Select Page

શહેર અને તાલુકામાં વિદેશથી આવેલા વ્યક્તિઓ ઉપર બાજનજર વિસનગર આરોગ્ય ટીમનુ ૨૪ વિદેશીઓ ઉપર કોરોના મોનીટરીંગ

શહેર અને તાલુકામાં વિદેશથી આવેલા વ્યક્તિઓ ઉપર બાજનજર વિસનગર આરોગ્ય ટીમનુ ૨૪ વિદેશીઓ ઉપર કોરોના મોનીટરીંગ

શહેર અને તાલુકામાં વિદેશથી આવેલા વ્યક્તિઓ ઉપર બાજનજર
વિસનગર આરોગ્ય ટીમનુ ૨૪ વિદેશીઓ ઉપર કોરોના મોનીટરીંગ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ચીનથી શરૂ થયેલા કોરોના વાઈરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધુ છે. વિદેશીઓની અવરજવરથી ભારતમાં કોરોના વાયરસ ફેલાતા અત્યારે વિદેશમાંથી આવનાર વ્યક્તિઓ ઉપર આરોગ્ય તંત્ર બાજ નજર રાખી રહ્યુ છે. વિસનગર તાલુકામાં હજુ સુધી કોરોના વાયરસનો એક પણ પોઝીટીવ કેસ જોવા મળ્યો નથી. પરંતુ શહેર અને તાલુકામાં વિદેશથી આવેલા ૨૪ વ્યક્તિઓનુ મોનીટરીંગ કરવામાં આવ્યુ છે. કોરોના વાયરસ એ હવાથી નહી પરંતુ સંપર્કથી ફેલાતો વાયરસ હોવાથી હાથ મીલાવીને નહી પરંતુ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નમસ્કાર કરીને આવકાર આપવો તેમજ શરદી તાવ ઉધરસ હોય તો જાહેરમાં જવાનુ ટાળવુ હિતાવહ છે.
મેડિકલ ઓફીસર દ્વારા ૧૪ દિવસ સુધી સતત દેખરેખ રાખવામાં આવે છે
કોરોના વાયરસથી અત્યારે સમગ્ર વિશ્વમાં હાહાકાર જોવા મળી રહ્યો છે. ઠંડકમાં કોરોના વાયરસનુ આયુષ્ય વધારે હોવાથી ઠંડો પ્રદેશ ધરાવતા દેશોમાં વાયરસ વધુમાંં વધુ ફેલાઈ રહ્યો છે. ૨૬ થી ૨૭ ડીગ્રી તાપમાનમાં આ વાયરસ જીવીત રહી શકતો નથી. ભારતનો મોટાભાગનો વિસ્તાર ગરમ પ્રદેશ છે. પરંતુ અત્યારે શિયાળાના ઠંડકની અસર હોવાથી તેમજ વિદેશીઓની અવરજવરના કારણે કોરોના વાયરસે ભારતમાં પગપેસારો કર્યો છે. કોરોના વાયરસગ્રસ્ત દર્દિના સંપર્કમાં આવનાર વ્યક્તિમાં આ વાયરસ પ્રવેશતો હોવાથી ભારત સરકાર દ્વારા વિદેશથી આવેલ લોકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. કોરોના વાયરસ ફેલાયા બાદ ૨૮ જાન્યુઆરીથી અત્યાર સુધી વિસનગર શહેર અને તાલુકામાં ચાયના, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, થાઈલેન્ડ વિગેરે દેશોમાંથી ૨૪ વ્યક્તિઓ આવ્યા છે. વિદેશથી આવતા આ લોકોનુ એરપોર્ટ ઉપરજ સ્કીનીંગ કરવામાં આવે છે. તેમ છતાં ૧૪ દિવસમાં આ વાયરસના લક્ષણો જોવા મળતા હોવાથી વિદેશથી આવનાર આ મહેમાન જ્યા રોકાવાના હોય તેની વિગત આરોગ્ય વિભાગને આપવામાં આવે છે. આરોગ્ય વિભાગના મેડિકલ ઓફીસર દ્વારા ૧૪ દિવસ મોનીટરીંગ કરવામાં આવે છે. મોનીટરીંગ દરમ્યાન કોરોનાના લક્ષણ જણાય તો દાખલ કરવામાં આવે છે. જોકે વિસનગર તાલુકામાં અત્યાર સુધી કોરોના વાયરસ પોઝીટીવનો એકપણ કેસ જોવા મળ્યો નથી. તાલુકા હેલ્થ ઓફીસર શુકલાબેન રાવલે જણાવ્યુ છેકે, સેન્ટ્રલ લેવલથીજ શહેર કે તાલુકામાં આવેલ વિદેશી મહેમાનનુ લીસ્ટ આપવામાં આવે છે. જેમાં કયા દેશમાંથી આવ્યા અને ક્યા રોકાવાના છે તેની વિગતો હોય છે. મેડિકલ ઓફીસર દ્વારા સતત ૧૪ દિવસ મોનીટરીંગ થાય છે. અત્યારે વિદેશથી આવેલા પાંચ પેસેન્જરનુ મોનીટરીંગ ચાલુ છે.
વિસનગરના જાણીતા ફિજીશીયન સ્મીત હોસ્પિટલના ર્ડા.કેતનભાઈ જોષીએ કોરોના વાયરસ પ્રવેશતો અટકાવવા શું સાવચેતી રાખવી તે બાબતે જણાવ્યુ છેકે, કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિ ઉધરસ કે છીક ખાય તો ૧ મીટર દુર રહેલ વ્યક્તિને ચેપ લાગે છે. તાવ ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ હોય તો તાત્કાલીક તબીબી સારવાર લેવી જોઈએ. આવા સમયે હાથથી ક્યારેય મોં ઉપર સ્પર્શ કરવો નહી. છેલ્લા બે અઠવાડીયા કોરોના વાયરસ અસરગ્રસ્ત વિસ્તારથી પાછા ફર્યા હોય તો ઘરની અંદર રહેવુ. ૧૪ દિવસ સંપર્ક ટાળવો જોઈએ. કોરોના વાયરસના માહોલમાં હાથ સાબુથી ધોતા રહેવુ. ઘરમાં પ્રવેશ કરતા હાથ ધોયા વગર સાબુથી બરાબર સાફ કર્યા વગર કોઈ ચીજ વસ્તુને અડવુ નહી. અસરગ્રસ્ત માહોલમાં બજારની મુલાકાત લેતી વખતે જીવંત પ્રાણીઓ અને વિવિધ સપાટીઓનો સીધો સંપર્ક ટાળો એટલે કે કોઈ વસ્તુનો અડકવુ નહી. મોં ઉપર માસ્ક પહેરવુ ખુબજ હિતાવહ છે. ટ્રાવેલીંગ કરતી વખતે બસ કે ટ્રેનમાં બેઠકો ઉપર અડવુ નહી. સાવચેતી રાખવામાં આવે તો કોરોના વાયરસ પ્રવેશતો અટકાવી શકાય છે.
• યુનિસેફની સુચના
– કોરોના વાયરસ કદમાં મોટો છે જેના સેલનો વ્યાસ ૪૦૦-૫૦૦ માઇક્રો છે અને આ કારણોસર કોઈપણ માસ્ક તેના પ્રવેશને અટકાવે છે. માટે માસ્ક પહેરવાથી મહત્તમ રક્ષણ મળી શકે છે. – વાયરસ હવામાં સ્થાયી થતો નથી પરંતુ તે જમીન પર રહે છે, તેથી તે હવા દ્વારા પ્રસારિત થતો નથી. – કોરોના વાયરસ જ્યારે તે ધાતુની સપાટી પર પડે છે, ત્યારે તે ૧૨ કલાક જીવશે, તેથી સાબુ અને પાણી પૂરતા પ્રમાણમાંથી હાથ ધોવા. – કોરોના વાયરસ જ્યારે તે કપડા પર પડે છે, તે ૯ કલાક રહે છે, તેથી કપડાં ધોવા અને બે કલાક સૂર્યપ્રકાશમાં રાખવા જેથી કોરોના વાયરસ મરી જાય છે. – વાયરસ ૧૦ મિનિટ સુધી હાથ પર રહે છે, તેથી ખિસ્સામાં આલ્કોહોલ સેનિટાઈઝર મૂકવાથી બચાવ થાય છે. – જો વાયરસ ૨૬-૨૭ સે. તાપમાનમાં આવે છે, તો તે મરી જશે, કારણ કે તે ગરમ પ્રદેશોમાં રહેતા નથી. – ગરમ પાણી પીવાનું અને સૂર્ય પ્રકાશ મા રહેવા થી પણ વાયરસ થી રક્ષણ મળી શકે છે. – આઈસ્ક્રીમથી દૂર રહેવું અને ઠંડા ખાવાથી દૂર રહો. – ગરમ અને મીઠાના પાણીના કોગાળ(ગાર્ગલ) કરવાથી કાકડાનાં સૂક્ષ્મજંતુઓ મરી જાય છે અને ફેફસામાં પહોંચવાથી રોકે છે. આ સૂચનોનું પાલન વાયરસ અટકાવવાના હેતુને પૂર્ણ કરે છે.
અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર વિસનગર
દ્વારા જાગૃતિ માટેના પ્રયત્નો
કોરોના વાયરસ આ લક્ષણો પર ધ્યાન આપો. કોરોના વાયરસએ વાયરસના પ્રકારો છે જે સામાન્ય રીતે માણસો સહીત પ્રાણીઓના શ્વસન માર્ગને અસર કરે છે. તે વાયરસનો એક પરિવાર છે જેમાં સામાન્ય શરદી અને વાઈરસ જેવા કે SARS & MERS આવે છે. • સામાન્ય લક્ષણો :- માથાનો દુખાવો, નાકમાંથી પાણી પડવું, ગળું સુકાવું અથવા કફ, સ્નાયુનો દુખાવો. • સંભવિત અડચણો :- વધુ તાવ આવવો, શ્વાસ લેવામાં તકલીફ,ન્યુમોનીયા, સેપ્સિસ, કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થઈ શકે છે. આ એક માનવીથી માનવીમાં ફેલાતો ચેપી રોગ છે. તાવ/ ઉધરસ થયા હોઈ તેવા વ્યક્તિનો સંપર્ક ટાળો. સાવચેતી :- માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવા. કોરોના વાયરસ સામાન્ય રીતે હળવાથી મધ્યમ શ્વસન માર્ગની બીમારીઓનું કારણ બને છે.
કોરોના વાયરસ વિશે જાણકારી
કોરોના વાયરસ સંપર્કથી થતો રોગ છે. તે પ્રાણીઓના સંપર્કથી માણસને અને માણસના સંપર્કથી માણસને ફેલાતો રોગ છે. • લક્ષણોઃ- તાવ આવવો, છીંક આવવી, શરીર દુઃખવું, ખાંસી અને ગળામાં ખારાશ, માથું દુઃખવું, શ્વાસ લેવામાં તકલીફ • કોરોના વાયરસથી બચવા શું કરવું જોઈએ ? હાથ વારંવાર સાબુ અને પાણીથી ધોવા, છીંક અને ખાંસી આવતાં સમયે તમારું નાક અને મ્હોં રૂમાલથી અથવા ટીશ્યુથી ઢાંકવું, સંપુર્ણપણે રાંધેલા માંસ અને ઈંડા ખાવા અને ખૂબ પ્રમાણમાં પાણી પીવું, શરદી અથવા ફ્લુ જેવા શરદી અથવા ફલુ જેવા લક્ષણોવાળા વ્યક્તિનો સંપર્ક ટાળવો અથવા ૧ મીટર અંતર રાખવું. • રહેવા અને કામ કરવાની જગ્યા દિવસમાં એક વખત સ્વચ્છ કરવી. • મુસાફરી કરતી વખતે અને કોરોના વાયરસના લક્ષણો ધરાવતી વ્યક્તિા સંપર્કમાં આવ્યા પછી જો તમે બીમાર થાઓ તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં જાણ કરી, વહેલી તકે તબીબી સારવાર લેવી. • કોરોના વાયરસથી બચવા શું ના કરવું જોઈએ? • જો તમે બિમારી હો તો ભીડવાળી જગ્યાએ જવું નહી. • માંદગી દરમ્યાન આંખ, નાક અને મ્હોંને સ્પર્શ કરવું નહી. • જંગલી અને ખેતરના પ્રાણીઓ સાથેના અસુરક્ષિત સંપર્ક કરવો નહી. • જાહેર જગ્યાએ થુંકવું જોઈએ નહીં.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts