Select Page

શહેરમાં ૨૮૦ ઉપરાંત્ત વાહનો ડીટેન કરાયા વિસનગરમાં ડ્રોનથી અસંખ્ય ઉપર જાહેરનામા ભંગની કાર્યવાહી

શહેરમાં ૨૮૦ ઉપરાંત્ત વાહનો ડીટેન કરાયા વિસનગરમાં ડ્રોનથી અસંખ્ય ઉપર જાહેરનામા ભંગની કાર્યવાહી

 

શહેરમાં ૨૮૦ ઉપરાંત્ત વાહનો ડીટેન કરાયા
વિસનગરમાં ડ્રોનથી અસંખ્ય ઉપર જાહેરનામા ભંગની કાર્યવાહી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના વાયરસનુ સંક્રમણ અટકાવવા ઘરમાં લોકડાઉન રહેવાની જગ્યાએ વિસનગરમાં લોકો મહોલ્લામાં, સોસાયટીમાં ભેગા થઈ ટોળે વળતા પોલીસે હવે ડ્રોનની મદદથી નજર રાખવાની શરૂઆત કરી છે. જે ડ્રોન આધારે અસંખ્ય સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે.
કોરોના વાયરસનો ચેપ ફેલાતો રોકવા જો લોકો ઘરમાં નહી રહે અને ટોળે વળી વાતો કરશે તો કોરોના ચેપગ્રસ્ત બનતા કોઈ રોકી શકશે નહી. વિસનગરમાં લોકોએ સ્વયંભૂ લોકડાઉન રહેવાની જગ્યાએ પોલીસ દ્વારા લોકડાઉનમાં રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે. ડીવાયએસપી એમ.બી. વ્યાસના માર્ગદર્શનમાં સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ.પી.કે.પ્રજાપતિ દ્વારા ડ્રોન આધારે ટોળે વળી બેસતા લોકો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડ્રોન ઉડાડી કયા વિસ્તારમાંથી કોને પકડી કાર્યવાહી કરવામાં આવી તે જોઈએ તો, ફતેહ દરવાજા પટેલ વિજયકુમાર બાબુલાલ, પટેલ વિરચંદભાઈ ખેતારામ, પરમાર દિનેશભાઈ સોમાભાઈ, ગટીયાવાસમાં બલોચ લાલખાન શોભેખાન, બલોચ રસુલખાન ગુલાબખાન, ખજુરી મહોલ્લો પટેલ રમણભાઈ ખેતાભાઈ, પટેલ સુરેશભાઈ ધુળાભાઈ, પટેલ રમણલાલ જેઠાભાઈ, પટેલ નટવરભાઈ રામચંદભાઈ, શ્રાવણશેરી સુથાર અનીલકુમાર સાંકળચંદ, પટેલ ભરતકુમાર માધવલાલ, દરજી પ્રકાશભાઈ મણીલાલ, પટેલ સંદીપકુમાર રમેશભાઈ, કડા દરવાજા પટેલ વિપુલકુમાર જોઈતારામ, ભોઈ નંદકિશોર હરિભાઈ, ભોઈ દિલીપકુમાર બાબુભાઈ, ફતેહ દરવાજા પ્રા.શાળા સમીરભાઈ મુનીરઅહેમદ ઘાંચી, વસીમ કાદરભાઈ ઘાંચી, સરફરાજ નબીબભાઈ ઘાંચી, આરીફભાઈ રણજીતભાઈ ઘાંચી, નવાવાસના નાકે તેગાર મુનાફ ઈબ્રાહીમભાઈ બહેલીમ, રમીજ અનવરખાન બલોચ, ખાલીદભાઈ અબ્દુલરસુલ મેમણ, રાકેશ દિનેશભાઈ દેવીપૂજક, શેરડીનગર અયોધ્યાનગર આકાશ ગણેશભાઈ ગોહીલ, રોહિતભાઈ નાનજીભાઈ પ્રજાપતિ, મનુજી ભગવાનજી ઠાકોર, અરવિંદભાઈ ભુદરભાઈ પટેલ, સિધ્ધરાજસિંહ લક્ષ્મણસિંહ ઝાલા, કડા દરવાજા પરામાં પટેલ અજયભાઈ જયંતિલાલ, પટેલ દિનેશભાઈ રેવાભાઈ, પટેલ હિતેષકુમાર સાંકળચંદ, પટેલ સિધ્ધેશકુમાર અંબારામ, એક ટાવર પટેલ સુમિતકુમાર સુરેશભાઈ, કંસારા નિકુંજ રમેશચંદ્ર, કંસારા ગજેન્દ્ર કાન્તીલાલ, બાપુનો ચોરો મોચી નવીનભાઈ ઉમેદરામ, મકવાણા બાબુભાઈ વિઠ્ઠલભાઈ, ગુંદીખાડ પટેલ બાબુભાઈ અંબારામ, પટેલ સુરેશભાઈ પ્રહેલાદભાઈ, પટેલ રાજેશભાઈ ભીખાભાઈ, વાલમ ગામ પરાવાસના નાકે ઠાકોર વિજયસિંહ પરબતસિંહ, ઠાકોર મહેન્દ્રસિંહ કાનાજી, ઠાકોર પૃથ્વીસિંહ મનુજી, નાયક અજયભાઈ અરવિંદભાઈ, કાંસા રોડ મેટ્રો મોલ પ્રજાપતિ અમરતભાઈ નરોત્તમદાસ, પટેલ રવિકુમાર વિનોદભાઈ, થલોટા રોડ મારૂતિ રો-હાઉસ પ્રજાપતિ ધર્મેશ કાળીદાસ, પ્રજાપતિ શૈષેષભાઈ નારાયણભાઈ, ભાવસાર કિરણકુમાર પ્રકાશચંદ્ર, ધોબી કનૈયાલાલ કાન્તીલાલ, કાંસા ઢાળવાળો માઢ પટેલ જૈમીન ડાહ્યાભાઈ, પટેલ વિજયકુમાર શંકરલાલ, પટેલ હર્ષદકુમાર શીવરામભાઈ, કાંસા નવાધરા સુથાર કૃણાલ કનૈયાલાલ, પટેલ સંજય ગાંડાલાલ, પટેલ રાજેન્દ્ર જયંતિલાલ, કડા દરવાજા પરામા પટેલ રાજેશકુમાર શંકરલાલ, પટેલ કમલકુમાર શંકરલાલ, પટેલ હિતેષકુમાર સાંકળચંદ, પટેલ પ્રદિપકુમાર ઈશ્વરલાલ, પટેલ જગદીશકુમાર રમણલાલ, ધરોઈ કોલોની રોડ જલદીપ સોસાયટી, ફુલવણી નારાયણદાસ સંગનમલ, હસમુખભાઈ સોમનાથભાઈ સથવારા, પ્રહેલાદભાઈ આત્મારામ સુથાર, પ્રવિણજી શિવાજી રાજપૂત, ભાવેશ હસમુખભાઈ સથવારા તથા નરેશભાઈ ગોકળદાસ પ્રજાપતિ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે.
વિસનગર શહેરમાં વિવિધ દુકાનો, પાર્લરો ખોલતા ૫૦ જેટલા દુકાન માલિકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે. લોકડાઉન સમય દરમ્યાન શહેરમાં લટાર મારવા નીકળેલા ૨૮૦ ઉપરાંત વાહનો ડીટેન કરવામાં આવ્યા છે. વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એલ.ખરાડી દ્વારા પણ તાલુકાના ગામડાઓમાં ટોળે વળી લોકડાઉનનો ભંગ કરતા, દુકાનો પાર્લરો ખોલી ધંધો કરતા લોકો વિરુધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us