Select Page

તંત્રી સ્થાનેથી…લોકડાઉન ગમતુ નથી, પણ તેનો કોઈ પર્યાય નથી

તંત્રી સ્થાનેથી…લોકડાઉન ગમતુ નથી, પણ તેનો કોઈ પર્યાય નથી

તંત્રી સ્થાનેથી…

લોકડાઉન ગમતુ નથી, પણ તેનો કોઈ પર્યાય નથી

ભારત દેશની હજ્જારો વર્ષ પૂર્વેની સ્થાપના પછી પહેલી વખત આવેલ લોકડાઉન કોઈને ગમતું નથી અને તેના વિના ચાલી શકે તેમ નથી. કર્ફયુ, બંધના એલાન, જનતા કર્ફ્યુ આવા અનેક કિસ્સા લોકોએ અનુભવ્યા છે. પણ આ લોકડાઉન લોકો માટે પ્રથમ અનુભવ છે. લોકડાઉન એ કર્ફ્યુનો નાનો ભાઈ છે. જેથી થોડો સરળ છે. જોકે લોકો લોકડાઉનથી કંટાળી ગયા છે પણ લોકડાઉન એ કોરોનાની દવા છે. જે અનિવાર્ય છે. વિજ્ઞાન આટલુ બધુ આગળ વધ્યુ હોવા છતાં છેલ્લા પાંચ મહિનાથી આવેલ કોરોના વાયરસનો પ્રતિકારક કરી શકાય તેવી રસી શોધવામાં સફળતા મળી નથી. કોરોના વાયરસ આખા વિશ્વ ઉપર ફેલાઈ ગયો છે. તેનો રોકવો એ જટીલ છે. કોરોનાની કોઈ દવા નહિ હોવાથી તેનું સંક્રમણ અટકાવવા માટે લોકો એકબીજાથી દૂર રહે તે જ દવા છે. લોકો જ્યારે એકબીજાથી દૂર રહે તે માટે જ્યારે ઘરમાંથી બહાર ન નીકળે તે લોકડાઉનનું મુખ્ય પાસુ છે. લોક પોતપોતાના ઘરમાં રહે તો જ કોરોના વાયરસ વધતો અટકાવી શકાશે. જ્યારે કોઈ દવા ન હોય ત્યારે જે નુસખો રોગના પ્રતિકાર માટે લાગુ પડે તેને સરકારે અજમાવ્યો છે. અમેરીકાનું તંત્ર જે હાઈડ્રોક્લોરોક્વીનની દવાને કોરોનાની દવા ગણાવે છે તે મેલેરીયાની દવા છે. આ ગોળીથી રોગ પ્રતિકારક શક્તિ વધતી હશે. સંપૂર્ણ કોરોના ઉપર અસરકારક નથી તે વિશ્વ માટે દુઃખની વાત છે. અત્યારે એટલુજ કહી શકાય કે સમગ્ર વિશ્વ ભગવાન ભરોસે છે. ફક્ત લોકો શિસ્તમાં રહી અળગા રહે તો ભગવાન બચાવી શકે તેમ છે. કોરોના વાયરસથી લોકોને બચાવવાના તંત્રના પ્રયાસો નિષ્ફળ જાય અને કોરોનાનું સંક્રમણ વધે તેવા પ્રયત્નો થઈ રહ્યાનુ ટી.વી. અને અખબારોના માધ્યમથી જાણી એક જ ઉદ્‌ગાર નીકળે છેકે પ્રજાના સ્વાસ્થ્યના વિરોધી તત્વોને ભગવાન(અલ્લાહ) શુદ્ધ બુદ્ધિ આપે. કોરોના સામે ટકી રહેવું તે આપણા હાથની વાત છે. આપણે જેટલા જાગૃત હોઈશું તેટલો રોગથી બચાવ થશે. ઓછા માણસોને મળવું, કોઈ સાથે હાથ ન મીલાવવા, કોઈપણ વ્યક્તિથી ચાર ફૂટ દૂર રહેવું, ગરમ પાણી પીવું, ગરમ પાણીના હળદર, મીઠું નાખી કોગળા કરવા, હાથ સાબુથી વારંવાર ધોવા, બહાર જતા માસ્ક પહેરવું, ચોખ્ખાઈ રાખવી આ અભિગમો અપનાવશે તોજ કોરોનાથી બચી શકાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us