Select Page

કોરોના મહામારીમાં પાલિકાની બેદરકારી વિસનગરમાં ઉભરાતી ગટરો ભયંકર સાબીત થશે-ર્ડા.કાન્તીભાઈ

કોરોના મહામારીમાં પાલિકાની બેદરકારી વિસનગરમાં ઉભરાતી ગટરો ભયંકર સાબીત થશે-ર્ડા.કાન્તીભાઈ

કોરોના મહામારીમાં પાલિકાની બેદરકારી
વિસનગરમાં ઉભરાતી ગટરો ભયંકર સાબીત થશે-ર્ડા.કાન્તીભાઈ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
દેશ અને રાજ્ય કોરોના મહામારીનો સામનો કરી રહ્યુ છે. ત્યારે વિસનગરના લોકો ઉભરાતી ગટરોની મહામારીનો સામનો કરી રહ્યા છે. ઉભરાતી ગટરો પ્રત્યે પાલિકા તંત્ર બેદરકારી દાખવતા ર્ડા.કાન્તીભાઈ પટેલે જણાવ્યુ છેકે શહેરમાં ઉભરાતી ગટરો ભયંકર સાબીત થશે. પાલિકા તંત્ર ધ્યાન નહી રાખે તો લોકો આ મહામારીમાં રોગચાળાનો ભોગ બનશે.
કોરોના વાયરસ લોકડાઉન શરૂ થયુ ત્યારથી વિસનગરમાં ગટરો ઉભરાવવાની શરૂ થઈ છે. પ્રથમ નારાયણદાસ પટેલની પોળ આગળ ગટર ઉભરાતા એક અઠવાડીયુ માયા બજારથી સવાલા દરવાજા ચાર રસ્તા સુધી દુર્ગંધ મારતુ ગટરનુ પાણી રોડ ઉપર ફેલાયુ હતુ. ત્યારબાદ છેલ્લા કેટલાક સમયથી ગુંદીખાડ રામચંદ પટેલના માઢ આગળ ગટર ઉભરાતા માડવી ચોક મનારો, ભાટવાડાથી પરા સુધી રોડ ઉપર ગટરનુ દુર્ગંધ મારતુ પાણી ફેલાય છે. શહેરમાં વારંવાર ગટરો ઉભરાતા ર્ડા.કાન્તીભાઈ પટેલે જણાવ્યુ છેકે, અગાઉ દર ત્રણ માસે નિયમિત ગટરો સાફ થતી હતી. વર્ષ ૨૦૧૦ સુધી ગટરો ઉભરાતી નહોતી. પરંતુ છેલ્લા ૧૦ વર્ષમાં ત્રણ માસે ગટરો સાફ કરવામાં નહી આવતા તમામ ગટરો ચોકઅપ થઈ ગઈ છે જે અત્યારે ઉભરાય છે. વિસનગરના લોકો કોરોના મહામારીમાં ઉભરાતી ગટરની મહામારીનો સામનો કરી રહ્યા છે.
છ માસ પહેલા દર માસે રૂા.૫ લાખના ખર્ચે શહેરની ગટરો સાફ કરવા જેટીંગ મશીનનો કોન્ટ્રાક્ટ આપવા માટે જાહેરાત આપવામાં આવી હતી. બે વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાનો હતો. બે વર્ષમાં રૂા.૧ કરોડ ૨૦ લાખ કોન્ટ્રાક્ટરને આપવા કારસો રચાયો હતો. ત્યારે ર્ડા.કાન્તીભાઈ પટેલે આ ટેન્ડરનો વિરોધ કરી લેખીત આપ્યુ હતુ કે, ગટર ઉભરાવવાના મહિને પાંચ દસ ફોલ્ટ થાય તેમાં રૂા.૫ લાખ આપવા એના કરતા રૂા.૪૦ થી ૫૦ લાખના ખર્ચે જેટીંગ ખરીદવુ જોઈએ. ત્યારે પાલિકાએ ટેન્ડર રદ કર્યુ હતુ. અને જેટીંગ ખરીદવા કોઈ નિર્ણય કર્યો નહોતો. પાલિકાએ જેટીંગ ખરીદ્યુ હોત તો અત્યારે આવી કોરોના મહામારીની પરિસ્થિતિમાં ચોકઅપ ગટરો સાફ કરવા જેટીંગ ઉપયોગમાં આવી શક્યુ હોત. ગટરો સાફ કરવામાં પાલિકાની નિષ્કાળજીથી અત્યારે લોકો હેરાન થઈ રહ્યા છે. શહેરની ગટરો તાત્કાલીક સાફ કરી ઉભરાતી બંધ કરવામાં નહી આવે અને શહેરમાં કોઈ રોગચાળો ફેલાશે તો તેની તમામ જવાબદારી પાલિકા તંત્રની રહેશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us