણામુર્તી સ્વામી, દુધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર, દુધ સાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી, વિજાપુરના ધારાસભ્ય રમણભાઈ પટેલ, માણસાના પુર્વ ધારાસભ્ય અમીતભાઈ ચૌધરી, ગાંધીનગર અખિલા આંજણા સમાજના પ્રમુખ હરિભાઈ ચૌધરી, ખેરાલુ તાલુકા કોંગ્રેસના પુર્વ પ્રમુખ મુકેશભાઈ ચૌધરી, ખેતી બેન્કના પુર્વ ચેરમેન ધીરેનભાઈ ચૌધરી, સાંકળચંદ યુનિ.ના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, પામોલ બછાણા ચૌધરી સમાજના પ્રમુખ ચૌધરી જેસંગભાઈ, પ્રમુખ ગૃપના કનુભાઈ, મુકેશભાઈ, ડી.એસ.ચૌધરી સહિત હાજર રહ્યા હતા.
આ તૃતીય સમુહલગ્નોત્સવના સંપુર્ણ ખર્ચના દાતા તરીકે દગાવાડીયાના ચૌધરી મણીલાલ સેંધાભાઈ ગણેશભાઈ પરિવાર દ્વારા સૌજન્ય આપવામાં આવ્યું હતું. તૃતિય સમુહલગ્નોત્સવ રંગાકુઈ ગામે સમાજની વાડીઓ પ્રથમ વખત હોવાથી રંગાકુઈ ગામની સમુહલગ્ન સમિતીના સભ્યો તથા ગામના ઉત્સાહી યુવાનો, વડીલો દ્વારા છેલ્લા બે મહિનાથી તાડમાર તૈયારી કરી હતી. જેમાં રસોડાની અને જમવાની વ્યવસ્થા, મંડપ વ્યવસ્થા, પાણી વિતરણ વ્યવસ્થા, નાના બાળકો માટે ઘોડીયા ઘરની વ્યવસ્થા, ચાની વ્યવસ્થા, છાશ વિતરણની વ્યવસ્થાનું પ્લાનીંગના આયોજનથી તૃતિય સમુહલગ્નોત્સવ સંપન્ન થયો હતો. અને દગાવાડીયાના સંપુર્ણ ખર્ચના દાતા દ્વારા રંગાકુઈ ગામના બાબુભાઈ ચૌધરી (મંત્રી) ને સેવા બદલ સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા હતા. અને સમગ્ર ગામના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અને ખાસ આ સમુહલગ્નોત્સવમાં કામલપુરના યુવાનો દ્વારા છાસ વિતરણ અને ચા બનાવવાની સહભાગી થઈ ઉમદા કાર્ય કર્યુ હતું. જેમનો પણ આભાર માનવામાં આવ્યો હતો.આવતી સાલ ચોથા સમુહલગ્નોત્સવના સંપુર્ણ ખર્ચના દાતા ચૌધરી બાબુભાઈ (જયહિંદ ડેકોરેશન, અમદાવાદ)ના નામની જાહેરાત થયેલ હતી. આમ આ પામોલ બછાણા સત્તાવિસ ચૌધરી સમાજનો તૃતિય સમુહલગ્નોત્સવ સંપન્ન થયેલો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us