Select Page

માઁ ઉમિયા “કળશ યાત્રા”નુ ભવ્ય સ્વાગત સાથે સમુહ આરતી કરાઈ

માઁ ઉમિયા “કળશ યાત્રા”નુ ભવ્ય સ્વાગત સાથે સમુહ આરતી કરાઈ

વિસનગર શહેરમાં “મા ઉમા કળશ યાત્રા”માં તમામ પાટીદાર સમાજના અગ્રણીઓ જોડાયા

માઁ ઉમિયા “કળશ યાત્રા”નુ ભવ્ય સ્વાગત સાથે સમુહ આરતી કરાઈ

કળશ યાત્રા દરમ્યાન આવેલ દાન યાદી
૫૧૦૦/- ગુંદીખાડ પાટીદાર સમાજ
૫૧૦૦/- તળ ક.પા.સમાજ
૫૧૦૦/- દિપરા દરવાજા પા.સમાજ
૫૧૦૦/- મોટા બાવન સમાજ
૫૧૦૦/- સાતસો ક.પા.સમાજ
૫૧૦૦/- આખલીપરૂ આજુબાજુ
સોસાયટી ગણ
૫૧૦૦/- હસમુખભાઈ જનસંઘ
૫૧૦૦/- રતિલાલ જે.પટેલ નટરાજ
૫૧૦૦/- કલ્પેશ પટેલ-પટેલનગર
૫૧૦૦/- ઉમેશભાઈ-સ્વસ્તિક સોસા.
૧૦૦૦/- સાત ગામ સમાજ
૫૦૦/- કરશનભાઈ પટેલ ગંજબજાર
૫૦૦/- ખેમચંદભાઈ પટેલ ગંજબજાર
૫૦૦/- જયદિપ ઓઈલ ગંજબજાર
૫૦૦/- હરીઓમ ઓઈલ ગંજબજાર
૫૦૦/- એમ.વી.ટ્રેડીંગ ગંજબજાર
૨૫૦/- તુલસીભાઈ નાયક
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેરમાં માઁ ઉમિયાની કળશ યાત્રાનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અને ઉમિયા માતાજીના મંદિરે કળશનુ સ્થાપન થયુ હતુ. આ “કળશ” કે જે ગંગોત્રીથી ગંગાજળ ભરેલો હતો અને પૂજાથી સંપન્ન થઈ જીવંત કરેલો હતો. આ કળશ અમદાવાદમાં એસ.જી.રોડ ઉપર, જાશપુર ગામની સીમમાં ૧૦૦ વિઘા જમીનમાં બનનાર માઁ ઉમાના મંદિરમાં, જ્યાં માઁ ઉમિયાની મૂર્તિ હશે તેના નીચે ગર્ભગૃહમાં પ્રસ્થાપીત થશે. આ શીલાન્યાસ કાર્યક્રમ તા.૨૮-૨૯ થઈ ગયો. અને માઁ ઉમિયાના મંદિરના નિર્માણનો શુભઆરંભ થયો. આ મંદિર ૧૦૦ કરોડના ખર્ચે બનનાર છે. જેમાં ૫૧ કરોડના દાતા એકજ વ્યક્તિ શ્રી નારાયણભાઈ પટેલ-નંદાસણ(ગમો પરીવાર) છે. આ સમગ્ર ઉમિયાધામ સંકુલમાં ઉમિયા મંદિરની સાથે સાથે, શૈક્ષણિક યુનિવર્સિટી, સમાજ કલ્યાણ પ્રોજેક્ટ, સ્ત્રી સશક્તિકરણ, કન્યા અને બોય છાત્રાલય, રોજગાર તાલિમ કેન્દ્ર, આરોગ્ય મેડીકલ કેર યુનિટ, બીઝનેસ ડેવલોપમેન્ટ સેન્ટર, કાનુની સહાય કેન્દ્ર, ભોજનશાળા, વિધવા સહાય કેન્દ્ર, લગ્ન કેન્દ્ર જેવી સેવાઓ-સુવિધાઓ અને વિવિધ ભવનોનુ નિર્માણ થનાર છે. જેનુ કુલ ખર્ચ અંદાજીત ૧૦૦૦ કરોડ મુડી રોકાણ જેટલુ થશે. આ કાર્યક્રમના ભાગરૂપે વિસનગર શહેરમાં કળશયાત્રા નિકળી હતી. જેમાં વિસનગરના તળ ક.પા.સમાજ, બહારગામ સમાજ, ગોવિંદચકલા સમાજ, મોટા બાવન, સાતસો સમાજ, બાવીસી, ચોર્યાસી, મોટા બાર, સાત સમાજ સહીત તમામ સમાજના અગ્રણીઓ “કળશ યાત્રા”માં જોડાયા હતા. આ કળશ યાત્રાનો ઉમિયા માતાજીના મંદિરે(ગુંદીખાડ)થી શુભારંભ થયો હતો. જ્યાંં ગુંદીખાડ સમાજ દ્વારા આરતી પૂજન થયા હતા. પછી ફતેહ દરવાજા, કડા દરવાજા, ગંજી, દિપડા દરવાજા, દરેક સ્થળે મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ મોટી સંખ્યામાં કળશ યાત્રામાં સ્વાગત-પૂજા-આરતીના કાર્યક્રમ કર્યા હતા. કડા દરવાજા હસમુખભાઈ-જનસંઘના નિવાસ્થાને આરતી પૂજન થયા હતા તથા તળ ક.પા.સમાજની વાડીમાં સમાજના હોદ્દેદારશ્રીઓએ સ્વાગત-આરતીપૂજન કર્યા હતા. બપોરે ૧૨-૦૦ કલાકે યાત્રા એસ.કે.કોલેજમાં પહોચી હતી. જ્યાં ભવ્ય સ્વાગત અને આરતીપૂજન થયા હતા. અને કળશ યાત્રાની સાથે જોડાયેલા માઈ ભક્તોના ભોજનપ્રસાદનું આયોજન પણ એસ.કે. કોલેજમાં થયુ હતુ. જેના ભોજનદાતા પ્રકાશભાઈ પટેલ ચેરમેન એસ.કે.કોલેજ હતા. પછી કમાણા રોડ થઈ આશિષ, અંબિકા, પટેલનગર, ગોવિંદચકલા સોસાયટી સ્થળે ગઈ હતી. જ્યાં મોટી સંખ્યામાં રાસ-ગરબા, સ્વાગત, આરતીપૂજન થયા હતા. ત્યાં કલ્પેશભાઈ જેક એન્ડ જીલ અને ઉમેશભાઈ-સ્વસ્તિક સોસા.ના નિવાસ્થાને “કળશ”ની પધરામણી કરવામાં આવી હતી. જ્યાં કલ્પેશભાઈ તરફથી ઠંડાપીણાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યાંથી કળશ યાત્રા ત્રણ દરવાજા, રેલ્વે સર્કલ થઈ ગંજબજાર ગઈ હતી. ગંજબજારમાં કરશનભાઈ પ્રમુખ વેપારી મંડળ અને સેક્રેટરી કમલેશભાઈ એપીએમસી તથા રાકેશભાઈ, પરેશભાઈ, પંકજભાઈ તથા મોટી સંખ્યામાં વેપારી મિત્રોએ સ્વાગત-પૂજા કરી હતી. અને ચા-પાણીનુ આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. ત્યાંથી આખલીપરૂ અને આજુબાજુ સોસાયટી દ્વારા આરતી-પૂજન થયા હતા અને નટરાજ બેન્કર્સ સોસાયટીમાં રતિભાઈ પટેલના નિવાસ્થાને પધરામણી થઈ હતી. ત્યાંથી મોટા બાવન સમાજ વાડીમાં મોટા બાવન અને બહારગામ ક.પા.સમાજના અગ્રણીઓએ આરતીપૂજન કર્યા હતા. ત્યાંથી શાહીબાગ, થલોટા રોડ, વિક્રમ થઈ કાંસા ગામમાં થઈ ફરીને કાંસામાં ઉમિયા માતાજીના મંદિરે યાત્રા પૂર્ણ થઈ હતી. જ્યાં મંદિરે કાંસા ગામના સરપંચશ્રી ભરતભાઈ પટેલ, તથા ટ્રસ્ટીશ્રી નવિનભાઈ તલાટી તથા મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ આરતીપૂજન કર્યા હતા. આ સમગ્ર યાત્રાનુ આયોજન વિસનગર VUF ટીમે કર્યુ હતુ. જેમાં સમાજ અગ્રણી જોડાયા હતા. યાત્રા દરમ્યાન કીર્તિભાઈ કલાનિકેતન, બાબુભાઈ આખલી, ર્ડા.ઈશ્વરલાલ, હિતેષભાઈ પટેલ, ભરતભાઈ આરતી, રાજુભાઈ ગંજબજાર, એ.કે.પટેલ, એમ.કે.પટેલ, પી.બી.પટેલ, અજય પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, જીગરભાઈ, હસમુખભાઈ, વિમલ પટેલ, કલ્પેશ પટે
લ, જયેશભાઈ પટેલ, ગણપતભાઈ પાલડી, રામભાઈ પૂર્વ સરપંચશ્રી, મુકેશભાઈ ફતેહ દરવાજા, નિરવભાઈ, મહેશભાઈ, દશરથભાઈ, સંજયભાઈ, અશોકભાઈ, કેતનભાઈ, અતુલભાઈ તથા અન્ય કાર્યકર્તાઓ જોડાયા હતા. કીર્તિભાઈએ જણાવેલ કે આ મંદિર નિર્માણ કાર્ય ૫(પાંચ) વર્ષ સુધી ચાલશે. જેમાં વિસનગર VUF કમીટીમાં દરેક સમાજના પ્રમુખ/મંત્રીશ્રી, લક્ષચંડી કમીટી અને વિસ ઈન્ડીયા ગ્રુપના અગ્રણીઓનો સમાવેશ થશે. જેના થકી વિસનગર શહેર તાલુકામાં અવારનવાર આયોજન કરવામાં આવશે. “કળશ યાત્રા” એ એક નાના અવસર થકી શુભ આરંભ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us