વિસનગર શહેર અને તાલુકા પોલીસની ખાળે ડૂચા અને દરવાજા ઉઘાડા જેવી કામગીરી મોડી રાત્રે વાહનોની અવરજવરથી કોરોના ચેપ ફેલાવાનો ભય
વિસનગર શહેર અને તાલુકા પોલીસની ખાળે ડૂચા અને દરવાજા ઉઘાડા જેવી કામગીરી
મોડી રાત્રે વાહનોની અવરજવરથી કોરોના ચેપ ફેલાવાનો ભય
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા અને શહેરમાં મોડી રાત્રે વાહનોની ખુબજ અવરજવર થાય છે. કોરોના વાયરસનો એકપણ કેસ નહી નોધાનાર શહેર/તાલુકા માટે આ બાબત ભયજનક છે. લોકલ ટ્રાન્સમિશનના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે પોલીસ આ વાહનોની અવરજવર બંધ નહી કરાવે તો વિસનગરને કોરોના વાયરસની ઝપેટમાં આવતા કોઈ રોકી શકશે નહી.
મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસ વધતા આ શહેરોમાં રહેતા લોકો કોરોના ચેપના ભયથી પોતાના વતન ગામડા તરફે દોટ મુકી છે. જોકે આવી લોકડાઉનની પરિસ્થિતિમાં ઘરની બહાર નીકળવુ ભયજનક છે. ત્યારે મુસાફરી કરી વતનમાં પહોચવુ એ તે વ્યક્તિના ગામ કે શહેર મોટા જોખમકારક છે. વિસનગર શહેર અને તાલુકા પોલીસ બહાર ફરતા લોકોને મોટી સંખ્યામાં લાવી જાહેરનામા ભંગની કાર્યવાહી કરે છે. શહેરમાં ફરતા વાહનો ડીટેન કરે છે. ત્યારે આ પોલીસની કામગીરી ખાળે ડૂચા અને દરવાજા ઉઘાડા જેવી છે. નિઝામુદ્દીન મરકજ તબલીગી જમાતના બનાવ બાદ વિસનગરમાં MH01 AR 7189 નંબરની સીટી હોન્ડા કારમાં તબલીગી જમાતના કેટલાક લોકો વિસનગરમાં આવ્યા હતા. જે કાર લોકડાઉનમાં વિસનગરમાં આવી કઈ રીતે? સીટી પોલીસે કાર ડીટેન કરી ત્યારે તબલીગી જમાતના શખ્સોને ક્વોરન્ટાઈન કેમ કરવામાં આવ્યા નહી? વિસનગરમાં કોરોના ચેપ ફેલાશે તો જવાબદારી કોની? તેલંંગણાથી રાજસ્થાન જવા માટે નીકળેલી AP02 AC 1818 નંબરની ગાડી વિસનગર તાલુકામાં પ્રવેશી ત્યારે તાલુકા પોલીસને ગાડી ન દેખાઈ અને સીટી પોલીસે ગાડી પકડી હતી. શહેરની પરિમલ સોસાયટીમાં એક યુવાન લોકડાઉનમાં વાહન લઈને આવ્યો ત્યારે તાલુકા પોલીસ કે સીટી પોલીસ વાહન ડીટેન કરી શક્યા નહી. આ યુવાન કયા વાહનમાં કઈ રીતે કયા રસ્તે આવ્યો તેની તપાસ કરવી પોલીસ માટે જરૂરી છે. મોડી રાત્રે અને વહેલી સવારે ૩-૦૦ થી ૫-૦૦ ના અંધારા દરમ્યાન મેઈન બજાર, લાલ દરવાજા વડનગરી દરવાજા વિસ્તારોમાં વાહનોની મોટી સંખ્યામાં અવરજવર થાય છે. જે અવરજવરથી આ વિસ્તારના સ્થાનિક લોકોમાં કોરોના ચેપ ફેલાવાનો ભારે ભય સતાવી રહ્યો છે. પોલીસને આ અવરજવર કેમ દેખાતી નથી? રંગરેજની પોળમાં લઘુમતી સમાજનો એક યુવાન અમદાવાદથી આવ્યો હતો. જેને આરોગ્ય વિભાગે કોરન્ટાઈન કર્યો હતો. બીજા દિવસે આ યુવાન હોમ કોરન્ટાઈનનો ભંગ કરી અમદાવાદ જતો રહ્યો હતો. અર્બન હેલ્થ સેન્ટરે તેની ગંભીર નોધ લઈ યુવકના પરિવારને કોરન્ટાઈન રહેવાની કડક સુચના આપી છે. જોકે આ યુવાન કોઈ દવા આપવા કે લેવા આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. ત્યારે પ્રશ્ન એ થાય છેકે આ યુવાન આવ્યો કઈ રીતે અને ગયો કઈ રીતે? કયા વાહનનો ઉપયોગ કર્યો, વિસનગરમાં કયા રસ્તેથી પ્રવેશ્યો તે બાબતે પોલીસે તપાસ કરવી જરૂરી છે. કોરોના વાયરસનો ચેપ ગામડાઓમાં ફેલાયો છે ત્યારે મોડી રાત્રે વાહનોની અવરજવર ઉપર પોલીસ ધ્યાન નહી રાખે તો વિસનગર શહેરમાં કોરોના ચેપ ફેલાતા કોઈ રોકી શકશે નહી.