Select Page

ગત સોમવારે માર્કેટયાર્ડ આગળ ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા વિસનગર માર્કેટયાર્ડમાં સોશિયલ ડીસ્ટન્સ સાથે હરાજી શરૂ થશે

ગત સોમવારે માર્કેટયાર્ડ આગળ ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા  વિસનગર માર્કેટયાર્ડમાં સોશિયલ ડીસ્ટન્સ સાથે હરાજી શરૂ થશે

ગત સોમવારે માર્કેટયાર્ડ આગળ ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા
વિસનગર માર્કેટયાર્ડમાં સોશિયલ ડીસ્ટન્સ સાથે હરાજી શરૂ થશે
(પ્ર.ન્યુ.સ.)            વિસનગર,રવિવાર
કોરોના લોકડાઉનમાં વિસનગર માર્કેટયાર્ડ કરિયાણુ-શાકભાજી ખરીદીનુ પીઠુ બની ગયુ હતુ. સોશિયલ ડીસ્ટન્સનુ કોઈ પાલન થતુ નહોતુ. ત્યારે ખોટી ભીડ ન થાય તે માટે એક અઠવાડીયુ માર્કેટયાર્ડનુ કરિયાણા બજાર બંધ રાખવાની ફરજ પડી હતી. તા.૨૧-૪-૨૦૨૦ થી સોશિયલ ડીસ્ટન્સની પુરતી કાળજી રાખી શરતોને આધીન માર્કેટયાર્ડમાં હરાજીનુ કામ શરૂ કરવામાં આવશે.

  • માર્કેટયાર્ડમાં ટ્રાફીક અને ભીડ ન થાય તે માટે સોમથી શુક્ર શાકભાજીનુ હૉલસેલ માર્કેટ ચાલુ રહેશે
  • શનિ અને રવિવાર માર્કેટની કરિયાણાની દુકાનો ચાલુ રહેશે

કોરોના વાયરસના લોકડાઉનમાં માર્કેટયાર્ડમાં કરિયાણુ અને શાકભાજીની લેવા ભારે ઘસારો થતો હતો. લોકડાઉનનો શહેરમાં કડક અમલ થતો હતો ત્યારે માર્કેટયાર્ડમાં ખરીદી કરવા એટલો ઘસારો થતો હતો કે લોકડાઉનના ધજાગરા ઉડતા જોવા મળતા હતા. માર્કેટયાર્ડમાં ભીડ ન થાય, ટ્રાફીક ન સર્જાય અને જાહેરનામાનો અમલ થાય તે માટે માર્કેટયાર્ડના ચેરમેન તેમજ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, બોર્ડ ઓફ ડીરેક્ટર તેમજ વેપારીઓ વચ્ચે વારંવાર મીટીંગ થતી હતી. પરંતુ લોકોનો ખરીદી કરવા એટલો ઘસારો રહેતો હતો કે, સોશિયલ ડીસ્ટન્સના પ્રયત્નોનો કોઈ અમલ કરી શકાતો નહોતો. શહેર અને ગામડામાં કોરોના ચેપ વધતા લોકડાઉનની મુદતમાં વધારો કરતાની સાથેજ માર્કેટયાર્ડની કરિયાણાની તમામ દુકાનો બંધ રાખવા ત્વરીત નિર્ણય કરાયો હતો. માર્કેટયાર્ડમાં હૉલસેલ શાકભાજી વિભાગ સોમવારથી શુક્રવાર સુધી કાર્યરત રહેશે. જ્યાં ફક્ત હૉલસેલનો વેપાર થશે. જ્યારે કરિયાણા બજાર શનિ અને રવિવાર બે દિવસ ચાલુ રહેશે. માર્કેટયાર્ડમાં ટ્રાફીક ન સર્જાય તે માટે ખેરાલુ રોડ ગેટ બાજુથી પ્રવેશ કરી શકાશે જ્યારે ગંજબજારના ફાટક તરફના મેઈન ગેટથી બહાર નીકળી શકાશે.
લોકડાઉનમાં તૈયાર થયેલ ખેતપેદાશનુ સમયસર વેચાણ ન થાય તો ખેડૂતોને નુકશાન થાય તેમ હોઈ સરકાર દ્વારા માર્કેટયાર્ડો શરૂ કરવા મંજુરી આપવામાં આવી છે. સરકારની સુચનાઓ મુજબ ફક્ત અનાજ અને કઠોળની હરાજીના કામકાજ માટે તા.૨૧-૪-૨૦૨૦ થી વિસનગર માર્કેટયાર્ડ શરૂ થશે. ખેડૂતોએ માર્કેટયાર્ડમાં માલ લઈને આવતા પહેલા મો.નં.૯૬૮૭૨ ૩૧૧૪૫ તથા મો.નં.૯૬૮૭૨૩૧૧૫૭ ઉપર ફરજીયાત નોધણી કરાવી ટોકન નંબર મેળવવાનો રહેશે. નોધણી કરાવ્યા સીવાય ખેડૂતોએ માર્કેટયાર્ડમાં પ્રવેશ મળશે નહી. સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ અને સાંજે ૩-૦૦ થી ૫-૦૦ સુધીમાં નોધણી કરાવવાની રહેશે. પ્રાયોગીક ધોરણે અનાજ અને કઠોળની અ ેક દિવસમાં આશરે ૮૦૦ બોરીની નોધણી થશે અને હરાજી કરાશે. જરૂરીયાત પ્રમાણે ફેરફાર કરી શકાશે. નોધણી કરાવતા ખેડૂતોને ફાળવેલ તારીખેજ માલ લઈને આવવાનુ રહેશે. તે સીવાય પ્રવેશ મળશે નહી. જે વાહનમાં ખેત પેદાશ લઈને આપવામાં આવશે તે વાહન ચાલક અને ખેડૂતને એમ બેજ વ્યક્તિને પ્રવેશ મળશે. જે ખેડૂત અને વાહન ચાલકોને જે તે વેપારીના ત્યાં બેસી રહેવુ પડશે. માર્કેટયાર્ડમાં પ્રવેશતા ફરજીયાત માસ્ક પહેરવુ પડશે. બજાર સમિતિના કર્મચારીઓની દેખરેખમાં હરાજી પ્રક્રિયા થશે. લાયસન્સદાર વેપારીઓએ હરાજીથી ખેતપેદાશની ખરીદી કરવાની રહેશે. હરાજીમાં સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવુ ફરજીયાત છે. ખેડૂતો, મજુરો સમયાંત્તરે હાથ ધોવે તેની તકેદારી વેપારીએ રાખવાની રહેશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us